Book Title: Shabde Shabde Shata
Author(s): Vairagyarativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 10
________________ sabada 2nd proof ૩ દોષદૃષ્ટિ અને દૃષ્ટિદોષ અભિમાનની નીપજ છે અભિમાન તમામ પાપનું મૂળ છે અભિમાની વ્યક્તિ ક્યારેય સારા ભાવ કેળવી શકતો નથી. વિચારો ને બદલી શકવાની નબળાઈ અભિમાનનું લક્ષણ છે. પોતાના વિચારોની ખોટી પક્કડને કારણે વ્યક્તિ પામવાને બદલે ગુમાવે છે. દુર્યોધને પાંડવોને રાજ્ય નહીં આપવાની જિદ કરીને સારા માણસોનો સદ્દભાવ ગુમાવ્યો હતો. અભિમાની માણસનો સ્વભાવે સંસેટીવ હોય છે. તેને નાની નાની બાબતોમાં ખોટું લાગી જાય છે, જરાક અમથી બાબતમાં ઓછું આવી જાય છે. અભિમાન ઉગ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે વાતવાતમાં બીજાને કારણ વગર સલાહ આપવાની આદત પડી જાય છે. અભિમાની વ્યક્તિની વાણીમાં કર્કશતા હોય છે, સતત ફરિયાદ અને નારાજગી હોય છે. અભિમાન ઝેર જેવું છે. અભિમાની વ્યક્તિ બીજા ગુણોને પણ દુર્ગુણમાં ફેરવી નાંખે છે. અભિમાની માણસ પ્રેમ કરશે તો અધિકારભાવના રાખશે. જેને પ્રેમ કરશે તેને જ પીડશે. અભિમાન સાથે જોડાયેલી સફળતા ખોટી મહત્ત્વાકાંક્ષામાં ફેરવાઈ જાય છે. અભિમાની માણસનું જ્ઞાન પ્રદર્શનમાં ફેરવાઈ જાય છે. અભિમાની માણસના વિચારો હંમેશા કંપિટેટિવ (શરતી) કેલક્યુલેટિવ (ગણતરીપૂર્વકના) અને કંપલ્સીવ (ફરજી) હોય છે. દોષદૃષ્ટિ અને દૃષ્ટિદોષ અભિમાનની નિપજ છે. બીજા બધા જ દોષો કરતા અભિમાન વધુ ખરાબ છે. કેમ કે તેને ઓળખવો અતિ મુશ્કેલ છે. અભિમાન તમામ પાપોનું મૂળ છે. ‘પાપમૂન મનમાન' સંત તુલસીદાસજીએ કહ્યું છે. પાપ માટેની ભૂમિ છે-કઠોર હૈયું. પાપની પ્રવૃત્તિ તમારા હૃદયને કઠોર બનાવે છે. માણસ પહેલી વાર પાપ કરે. ત્યારે જે ડર હોય તે બીજી વાર નથી રહેતો. વારંવાર પાપ કરવાથી પાપનો ડર જતો રહે છે. અભિમાન કરવાથી હૃદયની સંવેદનશીલતા જતી રહે છે. અભિમાનની પહેલી અસર દુર્ભાવ છે. તો બીજી અસર કઠોરતા છે. બીજાના દુઃખ કે પીડા જોઈને દુઃખ ન થતું હોય કે હૃદય રડતું ન હોય તો સમજજો તમારું હૈયું કઠોર છે. ધર્મનાં ફળ કોમળ ભૂમિ ઉપર ખીલે છે. અભિમાન હૈયાને પથ્થર જેવું જડ બનાવી દે છે. અભિમાની માણસ ધર્મના બગીચામાં આવે તો પણ તેની સુગંધ માણી શકતો નથી. ઉકરડાની માખી વિષ્ટાની ગોળી લઈને બગીચામાં જાય તો સુગંધને બદલે દુર્ગધ જ પામે છે. આજનો યુગ દોષોનો યુગ છે. માણસ બીજા માણસને માણસ તરીકે સ્વીકારવા તૈયાર જ નથી. સહાનુભૂતિ અને સમાનુભૂતિ જેવા શબ્દોની હૃદયની ડિક્શનેરીમાંથી બાદબાકી થઈ ગઈ છે. પશુઓ કરેલા ઉપકારને યાદ કરે છે, માણસ નહીં. એક કવિએ સરસ કહ્યું છે– મેં ફૂલો પાસે રહી હતી કોમળતા મળી નદી પાસે માંગી હતી નિર્મળતા મળી. માત્ર હમદર્દીનો યાચક થયો માણસ પાસે કહેવાની જરૂર છે કે નિષ્ફળતા મળી ?

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48