Book Title: Shabde Shabde Shata
Author(s): Vairagyarativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 45
________________ તપ, પરમાત્મા શ્રીમહાવીરદેવે આચરેલી અને ઉપદેશેલી શ્રેષ્ઠ જીવનકળા છે. કદાચ પૃથ્વી પરનાં અનાજનાં ભંડાર ખૂટી પડે અને માનવજાત મરવા લાગે ત્યારે જૈન સાધુઓ સહુથી વધુ જીવશે. ખાધા કે પીધા વગર જીવવાની ટેવ તેમને માટે સહજસિદ્ધ છે. માણસ જીવન માટે નથી ખાતો. જીભ માટે ખાય છે. અને બિમારીઓને નિમંત્રણ આપે છે. ખોરાક દ્વારા ન કેવળ શારીરિક બિમારીઓ થાય છે. મન પણ વિકૃત બને છે. આહા૨સંયમ પરમાત્માએ વિશ્વને આપેલી સર્વોત્તમ ભેટ છે. અવસર : પર્યુષણ પર્વ -૭૩ - sabada\2nd proof ૬૩ પાપ કરીને બૂલ ન કરે તે પાપી છે માણસ દોષોને અને દુર્ગુણોને જાણે છે છતાં છોડી શકતો નથી. કારણ એ દોષોના સેવન દ્વારા શું ગુમાવી રહ્યો છે તેનું તેને જ્ઞાન નથી દોષોની સફળતા દોષને ઓળખવા નથી દેતી, સફળતા અભિમાન સરજે છે. જે દોષ સાથે અભિમાન જોડાય તે દોષ અસાધ્ય બની જાય છે. અભિમાની વ્યક્તિ પોતાના દોષને જોઈ શકતી નથી. આપણે આપણા દોષોને દોષ તરીકે જોઈએ તે આલોચના છે. દોષશુદ્ધિની અને પાપશુદ્ધિની પ્રક્રિયાનો પ્રારંભ આલોચનાથી થાય છે. જેમ ઘર રોજ બે વાર સાફ થાય છે, તેમ મન પણ દિવસમાં બે વાર સાફ થવું જોઈએ. નીતિશાસ્ત્ર કહે છે : ‘માણસે રોજ સૂતા પહેલા એક વાતનો વિચાર અવશ્ય કરવો કે આજે મેં જે વર્તન કર્યું તે પશુને છાજે તેવું હતું કે સારા માણસને શોભે એવું હતું ?’ શરીર સાફ ન થાય તો રોગ થાય છે તેમ મન સાફ ન થાય તો સંક્લેશ જન્મે છે. વીસમી સદીમાં ઘણા રોગોની દવા શોધાઈ છે પણ માનસિક વિચારોની બિમારીનું પ્રમાણ વધ્યું છે. માણસના મનમાં પાપના વિચારોનો સંગ્રહ થતો રહે છે તેના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. આધુનિક મનોવિજ્ઞાનીઓ માનવમનનું વિશ્લેષણ કરીને તેનો ઉકેલ દર્શાવે છે કે જે વ્યક્તિ પોતાની લાગણીઓની વૉમિટ કરી નાખે છે. બીજાને કહી દે છે. તે હળવો બની શકે છે.’ પૂર્વના મહર્ષિ પતંજલિએ સ્વનિરીક્ષણનો માર્ગ દર્શાવ્યો છે. પરમાત્મા શ્રી મહાવીરદેવે આલોચનામાં આ બન્ને પ્રણાલીઓને સમાવી છે. માણસ પોતાના વિચારોના ભારથી દુઃખી છે. માણસના -૭૪ -

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48