Book Title: Sanmatitarka ane Tenu Mahattva Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ સન્મતિતક અને તેનું મહત્ત્વ [ ૧૯ એક મહાપ્રભાવક ગ્રંથ તરીકે વર્ણવે છે, અને તે એટલે સુધી કે તેના અભ્યાસ કરતાં કાઈ અપવાદ સેવવા પડે તે તેને પ્રાયશ્ચિત્તયેાગ્ય નથી માનતા. શ્રુતજ્ઞાનની જાગ્રસ્મૃતિ ઉપાધ્યાય શ્રીયોવિજયજી તે એના ઉપર ફિદા ફિદા છે અને છેલ્લે શ્રીમદ્ રાજચંદ્ર તથા શ્રીમાન આત્મારામજીસૂરીશ્વર સુધ્ધાં એ ગ્રંથ ઉપર ભારે મમત્વ દર્શાવે છે. આ રીતે સન્મતિતના મહિમા જ્યાં ત્યાં ગાવામાં આવ્યો છે અને હજી ગવાય છે, ત્યારે એ જાણવું જરૂરનું છે કે સન્મતિતક એ શું છે? તેનું મહત્ત્વ શા માટે છે? અને ખીજાં શાઓની સરખામણીમાં એનું સ્થાન શું છે? વગેરે વગેરે. આ હેતુથી પ્રેરાઈ પ્રસ્તુત લેખ લખવા પ્રેરણા થઈ છે. નાવિધાન ' જૈન સાહિત્ય અને સમાજમાં સમતિતક' એ જ નામ બહુ જાણીતું છે, પણ છેલ્લી માહિતી પ્રમાણે તેનું ખરું નામ · સન્મતિતક' લાગે છે; ઘણી અને જૂની હસ્તલિખિત પ્રાંતએમાં · સન્મતિતક'' એવા જ ઉલ્લેખ મળે છે. એ ઉલ્લેખ ઉપર વિચાર કરતાં જણાય છે કે ‘ સંમતિ ’ નહિં પણ ‘ સન્મતિ ’ નામ ખરું હાવું જોઈએ, કારણ કે ધનંજયનામમાળામાં ભગવાન મહાવીરના જે નામ ગણામાં છે તેમાં એક નામ સન્મતિ એવું છે. તેથી ચાખ્ખુ લાગે છે કે આચાય શ્રી. સિદ્ધસેને પેાતાના પ્રૌઢ ગ્રંથરત્નને ભગવાનના નામથી અંકિત કરી સન્મતિતક એજ નામ આપ્યું હશે અને તે દ્વારા સૂચિત કર્યું કે આ મારા રચેલા પ્રકરણના વિષય કલ્પિત અગર તે સાધારણ નથી, પણ હું જે કહું છું તે તે ભગવાન મહાવીરનો તર્ક છે. એટલે તેમને સિદ્ધાંત અથવા ભગવાન મહાવીરને મત છે. પ્રવચનસાર સાથે સરખામણી નામની બાબતમાં આટલું સ્પષ્ટીકરણ કરી હવે તે ગ્રંથ અને તેના વિષય તરફ વળીએ. એ ગ્રંથ પ્રાકૃતભાષામાં છે. એના ત્રણ ભાગે છે. દરેક ભાગ કાંડને નામે પ્રસિદ્ધ છે, એટલે એ ગ્રંથ ત્રિકાંડ છે. રચના ગદ્ય નહિ, પણ પદ્યમય છે. પદ્મો બધાં આર્યા છંદમદ્ છે. પહેલા કાંડમાં ૫૪, બીજાં કાંડમાં ૪૩ અને ત્રીજા કાંડમાં ૭ પદ્યો છે. કુલ પદ્યો ૧૬૭ છે. આ ગ્રંથ ખાદ્ય રચનામાં શિબરાચાય કુંદકુંદના પ્રવચનસાર જેવે છે. પ્રવચનસારના પણ ત્રણ ભાગ છે. તેમાં પહેલા ભાગમાં ૯૨, બીજા ભાગમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 32