Book Title: Shabde Shabde Shata
Author(s): Vairagyarativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 17
________________ sabada 2nd proof ૧૭ ૧૮ પ્રાપ્તિને નહીં, પાત્રતાને જુઓ પાત્રતા વિના સાધના ફળતી નથી જે માણસ “મારે કેટલું મળવાનું બાકી છે તે જુએ છે તે દુઃખી થાય છે. જે વ્યક્તિ ‘મને કેટલું બધું મળ્યું છે તે વિચારે છે તે સુખી થાય છે. માણસને જીવનમાં ઘણું મળ્યું છે છતાં તે ધરાતો નથી. વિજ્ઞાને પ્રગતિ કરી છે. માનવજીવનને સુખી કરવા અનેક સાધનો શોધ્યા છે, પણ માનવજાત સુખી થઈ શકી નથી. તેનું કારણ પાત્રતાનો વિચાર નથી કર્યો. જીવનમાં સુખી થવું હોય તો પ્રાપ્તિ તરફ નજર નહીં કરતા પાત્રતા તરફ નજર કરજો . પ્રાપ્તિની ગતિ પદાર્થ તરફ છે. પાત્રતાની ગતિ પરમાત્મા તરફ છે. પ્રાપ્તિ શક્તિને ખતમ કરે છે. પાત્રતા શક્તિને વધારે છે. zelet salleh Seven habits of highly effective people નામના વિખ્યાત પુસ્તકમાં પાત્રતાનાં સૂત્રને પી ઍન્ડ પીસી રૂલ ગણાવ્યો છે. સોનાનાં ઈંડા આપતી મરઘી અને સોનાનું ઈંડુ આ બેમાં કિંમતી કોણ અને મહત્ત્વનું કોણ ? કિંમત ભલે સોનાનાં ઈંડાની હોય પણ મહત્ત્વ મરઘીનું છે. સોનાનું ઈંડુ પ્રોડક્ટ છે. તો મરઘીએ પ્રોડકશન કેપેસીટી છે. મરઘીનો માલિક સોનાનું ઈંડા મેળવવાની ઘેલછામાં મરધીને ખોઈ બેઠો તેમ માણસ પ્રાપ્તિની ઘેલછામાં પાત્રતાનો નાશ કરી રહ્યો છે. સાધના વિના સિદ્ધિ મળતી નથી. અને પાત્રતા વિના સાધના ફળતી નથી. ડિગ્રી વિના પદવી મળતી નથી. બુદ્ધિ વિના સાચી ડિગ્રી મળતી નથી. જીવનના કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા પાત્રતા પહેલી જરૂરિયાત છે. ધર્મ કરતાં પહેલાં ધર્મની પાત્રતા કેળવવી જોઈએ. પાત્રતા વિનાનો ધર્મ સુગંધ વિનાના ફૂલ જેવો છે. ધર્મની પાત્રતાના ત્રણ આયામ છે. ધર્મ પામવાની પાત્રતા, ધર્મ પાળવાની પાત્રતા અને ધર્મ પચાવવાની પાત્રતા. ત્રણેમાંથી એક પણ પ્રકારની પાત્રતામાં ઉણપ હોય તો ધર્મ અધૂરો રહે છે. અધૂરો ધર્મ પ્રસન્નતાનું કારણ બનતો નથી અને પરમાત્મા સુધી લઈ જઈ શકતો નથી. ધર્મની પાત્રતા આપણી ખામીઓ વિશે જાગૃત કરે છે. બીજાની ખામીઓ જેનાર વ્યક્તિ અધર્મી જાણવો. આપણી ત્રુટિઓને દૂર કરવાના સચોટ રસ્તા ધર્મ પાસેથી મળી શકે છે. આપણા દોષો, દુર્ગુણો અને દુર્વિચારો દૂર થાય તો આપણી ભીતર પરમાત્મા મોજૂદ જ છે. એક વિખ્યાત શિલ્પકારે પોતાની પ્રશંસાનો બહુ જ ઉમદા જવાબ આપ્યો. “આ પથ્થર પહેલા દુનિયાની દૃષ્ટિએ નકામો હતો. મેં આ પથ્થરમાં કંઈ જ નવું ઉમેર્યું નથી. મેં માત્ર તેનો નકામો ભાગ દૂર કર્યો. આકૃતિ તો તેમાં પહેલેથી જ હતી.” અણઘડ પથ્થર પણ મૂરતિ બની શકે છે. જો તેને કંડારનાર શિલ્પી મળે તો. - ૧૭ જ - ૧૮ -

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48