Book Title: Shabde Shabde Shata
Author(s): Vairagyarativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 39
________________ sabada\2nd proof મર્યાદા તને લાખ લાખ નમસ્કાર જાય પણ સંતાન બગડે પછી નવું બનતું નથી. મા-બાપ તરફથી સંતાનને સંભાવ, સંસ્કાર અને સમય આ ત્રણ વસ્તુ અનિવાર્ય પણે મળવી જોઈએ. તે માટે મા-બાપ શું જાગૃતિ રાખી શકે ? મા-બાપ સંતાનને જે સંસ્કાર આપે તે પોતાના જીવનમાં જીવે. સંતાન ઉપર પોતાનો વિશ્વાસ છે. આ વાતની પ્રતીતિ કરાવે. તેમની ભૂલ થાય અને સજા કરવી પડે તેમ છતાં પણ સજા સાથે સંભાવ પણ દેખાડવો જોઈએ. સદભાવ વિના સજા કરવાથી સંતાનો બગડે છે. મા-બાપ વચ્ચે મતભેદ હોય તો સંતાનનું ભવિષ્ય બગડે છે. મા-બાપે ક્યારેય પોતાનાં સંતાનો વચ્ચે તુલના નહીં કરવી જોઈએ. પોતાનાં મનની મહત્ત્વકાંક્ષાઓ બાળકમાં રોપવાની ભૂલ કરવી નહીં. અવસર : જીવન જાગૃતિ પ્રવચન શ્રેણી ૨-૩-૪ નદી પોતાની મર્યાદા મુકે ત્યારે પૂર આવે છે. સમુદ્ર મર્યાદા મૂકે છે ત્યારે સુનામી આફત સરજાય છે. પૃથ્વી મર્યાદા મૂકે છે ત્યારે ધરતીકંપ થાય છે. આકાશ મર્યાદા મૂકે છે ત્યારે સર્વનાશ સરજાય છે. એક નાવમાં કાણું ન પડે એ જેટલું મહત્વનું છે એટલું મહત્વ જીવનમાં મર્યાદાનું છે. આ ભૂમિ મર્યાદાની ભૂમિ છે. આર્ય સંસ્કૃતિની ધરોહર મર્યાદા છે. રામાયણથી મહાભારત સુધીની કથાઓ મર્યાદાનું મહિમાગાન કરે છે. સીતાજીએ લક્ષ્મણરેખાનું ઉલ્લંઘન કર્યું તો રાવણ તેમનું અપહરણ કરી ગયો. મર્યાદા ચૂકાય તો જ પાપ ફાવે છે. કુટુંબના બાળકો માતાપિતાની આજ્ઞામાં રહે, માતા-પિતા કુટુંબની આજ્ઞામાં રહે, વડીલ સંતોની આજ્ઞામાં રહે. સંત, શાસ્ત્રની આજ્ઞામાં રહે અને શાસ્ત્ર ભગવાનની આજ્ઞામાં રહે છે. આ મર્યાદા ચૂકાય તો તેનું નુકશાન પારાવાર હોય છે. અણીના સમયે બેકને બદલે એક્સીલેટર પર પગ મૂકાય તો એકિસડંટ થવાનો જ છે. મર્યાદાને નેસ્તનાબૂદ કરવામાં સિંહફાળો આપનાર તત્ત્વ ટી.વી., ફેશન અને મિત્રવર્તુળ છે. દેખાદેખીથી ફેશનને કારણે ઘૂસી ગયેલી અનેક બદીઓથી સમાજ ઊભરાઈ રહ્યો છે. ત્યારે મહાત્માઓ જ શરણ છે, જે મર્યાદા પાળે છે અને મર્યાદાનો અર્થ બતાવે છે. ભારતમાં જ્યારથી ટેલિવિઝનનું આગમન થયું છે. ત્યારથી ચારિત્રની હોળી સળગી છે. આ દેશમાં ટી.વી. ચાલુ થયું ત્યારે તેનો ઉદેશ શૈક્ષણિક પ્રસાર માધ્યમ તરીકે થશે, તેવી જાહેરાત થઈ હતી. દૂરદર્શનનું સ્લોગન ‘સત્વે શિવ સુન્દરમ્' છે. આજે દૂરદર્શનમાં સત્ય શિવ અને સુંદર શું છે ? મનોરંજનના બહાને દુનિયાભરની સારી-નરસી

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48