Book Title: Sanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 4
________________ સમર્પણ ૦ જેઓની આંખમાં પરમગીતાર્થ મહર્ષિનો આત્મા ડોકીયાં કરે છે. જેઓના વચનના શ્રવણમાત્રથી વીતરાગના અતિગૂઢ રહસ્યોનો ગેબી મર્મભેદ પ્રગટે છે. જેઓના રોમેરોમમાં શાસન-સંઘ-શાસ્ત્રના યોગ-ક્ષેમ-વૃદ્ધિ આદિની હિતકામના રહેલી છે. નિયતિ અને નિસર્ગની મહાસત્તાએ જેઓનું સર્જન જિનશાસનના ઉચ્ચતમ ઉત્કર્ષ માટે કરેલ છે. લાખો-કરોડો જીવોને પોતાના ભુજાબળથી પોતાની ઉત્કૃષ્ટ ભાવનારૂપી મહાયાનપાત્રમાં બેસાડી મોક્ષે લઈ જવા જેઓ ઝંખી રહ્યા છે. જેઓની ઝીણી આંખોમાં જિનવચનના સૂક્ષ્મતમ ભાવોને પકડવાની નિપુણતા રહેલી છે. ગુરુવર્યોના જેઓ અનન્ય કૃપાપાત્ર છે. દેહથી વામન હોવા છતાં વિરાટ આત્મોન્નતિને જેઓ ધારણ કરી રહ્યા છે. જેઓ અનેક સંયમીઓના મોક્ષમાર્ગમાંથી કાંટા-કાંકરા-કાદવને દૂર કરી શીતલ-મધુર જિનાજ્ઞાનું અમૃતપાન કરાવી, સંજીવની રૂપી અભિગ્રહો આપી, હિતશિક્ષારૂપી ઔષધિનું દાન કરી, આંખોમાં વિમલાલોક-અંજન કરી, તત્ત્વપ્રીતિકર-પાણી પીવડાવી, પાવનતારૂપી પરમાત્ર પ્રેમે પ્રેમે વપરાવી સહુને ભેદભાવ વિના અમરત્વના માર્ગે આગળ ધપાવી રહ્યા છે તેવા પરમોપકારી પરમજ્ઞાની સરળતાના ભંડાર પરમદીર્ઘદર્શી વર્ધમાનતપોનિધિ સ્વ. ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના પવિત્ર કરકમલમાં, તેઓશ્રીની જન્મશતાબ્દી નિમિત્તે, સાદર-સવિનય-સબહુમાન શ્રદ્ધાંજલિ C

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 538