Book Title: Samadhi Sopan
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 544
________________ ૧૩૯ અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણપણે થયા છતાં તે સામર્થ્યના અનુભવથી આત્મશક્તિ થાકે કે તેનું સામર્થ્ય ઝીલી ન શકે, વહન ન કરી શકે અથવા તે સામર્થ્યને કોઈ પણ પ્રકારના દેશકાળની અસર થઈ કિંચિત માત્ર પણ ન્યૂનાધિકપણું કરાવે એવું કશું રહ્યું જ નહીં, તે સ્વભાવમાં રહેવાનું સંપૂર્ણ સામર્થ્ય ત્રિકાળ સંપૂર્ણ બળસહિત રહેવાનું છે, તે અનંતવીર્યલબ્ધિ કહેવા ગ્ય છે. ક્ષાયિકભાવની દષ્ટિથી જોતાં ઉપર કહ્યા પ્રમાણે તે લબ્ધિને પરમપુરુષને ઉપગ છે. વળી એ પાંચ લબ્ધિ હેતુવિશેષથી સમજાવા અર્થે જુદી પાડી છે, નહીં તે અનંતવીર્યલબ્ધિમાં પણ તે પાચેને સમાવેશ થઈ શકે છે. આત્મા સંપૂર્ણ વીર્યને સંપ્રાપ્ત થવાથી એ પાંચે લબ્ધિને ઉપગ પુદ્ગલ દ્રવ્યરૂપે કરે છે તેવું સામર્થ્ય તેમાં વર્તે છે, તથાપિ કૃતકૃત્ય એવા પરમ પુરુષમાં સંપૂર્ણ વીતરાગસ્વભાવ હેવાથી તે ઉપગને તેથી સંભવ નથી; અને ઉપદેશાદિના દાનરૂપે જે તે કૃતકૃત્ય પરમપુરુષની પ્રવૃત્તિ છે તે ગાશ્રિત પૂર્વબંધના ઉદયમાનપણથી છે, આત્માના સ્વભાવના કિંચિત્ પણ વિકૃત ભાવથી નથી. એ પ્રમાણે સંક્ષેપમાં ઉત્તર જાણશે. નિવૃત્તિવાળે અવસર સંપ્રાપ્ત કરી અધિક અધિક મનન કરવાથી વિશેષ સમાધાન અને નિર્જરા સંપ્રાપ્ત થશે. સઉલાસ ચિત્તથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરતાં અનંત કર્મને ક્ષય થાય છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ

Loading...

Page Navigation
1 ... 542 543 544 545 546 547 548 549 550