________________
હરિપ્રસાદ શાસ્ત્રી
વાત પણ પોકળ હતી ! કોઈ વાર આવાય અનુભવ થાય
એક દિવસ એક ભાઈ સસ્થામા મારી પાસે આવ્યા એમની પાસે એક શિલાલેખની શાહીછાપ હતી મને કહે, જુઓ તો, આ વચાય છે ? એમણે પોતાનો પરિચય અહીના ટેક્સટાઈલ મ્યુઝિયમના ક્યુરેટર તરીકે આપેલો મે લેખ વાચવા કોશિશ કરી કોઈ અક્ષર મૌર્યકાલીન બ્રાહ્મી લિપિય અક્ષર જેવા લાગે, પણ બીજા કોઈ અક્ષર બધ બેસે નહિ મે એ છાપ વારવાર ઉથલાવી જોઈ મને ખાતરી થઈ કે એ લેખ કોઈ વિદેશી લિપિમા કોતરાયો છે, ભારતની કોઈ લિપિમા નહિ મારી વિનંતીથી એ ભાઈ એ છાપ મને આપતા ગયા મે પરદેશમા તપાસ કરાવી, તો એ લેખ આરમેનિયન નામે વિદેશી લિપિમા નીકળ્યો. અમદાવાદની એક વલદા કબર પર કોતરેલો આ લેખ ટોચ ઉપર ખ્રિસ્તી ધર્મના પ્રતીક ક્રૉસનુ ચિહ્ન પણ ધરાવે છે મારી વિનંતીથી આ શિલાલેખ જર્મનીના પ્રો. રાયે સપાદિત કરી પ્રકાશિત કર્યો છે. આ લેખની છાપ મને આપનાર હતા શ્રી રમણલાલ ના મહેતા, જે આગળ જતા વડોદરામા સ્થાયી થયા ને મારા પરમ મિત્ર બન્યા
168
SAMBODHI
અભિલેખોમાથી ક્યારેક નવી માહિતી મળે છે. દા. ત. આબળાસમાથી મળેલા એક દાનશાસન પરથી સૈન્ધવ વશના રાજા પુષ્યણના પુત્ર અહિવમાં ૨ જાની માહિતી મળે છે મહાસામન્ત ચદ્રાદિત્યના હિળોલ દાનશાસન પરથી વલભીભગની મિતિ પર બધુ પ્રકાશ પડે છે ૧૧મી સદીમા મોડાસા વિષય(જિલ્લા)નુ વડ મથક હતુ ને ત્યા પરમાર રાજા ભોજદેવના સામત વત્સરાજ શાસન કરતો હતો. વડનગરમાથી મળેલા વિસ ૧૦૬૯ના દાનશાસન પરથી સોલકી રાજા દુર્લભરાજના મહા સામત કૃષ્ણરાજ વિશે તેમજ નાગક્કક(નાયકા) મડલ નામે વહીવટી વિભાગ વિશે જાણવા મળે છે. લાડોલના બે દાનશાસન સોલકી રાજા કર્ણદેવ ૧લાએ અને એમના પુત્ર (સિદ્ધારાજ) જયસિહદેવે સુમતિનાથની વસતિકાને ભૂમિદાન દીધાનુ જણાવે છે કુમારપાલના આ બન્ને પુરોગામીઓ પોતે પરમ માહેશ્વર હતા એ સદર્ભમા આ હકીકત રસપ્રદ ગણાય સોલકી રાજા જયતસિંહ (જયસિહ) જેનુ વિ. સ. ૧૨૮૦નુ તામ્રપત્ર મળેલુ તેનુ વિ. સ. ૧૨૭૪નુ તામ્રપત્ર મળતા આ રાજા જયસિહ રજાએ ભીમદેવ રજાના રાજ્યકાલ દરમ્યાન પાટણ વિસ્તારમા ૧૫ વર્ષ રાજ્ય કર્યાના મુદ્દાને સબળ સમર્થન મળે છે મુગલ કાલ દરમ્યાન અમદાવાદમા રઘુનાથદાસ સ ૧૭૭૯મા અમૃતવર્ષિણી વાવ બધાવી આ વાવ સારગપુર દરવાજા અને કાલુપુર દરવાજાની વચ્ચે આવી હતી એ બે દરવાજાઓની વચ્ચે પાચકુવા દરવાજો તો રેલવે થયા પછી સગવડ ખાતર આગળ જતા બધાયો અમદાવાદની મ્યુનિસિપાલિટીએ આ વાવ પુરાવી ત્યા સડક ક૨વાનુ વિચારેલુ, ત્યારે ઇતિહાસ-પુરાતત્ત્વના જાણકારોએ એને પાચકુવા દરવાજા કરતા વધુ પ્રાચીન વાવનુ મહત્ત્વ દર્શાવી એ વાવને સુરક્ષિત રાખવા સમજાવેલુ મ્યુનિસિપાલિટીએ શાણપણ દાખવી મરાઠાકાલીન વાવ અને બ્રિટીશકાલીન દરવાજો બને રહેવા દીધા
અમદાવાદમા રહેતા સહુને ત્રણ દરવાજા સુપરિચિત છે એમા એક ગોખલામા એક મહત્ત્વનો શિલાલેખ છે એ તરફ ભાગ્યે જ કોઈ ધ્યાન આપે છે. વિ સ ૧૮૬૮મા વડોદરાથી ફત્તેસિહરાવ ગાયકવાડની સવારી અમદાવાદ આવી, ત્યારે આ નગરના આગેવાનોએ પિતાની