Book Title: Sankshipta Jain Darshan Author(s): Dineshchandra Joravarmal Modi Publisher: Dineshchandra Joravarmal Modi View full book textPage 8
________________ કર્મના ચમત્કાર “એક જીવ સુંદર પલંગે પુખશયામાં શયન કરે છે, એકને ફાટેલી ગોદડી પણ મળતી નથી. એક ભાતભાતનાં ભજનોથી તૃત રહે છે, એકને કાળી જારના પણ સાંસા પડે છે. એક અગણિત લક્ષ્મીને ઉપભોગ લે છે, એક ફૂટી બદામ માટે થઈને ઘેર ઘેર ભટકે છે. એક મધુરાં વચનથી મનુષ્યનાં મન હરે છે, એક અવાચક જેવો થઈને રહે છે. એક સુંદર વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈ ફરે છે, એકને ખરા શિયાળામાં ફાટેલું ૫ડું પણ ઓઢવાને મળતું નથી. એક રોગી છે, એક પ્રબળ છે. એક બુદ્ધિશાળી છે, એક જડભરત છે. એક મનોહર નયનવાળે છે, એક અંધ છે. એક લૂલે છે, એક પાંગળા છે. એક કીતિમાન છે, એક અપયશ ભોગવે છે. એક લાખ અનુચરે પર હુકમ ચલાવે છે, એક તેટલાના જ ટુંબ સહન કરે છે. એકને જોઈને આનંદ ઊપજે છે, એકને જોતાં વમન થાય છે. એક સંપૂર્ણ ઈન્દ્રિયવાળે છે. એકને દીન-દુનિયાનું લેશ ભાન નથી, એકના દુઃખને કિનારે પણ નથી. એક ગર્ભાધાનથી હરા, એક જ કે મૂઓ, એક મૂએલે અવતર્યો, એક સે વર્ષને વૃદ્ધ થઈને મરે છે. કેઈનાં મુખ, ભાષા અને સ્થિતિ સરખાં નથી, મૂર્ખ રાજગાદી પર ખમા. ખમાથી વધાવાય છે, સમર્થ વિદ્વાનો ધક્કા ખાય છે ! આમ આખા જગતની વિચિત્રતા ભિન્ન ભિન્ન પ્રકારે તમે જુઓ છો; એ ઉપરથી તમને કંઈ વિચાર આવે છે ? તે શા વડે થાય છે ? - પિતાનાં બાંધેલાં શુભાશુભ કમ વડે. કર્મ વડે આ સંસાર ભમવો પડે છે. એ ઉપરથી વિચાર કરશે તે તમને પરભવની શ્રદ્ધા દઢ થશે.” શ્રીમદ રાજચંદ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 620