________________
ગાથા-૧૪
૧૫ કહે), મારો દીકરો છે. કહે, ભાષા એમ બોલે. “શ્રીમદ્દ એમ બોલતા, “અમારો, અમારો કોટ લાવો, અમારું આ લાવો. અમારો એમ. મારો નથી. કોઈ પૂછતા કે, તમે અમારો, અમારો, એકલા છો ને અમારો કેમ બોલો છો? મારો, એમ કહો ને. તમે એકલા છો, તમે ઝાઝા માણસો નથી તે અમારો, અમારો કરો છો. અમારો કોટ એટલે કોટ અમારો નથી. અમારું કપડું નથી, અમારું ઘર નથી તેથી અમારું એમ કહીએ છીએ. મારા નથી, બાપુ ! મારું જે છે એ મારી પાસે છે એ મારાથી જુદું નથી. આહાહા...! આ કાંઈ નાતો નથી.
કર્મના ઉદયના નિમિત્તથી તેનો અને મારો સંયોગ-વિયોગ છે. કર્મના નિમિત્તને લઈને સંયોગ અને નિમિત્તનો વિયોગ થઈ જાય છે. બાકી મારે કાંઈ સંબંધ છે નહિ. વિશેષ કહેશે.
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
પ્રવચન નં. ૨૭૦ ગાથા–૧૯૭, ૧૯૪ મંગળવાર, અષાઢ વદ ૧, તા. ૧૦૭-૧૯૭૯
આજે શ્રાવણ વદ એકમ (છે). શ્રાવણ વદ એકમ એટલે લૌકિક રીતે સિદ્ધાંતને હિસાબે શ્રાવણ વદ એકમ છે. શ્રાવણનું પહેલું પખવાડીયું ગયું. ભગવાનને વૈશાખ સુદ એકમે કેવળજ્ઞાન થયું પણ જે સમયે પર્યાય નીકળવાની હોય તે સમયે નીકળે ને! નિમિત્તથી એમ કહેવાય કે ગણધર નહોતા. ગૌતમ ગણધર નહોતા એમ નિમિત્તથી કહેવાય. બાકી વાણીની પર્યાય તે કાળે પરમાણુમાંથી ભાષાની પર્યાય થવાનો કાળ હોય તે સ્વકાળે તે ભાષાપર્યાય થાય. એમાં આત્મા એનો કર્તા નથી. ભગવાનની દિવ્યધ્વનિનો આજે દિવસ છે.
બીજી વાત કે આજે ગૌતમસ્વામી’ ગણધરપદને પામ્યા. દિવ્યધ્વનિ સાંભળી, પહેલાથી જ મુનિપણું મળ્યું. ઈ તો સાંભળ્યું. આજે ગણધરપદ એમને મળ્યું એ દિવસ છે. ચાર જ્ઞાનની પ્રાપ્તિ થઈ એ આજે દિવસ છે અને બાર અંગની રચના થઈ એ આ દિવસ છે. શાસ્ત્રની બાર અંગની રચના થઈ. એ આજનો દિવસ છે.
આપણે અહીં નિર્જરા અધિકાર’ ચાલે છે. આહા.! ભગવાનની જ્યારે દિવ્યધ્વનિ થઈ, કેટલાક જીવો આત્મજ્ઞાન પામ્યા. એ પણ આ જ દિવસ છે. કેમકે બધું મૂકીને એક પ્રભુ, ચૈતન્યગોળો અનાદિઅનંત નિત્યાનંદ એવો જે આત્મા, એની જેણે અંતરની રુચિ કરી, અંતરના અતીન્દ્રિય આનંદ જે બેહદ સ્વભાવ (છે), અચિંત્ય સ્વભાવ અને બેહદ સ્વભાવ (છે), એવા આનંદનો અનુભવ આવ્યો એને સમકિત કહેવામાં આવે છે. આહા...! જેના સ્વાદ આગળ એ અહીં ચાલે છે, જુઓ!