________________
પ્રકરણ ૩ નું
નામરૂપવિચાર પર મૂળાક્ષરપ્રકરણમાં આપણે વર્ણને વિચાર કર્યો. ત્યાર પછી
એક વર્ણ બીજા વર્ણની સાથે આવે, તો તે વર્ણમાં કેવા વિકારે થાય છે, તેને વિચાર સન્ધિપ્રકરણમાં કર્યો. હવે આપણે પદને વિચાર કરીશું. યાસ્કરાચાર્ય તમામ પદના મુખ્ય ચાર વિભાગ પાડે છે. (૧) નામ, (૨) આખ્યાત (ક્રિયાપદ), (૩) નિપાત અને (૪) ઉપસર્ગ. નિપાત અને ઉપસર્ગને અવ્યયની ગણનામાં મૂક્યા છે, એટલે એ પ્રમાણે લેતાં નામ, આખ્યાત અને અવ્યય એમ મુખ્ય ત્રણ પદ છેઃ નામ અને આખ્યાત મૂળ રૂપે વપરાતાં નથી; પણ વચન અને જાતિ પ્રમાણે ફેરફાર ધારણ કરે છે, માટે તે વ્યયી પદે કહેવાય છે. પરંતુ અવ્યય તેના તે રૂપમાં જ રહે છે, માટે અવ્યય કહેવાય છે. નામના ગુણ દેખાડનાર પદો વિશેષણ કહેવાય છે, અને નામને બદલે વપરાનાર પદે સર્વનામ કહેવાય છે. અવ્યયમાં ઉભયાન્વયી.. કેવલપ્રયાગી, શબ્દગી અને ક્રિયાવિશેષણ એવા વિભાગ છે. ઉપર જણાવ્યું તે પ્રમાણે નામનાં રૂપમાં વચન અને જાતિ પ્રમાણે ફેરફાર થાય છે, તેમજ વિભક્તિ પ્રમાણે પણ જુદા જુદા પ્રત્યય લાગે છે. સંસ્કૃત ભાષામાં આઠ વિભકિતઓ છેઃ પ્રથમ, દ્વિતીય, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ટી, સપ્તમી અને
સંબંધનાર્થ. વચન ત્રણ છે એકવચન, દ્વિવચન અને બહુવચન. ૫૪ નામની ત્રણ જાતિ છેઃ પુલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ
અર્થાત નરજાતિ, નારીજાતિ અને નાન્યતરજાતિ. અમુક નામ