Book Title: Samvada
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 8
________________ પ્રજ્ઞાવાય... અસ્વસ્થ તબીયત અને વ્યાધિગ્રસ્ત શરીર વચ્ચે પણ ભીતરમાં સમતાભાવનો દીવો અખંડ જલતો રાખ... અને [L ( S/ સાથે સાથે જાત સાથે સંવાદ રચવો... કોઈપણ જાતના વિષાદ કે વિખવાદ વગર, એ નાનીસૂની તપશ્ચર્યા નથી. પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ સાહેબ આ તપશ્ચર્યાના પ્રતીક બની ચુક્યા છે. છેલ્લા ૩ વરસથી સતત એઓ અસ્વસ્થતાની વચ્ચે જીવીને સાહિત્ય સર્જનની યાત્રા આગળ ધપાવી રહ્યા છે. એક પછી એક પુસ્તકો લખાતા જાય છે. પ્રગટ થતા જાય છે... વાચકોમાં વંચાતા થાય છે. ટ્રસ્ટના પ્રકાશનો નિયમિત રીતે પ્રકાશિત થાય... આપના સુધી પહોંચે... એ માટે અમે અમારાથી બનતા તમામ પ્રયત્નો કરીએ છીએ. ટ્રસ્ટની ઘણી બધી મર્યાદાઓ છે... સીમાઓ છે... મોટું ભંડોળ ન હોવાથી ટ્રસ્ટને ક્યારેક આર્થિક મૂંઝવણ પણ થાય છે. પુસ્તકો પાછળનો ખર્ચ તો વધતો જ જાય છે. છતાંયે આપ બધાના સાથ સહકારથી ધીમી પણ મક્કમ ગતિએ ટ્રસ્ટ આગધ વધી રહ્યું છે. પરમાત્માની અચિજ્ય કૃપા અને ગુરુજનોના આશીર્વાદ સાથે જ આ બધું શક્ય બની રહે છે. - પ્રસ્તુત પુસ્તકના વિષય ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીએ દર રવિવારે થોડા જિજ્ઞાસુઓ સમક્ષ પ્રવચનો પણ કરેલા. ત્યારથી બધાની માંગણી હતી, આ પુસ્તક માટે. આજે એ માંગણી અમે સંતોષી શક્યા છીએ... એ અમારા માટે સંતોષનો વિષય છે. આપના સ્નેહી- સ્વજનો/મિત્રો-પરિચિતોમાં આ પુસ્તકનો આપ બહોળો પ્રચાર કરો એવી અપેક્ષા સાથે. મહેસાણા ૧-૩-૧૯૯૯ જયકુમાર બી. પરીખ - ટ્રસ્ટીગણ વતી શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 198