________________
રસીલા કડીઆ, શીતલ શાહ 188
SAMBODHI મૂળનાયકોને વાઘા છે નિર્દેશિત કર્યા છે ) તથા ભોયરાને અલગ દેરાસર ગણવામાં આવ્યું નથી અને કવિએ ભોયરા, ઘર દેહરાસર અને દેરાસર એમ વર્ગીકરણ કરી દરેકની અલગ અલગ સંખ્યા જણાવી છે. આ સૌનો સરવાળો કરતા તે સમયે પાટણમાં કુલ ૯૫ દેરાસરો હતા કૃતિને અને તેમણે પોતાના ગચ્છ, ગુરુઓના અને પોતાના નામનો પરિચય આપ્યો છે સ૧૭૭૬માં તેઓએ પાટણમાં ચોમાસુ કર્યું હતું અને પ્રસ્તુત કૃતિ સ. ૧૭૭૭ માગશર વદ સાતમના રોજ શનિવારે વોરા તિલકના આગ્રહને લઈને રચાઈ હોવાનું જણાવ્યું છે
અઢારમા સૈકાની સ૦ ૧૭૨૯ની પાટણની ચૈત્યપરિપાટી અગાઉ પ્રસિદ્ધ થઈ હતી તેમા સ ૧૭૭૭ની પ્રસ્તુત કૃતિથી અઢારમા સૈકાના પાટણના દેરાસરોના ઇતિહાસ પર વધુ પ્રકાશ પડે છે
૨. સંઘરાજ કૃત પાટણની ચૈત્યપરિપાટી (સં. ૧૬૧૩) સ. ૧૫૭૬(ઈ. સ. ૧૫૨૦)મા મુનિ સિદ્ધિસૂરિએ પાટણની જે ચૈત્યપરિપાટી લખી હતી તેમાં માત્ર સ્થળ નામ તથા મૂળનાયકના નામ સાથેના જિનાલયો અને ક્યાક કેટલાક દેરાસરની વિશેષતા જણાવવામાં આવી છે બિલ સંખ્યા કે દેરાસરની સંખ્યા ક્યાય જણાવી નથી
એ પછી માત્ર ચાલીસ વર્ષો બાદ સઘરાજની પાટણની ચૈત્યપરિપાટી મળે છે જે એની ઝીણી ઝીણી વિગતોને કારણે અતિ મૂલ્યવાન બની રહે છે
પ્રસ્તુત કૃતિમાં પ્રાય મૂળ હસ્તપ્રતનો પાઠ યથાવત્ રાખ્યો છે શબ્દાને “ઉ” અને “ઓ' છે ત્યા પ્રાસને ધ્યાનમાં લઈ “ઉ” નુ “ઓ' કે ઓ' નું “ઉ” કરીને સુધાર્યું છે. ઘરદેરાસર માટે તે સમયે દહેરાસર શબ્દ પ્રચલિત હતો પરંતુ અહી દરેક ઠેકાણે દહેરાસુર શબ્દ આપ્યો છે. આથી અમે દહેરાસુર શબ્દ જ કાયમ રાખ્યો છે જ્યા પાઠ અશુદ્ધ લાગ્યો છે ત્યાં કૃતિને અને ઢાળ તથા કડી દર્શાવી અશુદ્ધ પાઠ સાથે શુદ્ધ પાઠ આપ્યો છે. વળી, કૃતિને અને કઠિન શબ્દોના અર્થ આપવામા આવ્યા છે, તેમાં શબ્દના અર્થ બાબતે જયા સદિગ્ધતા છે ત્યા અમારી ધારણા મુજબનો અર્થ મૂકી પછી ત્યાં પ્રશ્નાર્થ મૂકવામાં આવ્યો છે શબ્દનો અર્થ મળ્યો નથી ત્યાં માત્ર પ્રશ્નાર્થ મૂક્યો છે
પ્રતને આધારે તૈયાર કરેલી જિનાલયોની યાદીમાં દેહરા અને દહેરાસર અલગ તરી આવે તે માટે ઢાળ નબર દર્શાવીને દેહરાસરને ક્રમ આપ્યો છે પ્રતના લિપ્યતરમાં સ્થળનામ તથા મૂળનાયકના નામને કાળા બીબામાં છાપવામાં આવ્યા છે
ઢાળ પ્રમાણે કવિ નિર્દેશિત દેહરા, દહેરાસર તથા બિંબ સખ્યાનો સરવાળો આપવાની સાથે આપણી ગણતરી પ્રમાણે કેવો તફાવત નજરે પડે છે તે જણાવતો કૃતિમાં નિર્દેશિત સંખ્યા મુજબની ગણતરી કોઠો પણ આપવામાં આવ્યો છે ઢાળ - ૨માં આકણી પ્રમાણે શબ્દની એકરૂપતા જળવાઈ રહે તે માટે અર્થો લખાયેલ કે પદવ્યત્યય પામેલ શબ્દને સુધારીને બધે સ્થળે “જિન તુ' કર્યું છે અને તે ઢાળ નીચે તેની નોધ મૂકવામાં આવી છે