________________
162
અરુણ કે પટેલ
SAMBODHI
"नापि शब्दस्याभिधाव्यतिरेकेण व्यञ्जकत्वं व्यापारान्तरमुपपद्यते, येनार्थान्तरं प्रत्याययेद व्यक्तेरनुपपत्तेः सम्बन्धान्तरस्य चासिद्धेः । तदभावेऽपि तदभ्युपगमै तस्यार्थनियमो न स्याद निबन्धनाभावात्, न हयस्य गेयस्येव रत्यादि वैः स्वाभाविक एव सम्बन्धः, सर्वस्यैव તwતીતિપ્રસ' 1"
અર્થાત્
અને વળી, શબ્દનો અભિધાથી અતિરિક્ત વ્યજકત્વરૂપ વ્યાપાર બની શકે નહિ, કે જેથી કરીને તે અન્ય અર્થનું જ્ઞાન કરાવી શકે કારણ કે વ્યજના શબ્દમાં બનતી જ નથી અને ભજના સિવાય શબ્દનો અન્ય સબધ સિદ્ધ થતો નથી અને તેના અભાવમા (=વ્યક્તિ, અન્ય પ્રકારનો સબધ કે અભિધા સિવાયના અન્ય વ્યાપારના અભાવમા) પણ તેનો (=શબ્દમા વ્યજકત્વનો) સ્વીકાર કરી લેવામાં આવે, તો પણ તેમા અર્થનો નિયમ (=નિયત અર્થની પ્રતીતિ કરાવવી) રહેશે નહિ કારણ કે નિશ્ચિત અર્થપ્રતીતિના નિબંધનનો અભાવ હશે. (=અભિધામા રહેલા સકતગ્રહની માફક કલ્પિત વ્યજનામાં નિયત અર્થની પ્રતીતિ કરાવનાર સંકોચક કારણ નથી.) આનો ગેયની માફક ઇત્યાદિ સાથે કોઈ સ્વાભાવિક સબધ પણ નથી કારણ કે બધા જ પ્રકારના (વ્યજક કે વાચક) શબ્દોથી તે અન્ય અર્થની પ્રતીતિ માની લેવામા આવશે.' (ક) વ્યંગ્યાથેની પ્રતીતિ ઔપાધિક છે તેથી અભિધાવ્યાપાર તેના દ્યોતનમાં નિષ્ફળ નીવડે છે :
વ્યગ્યાથેની પ્રતીતિમા મુખ્યાર્થબાધ આદિ હેતુપાચકનો અભાવ જણાય છે, તેથી ત્યા લક્ષણાવ્યાપારની શક્યતા નથી, તેમ માની કોઈ એવી દલીલ કરે, કે ત્યા અભિધાવ્યાપાર કારણરૂપ હોવો જોઈએ તેના પ્રત્યુત્તરરૂપે પ્રથકાર જણાવે છે કે
__ "नापि समयकृतः व्यञ्जकत्वस्यौपाधिकत्वाद् उपाधीनां चार्थप्रकरणादिसामग्रीरूपाणामानन्त्यादिनियतत्वाश्च प्रतिपदमिवशब्दानुशासनस्य समयस्य कर्तृमशक्यत्वात् ।'
અર્થાત્
“અને તે નિયત અર્થનો પ્રત્યાયક નિયમ (સકતગ્રહ)થી પણ થતું નથી, કારણ કે બજકત્વ ઉપાધિજનિત (conditional) હોય છે અને અર્થ, પ્રકરણ આદિ સામગ્રીરૂપે અનત હોવાથી અનિયત હોય છે. તેથી પ્રત્યેક પદે શબ્દાનુશાસનની માફક સકતગ્રહનો નિર્દેશ અશક્ય છે ' પ્રકારની દલીલ એવી છે કે અભિધા તો સકતગ્રહ પર આધારિત છે ભજનાનો શબ્દ સાથેનો સંબંધ ઉપાધિયુક્ત છે તે અર્થ, પ્રકરણ આદિ પર આધાર રાખીને અર્થાન્તરનુ ઘતન કરે છે. ધ્વનિવાદીઓએ તો સ્વીકારેલું જ છે કે વક્તા, બોદ્ધા, કાકુ, વાચ્યવૈશિસ્ત્ર, ચેણવૈશિષ્ટચ આદિ પર વ્યગ્ય અર્થ આધારિત હોય છે એનો અર્થ એ કે વ્યગ્યાર્થ આ બધા તત્ત્વો સાથે સાપેક્ષ (Relative) હોય છે અને તે બદલાતો રહે છે. અને આમ હોવાથી, વ્યગ્યા અનતરૂપે બની જવાનો સંભવ રહે છે. આથી વાચ્યાર્થ અને વ્યગ્યાર્થ વચ્ચે નિયત સંબધ સ્વીકારવો જોઈએ. આનદવર્ધનના મત અનુસાર, વક્તા, બોદ્ધા, કાક આદિ પર આધારિત વ્યગ્યાર્થ અનિયત થઈ જશે. વ્યગ્યાર્થીની અનિયતતાને કારણે અને સાપેક્ષતાને કારણે કેવળ સકતગ્રહ પર આધારિત અભિધાવ્યાપારથી તેની