________________
૧૯
સફળતા આજના યુગનો જીવનમંત્ર છે
સફળતા આજના યુગનો જીવનમંત્ર છે. સફળતા માટે કોઈ શોર્ટકટ નથી. એક અંગ્રેજી સુભાષિત છે—ઝડપથી સફળતા મેળવવા માટે તો ટૂંકો રસ્તો એક જ છે, ધીરજ ધરો.
સફળતાની વ્યાખ્યા સમજવામાં આજનો માનવી થાપ ખાઈ ગયો છે. શ્રી હરિભદ્રસૂ.મ એ લલિતવિસ્તરામાં સફળતા માટે ત્રણ સૂત્રો બતાવે છે.
પ્રાપ્તિ નહીં પણ પાત્રતા.
સંઘર્ષ નહીં પણ સમર્પણ.
જડતા નહીં પણ પરિવર્તન.
બીજમાંથી ફળ સુધીની યાત્રા સફળતા છે.
બીજ એક મહત્ત્વનું કામ કરે છે. પોતાની પાત્રતાનું સંરક્ષણ સંભાવનાનું વાસ્તવિકતામાં પરિવર્તન કરવાની કળાનું નામ સફળતા છે. બીજ પોતાની શક્તિ ટકાવી રાખે છે. ફળવાન બનવા માટે બીજ ધરતીમાં દટાઈ જાય છે. પોતાની જાતનું ધરતીને સમર્પણ કરે છે ત્યારે તે ફળ બને છે. પોતાનું અસ્તિત્વ ખોઈને પરિવર્તન સ્વીકારે ત્યારે જ બીજ સફળ બને છે.
પાત્રતા, સમર્પણ અને પરિવર્તન, આધ્યાત્મિક ક્ષેત્રની સફળતાનાં ત્રણ સુવર્ણસૂત્રો છે. સફળતા એ સુખનો પર્યાયવાચી શબ્દ નથી. સફળતા સ્થિતિ છે. સુખ અનુભૂતિ છે. સુખ મળે તો જીવન સફળ. પણ સફળતા મળે તો સુખ મળી જ જાય એ નિયમ નથી.
- ૧૯ -
sabada\2nd proof
૨૦
સફળતાને સુખ માની લેવું ભુલ છે
દરેક વ્યક્તિ સુખી થવા પ્રયત્ન કરે છે. પણ ભાગ્યે જ કોઈને સુખ મળે છે. સફળ થનારા ઘણા છે. સુખી થનારા ખૂબ ઓછા છે. સફળતા અને સુખ વચ્ચે પાયાનો તફાવત છે. સફળતા જીવનનું બાહ્ય પરિબળ છે. સુખ આંતરિક પરિણામ છે. સફળતા સાધનોથી મળે છે. સુખ સાધનાથી મળે છે. સાધનોથી મળેલી સફળતાને સુખ માની લેવાની ભૂલ માણસ કરી બેસે છે અને દુઃખી થાય છે. સફળતા સાધન વિના નથી મળતી. સાધન પૈસા વિના નથી મળતા. સુખ સાધના વિના નથી મળતું. સાધના સંતોષ વિના નથી થતી. માણસે પૈસાને બિનજરૂરી મહત્ત્વ આપી દીધું છે. પૈસાથી સામગ્રી મળે છે. સુખ નથી મળતું. સુખ ચાના પેકેટની જેમ વેચાતું મળે નહીં. કુદરતમાં પૈસાની કોઈ કિંમત નથી. રસ્તા વચ્ચે દસ લાખ રૂપિયાની બેગ પડી હોય તો કૂતરો એને સૂંધીને આગળ વધી જશે. માણસ મારામારી કરશે. જીવન માટે પૈસા છે કે પૈસા માટે જીવન, આ વાત માણસ ભૂલી ગયો છે. જીવન જીવવા માટે અનિવાર્ય એવા હવા-પાણી, આકાશ-ધરતી સાવ મફતમાં મળે છે છતાં માણસ જીવનનો ત્રીજો ભાગ પૈસા પાછળ
ગુમાવી દે છે. પૈસા વિશે એક વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે કે જેમજેમ પૈસા વધતા જાય છે તેમ-તેમ શૂન્યતા વધતી જાય છે. પૈસાનું જીવનમાં કોઈ મૂલ્ય નથી એ વાત પૈસા આવી ગયા પછી જ સમજાય છે. આ સત્ય સમજાય ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. પૈસો એ સાધન છે. જીવન
ચલાવવાનું સાધન. જીવન જીવવાનું સાધન પૈસો નથી. સુખનું સાધન પૈસો નથી.
我我我
-૨૦