________________
ગાથા ૧૯૩
૧૩
સદ્દભાવથી...” મિથ્યાદૃષ્ટિને. તેથી આમાં એમ કહ્યું કે “રાગાદિભાવોના અભાવથી...” એની સામે વાત લીધી. આહાહા! મિથ્યાષ્ટિને પરનો પ્રેમ છે, સુખબુદ્ધિ છે, કોઈપણ નાનામોટા સંયોગમાં કે નાના-મોટા રાગાદિમાં એનું વીર્ય ત્યાં ઉલ્લસિત થઈ જાય છે, ત્યાં આનંદમાં આવી જાય છે. સુખી છું, મને અનુકૂળતા છે, એમ આવી જાય છે એ મિથ્યાદૃષ્ટિ છે. આહાહા..! છોકરાઓ ચાર-છ, આઠ-આઠ, બાર-બાર હોય અને પાંચ-પાંચ લાખ રળતા હોય. આહાહા...! અને બે-બે વરસે છોકરો થયો હોય, લ્યો ! ચોવીસ વરસ અને અહીં વીસ વરસની ઉંમરે લગ્ન થયા હોય) ચુમ્માલીસ વરસ હોય ત્યાં બાર તો છોકરા હોય અને રળતો હોય અને પેદા કરતા હોય. હેં? છે ને બારભાયા, અહીં ‘વિંછીયામાં? આહાહા..!
મુમુક્ષુ :- બાર ભાઈઓની શેરી છે ને !
ઉત્તર :- છે ને, બાર ભાઈઓ છે, સ્થાનકવાસી છે. એનો અગ્રેસર, બિચારાને અહીંનો પ્રેમ છે. મકાન જુદા છે. આપણા આ ભાઈ નહિ? કેવા? વિંછીયાવાળા પ્રેમચંદભાઈ ! “પ્રેમચંદભાઈના મકાનની પાસે એના મકાન છે, મોટા મેડીબંધ. પણ વિરોધ ન કરે. અગ્રેસર છે. આ વસ્તુ સાંભળવા મળે નહિ, ભિન્નતા કેમ છે, કઈ રીતે છે એ વાત અંતરમાં બેસે નહિ ત્યાં સુધી બહારથી આ દયા પાળીએ ને વ્રત કરીએ ને અપવાસ કરીએ, એમાં સંવર અને નિર્જરા માને. દયા ને વ્રત એ સંવર, તપસ્યા એ નિર્જરા. આ..હા...!
અહીંયાં તો જે જ્ઞાનીનો ભોગ છે તે “રાગાદિભાવોના અભાવથી. અહીં તો બિલકુલ રાગભાવનો અભાવ ગણ્યો. રાગનો રાગ નથી ને રાગનો પ્રેમ નથી, રાગમાં સુખબુદ્ધિ ઊડી ગઈ છે. એથી “રાગાદિભાવોના અભાવથી...” એ અપેક્ષાએ (કહ્યું છે). બાકી જેટલો રાગ છે એટલો બંધ છે. દસમા ગુણસ્થાન સુધી રાગનો અંશ છે, રાગ આવે છે, હોય છે. નિર્જરાનું નિમિત્ત જ થાય છે. કથંચિત્ નિર્જરા અને કથંચિત્ બંધ છે, એમ નહિ. આહાહા! કઈ અપેક્ષા કહે છે?
રાગાદિભાવોના અભાવથી સમ્યગ્દષ્ટિને નિર્જરાનું નિમિત્ત જ થાય છે. “સમયસાર નાટકમાં એ લીધું છે, જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે, એમ આમાંથી લીધું છે. ભોગનો અર્થ અંદર જરી રાગ આવે છે, પણ એમાં સુખબુદ્ધિ નથી, ઝેર છે, ઝેરના પ્યાલા પીઉં છું, એમ એને લાગે. આ.હા...! ઝેરના પ્યાલા છે. નિર્વિકલ્પ આનંદરસ આગળ એ શુભરાગનો કણ પણ ઝેરના... આહાહા...! એ ઝેરના ઘૂંટડા છે. આહાહા...! એને રાગમાં રસ કેમ હોય? રાગાદિભાવોના અભાવથી સમ્યગ્દષ્ટિને નિર્જરાનું નિમિત્ત જ થાય છે. એકાંત નિર્જરાનું નિમિત્ત છે એમ કહે છે. જરીયે બંધ નહિ. કઈ અપેક્ષાએ વાત છે? દૃષ્ટિનું જોર છે અને દૃષ્ટિમાં એકલો ભગવાન તરવરે છે. પૂર્ણાનંદનો નાથ જ્યાં આદરમાં આવ્યો. આહાહા.! અનંત અનંત આનંદનું દળ, શાંતિનો સાગર, ઉપશમરસનો દરિયો ભર્યો છે. ઉપશમરસ, શાંતરસ, અકષાયરસ! આહાહા...! એવા સ્વભાવથી પૂર્ણ ભર્યો છે, પ્રભુ ! એના જ્યાં અંદરમાં