________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૧૩
स्वस्यानात्मज्ञतया परेषामात्मज्ञानामनुपासनाच्च न कदाचिदपि श्रुतपूर्वं , न कदाचिदपि परिचितपूर्वं, न कदाचिदप्यनुभूतपूर्वं च निर्मलविवेकालोकविविक्तं केवलमेकत्वम्। अत एकत्वस्य न सुलभत्वम्।
अत एवैतदुपदर्श्यते
तं एयत्तविहत्तं दाएहं अप्पणो सविहवेण। जदि दाएज्ज पमाणं चुक्केज्ज छलं ण घेत्तव्यं ।। ५ ।।
तमेकत्वविभक्तं दर्शयेऽहमात्मनः स्वविभवेन। यदि दर्शयेयं प्रमाणं स्खलेयं छलं न गृहीतव्यम्।।५।।
આત્માને નહિ જાણતો હોવાથી) અને બીજા આત્માને જાણનારાઓની સંગતિ-સેવા નહિ કરી હોવાથી, નથી પૂર્વે કદી સાંભળવામાં આવ્યું, નથી પૂર્વે કદી પરિચયમાં આવ્યું અને નથી પૂર્વે કદી અનુભવમાં આવ્યું. તેથી ભિન્ન આત્માનું એકપણું સુલભ નથી.
ભાવાર્થ:- આ લોકમાં સર્વ જીવો સંસારરૂપી ચક્ર પર ચડી પાંચ પરાવર્તનરૂપ ભ્રમણ કરે છે. ત્યાં તેમને મોહકર્મના ઉદયરૂપ પિશાચ ધસરે જોડે છે, તેથી તેઓ વિષયોની તૃષ્ણારૂપ દાહથી પીડિત થાય છે અને તે દાહનો ઈલાજ ઇન્દ્રિયોના રૂપાદિ વિષયોને જાણીને તે પર દોડે છે; તથા પરસ્પર પણ વિષયોનો જ ઉપદેશ કરે છે. એ રીતે કામ ( વિષયોની ઈચ્છા) તથા ભોગ (તેમને ભોગવવું) –એ બેની કથા તો અનંત વાર સાંભળી, પરિચયમાં લીધી અને અનુભવી તેથી સુલભ છે. પણ સર્વ પરદ્રવ્યોથી ભિન્ન એક ચૈતન્યચમત્કારસ્વરૂપ પોતાના આત્માની કથાનુ જ્ઞાન પોતાને તો પોતાથી કદી થયું નહિ, અને જેમને તે જ્ઞાન થયું હતું તેમની સેવા કદી કરી નહિ; તેથી તેની કથા (વાત ) ન કદી સાંભળી, ન તેનો પરિચય કર્યો કે ન તેનો અનુભવ થયો. માટે તેની પ્રાપ્તિ સુલભ નથી, દુર્લભ છે.
હવે આચાર્ય કહે છે કે, તેથી જ જીવોને તે ભિન્ન આત્માનું એકત્વ અમે દર્શાવીએ છીએ:
દર્શાવું એક વિભક્ત એ, આત્મા તણા નિજ વિભવથી; દર્શાવું તો કરજો પ્રમાણ, ન દોષ ગ્રહ ખલના યદિ. ૫.
ગાથાર્થ:- [ તમ] તે [ wwત્વવિમ9] એકત્વવિભક્ત આત્માને [૬] હું [ કાત્મનઃ ] આત્માના [ સ્વવિમવેન] નિજ વૈભવ વડે [૨] દેખાડું છું; [ ટિ] જો હું [ વર્શયમં] દેખાડું તો [પ્રમાળ] પ્રમાણ (સ્વીકાર) કરવું અને [] જો કોઈ ઠેકાણે ચૂકી જાઉં તો [ નં] છળ [7] ન [ ગૃહીતવ્ય] ગ્રહણ કરવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com