________________
૧૩૪
સમાધિ-સે પાન છે. ત્રણ મૂઢતા, આઠ મદ, છ અનાયતન અને શંકા આદિ આઠ દોષો એ સત્યાર્થ શ્રદ્ધા કે સમ્યક્રદર્શનને મલિન કરનાર પચીસ દોષે છે તેને દૂરથી જ ત્યાગ કરે.
(૨) ભગવાને આગમમાં ચાર પ્રકારના વિનય કહ્યા છે –(૧) જ્ઞાન વિનય, (૨) દર્શન વિનય, (૩) ચારિત્ર વિનય, (૪). ઉપચાર વિનય. એ ચાર વિનયને જિન ધર્મનું મૂળ ભગવાને કહ્યું છે. એ ચાર પ્રકારને વિનય જ્યાં નથી ત્યાં ભગવાને કહેલા ધર્મની પ્રવૃત્તિ જ નથી સંભવતી. તેથી જિનશાસનના મૂળ વિનયરૂપ જ રહેવું યેગ્ય છે.
(૩) અતિચાર રહિત (નિર્દોષ) શીલ પાળે. શીલને મલિન ન થવા દેવારૂપ ઉજવળ શીલ મેક્ષમાર્ગમાં અત્યંત સહાયકારી છે. જે ઉજજવળ શીલ પાળે છે તેને ઇદ્રિના વિષય, કષાય, પરિગ્રહ આદિ મેક્ષમાર્ગમાં વિદ્ધ કરતાં નથી.
(૪) આ દુર્લભ મનુષ્ય ભવમાં દરેક ક્ષણે જ્ઞાન ઉપગરૂપ જ રહો, સમ્યકજ્ઞાન વિના એક ક્ષણ પણ વહી જવા ન દો. જે સંકલ્પ-વિકલ્પો સંસારમાં ડુબાડનાર છે તેને દૂરથી જ ત્યાગ કરે.
(૫) ધર્માનુરાગ સહિત સંસાર, શરીર અને ભેગ પ્રત્યે વૈરાગ્યરૂપ સંવેગ ભાવના મનમાં ચિંતવન કરતા રહે તેથી સર્વ વિષયેમાં અનુરાગને અભાવ થઈને ધર્મમાં અને ધર્મના ફળમાં અનુરાગરૂપ પ્રવર્તન દ્રઢ થાય છે.