Book Title: Sankshipta Jain Darshan Author(s): Dineshchandra Joravarmal Modi Publisher: Dineshchandra Joravarmal Modi View full book textPage 7
________________ સ્વ. શ્રી જોરાવરમલભાઈ મણિલાલભાઈ મોદી જીવન ઝરમર આપને જન્મ પાલણપુરમાં ધનિષ્ઠ અને આગેવાન વિશા ઓસવાળ જૈન સ્થાનકવાસી કુટુંબમાં થયો. તે વખતે પાલણપુર નવાબનું દેશી રાજ્ય હતું. આપના પિતાશ્રી મણિલાલભાઈ પાલણપુરના જાગીરના કારભારી હતા. ઘેર કારભારું એટલે દરબાર છે. રાજા ન કરી શકે તે કારભારી કરી આપે. સવારથી સાંજ સુધી પુષ્કળ માણસની અવરજવર. ધરના ચેકમાં માણસ સમાય નહીં. નોકરચાકરથી ઘર ગાજે. ઘરઆંગણે ઘેડા, ગાડી, ભેંસના હોંકારા ચાલુ જ હોય. સવારથી રાત સુધી રડું ચાલે. મેટ્રિક પછી કલકત્તા મામાની ભાગીદારીમાં મે. ઠાકોરલાલ હીરાલાલ એન્ડ ફ.ની પેઢીમાં હીરાને વેપાર શરૂ કર્યો. આપે જોતજોતામાં ધંધે બહુ જમાવ્યો. ઈ. સ. ૧૯૩રમાં આપ યુરોપ સિધાવ્યા. ત્યાં એક વર્ષ રહી આપે ત્યાં પણ ધધે બહુ વિકસાવ્યું. પરદેશમાં આ પેઢીનું નામ થઈ ગયું. એન્ટવર્પના વેપારીઓ આપને આજે પણ બહુ આદરભાવથી યાદ કરે છે. ધંધાની સુંદર કુનેહ અને હીરાની અદ્ભુત પરખથી આપે ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું. પાંચ વર્ષમાં આપે તે પેઢીને આખા દેશની અગ્રગણ્ય પેઢીઓની હરોળમાં લાવી મૂકી દીધી. જ્યારે પેઢીનો શો રૂમ કલકત્તામાં ડેલહાઉસી સ્કવેર જેવા અદ્યતન લત્તામાં ખુલ્લું મૂકાયો ત્યારે તે આખા કલકત્તામાં સૌથી સુંદર શો રૂમ હતો. આપનાં લગ્ન પાલનપુરના નગરશેઠ પિતાંબરભાઈ મહેતાની પૌત્રી સરસ્વતિબહેન સાથે થયાં. આપને બે પુત્રો, દિનેશ અને સ્વ. અનિલ અને એક પુત્રી લતા. આપને બે ફઈઓ, સ્વ. મફતબહેન અને અને સ્વ. લીલાબહેન (જેમના પતિ હાઈકોર્ટને ભાજી જજ સ્વ. શ્રી રતિલાલ ભાઈચંદ મહેતા). બંને ફઈઓ આપની ઉંમરનાં હોવાથી બહેને જેવું હેત. મોટી ફઈ મફતબહેન (સ્વ. પૂ. વસુમતિબાઈ મહાસતીજી) પરણ્યા પછી છ મહિનામાં વિધવા થયાં. તેનો આઘાત અસહ્ય હતો. જ્યારે ઘરમાં મફતબહેનને દીક્ષાની રજા આપવા કોઈ તૈયાર નહતું ત્યારે આપે તેમને દીક્ષા અપાવવા વચન આપ્યું હતું પણ છેડે વખત ભી જવા કહ્યું, પણ તે પહેલાં આપ ૨૯ વર્ષની નાની વયે દેહત્યાગી સિધાવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 620