Book Title: Samadhi Sopan
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 542
________________ ૧૩૭ થઈ, દેહાદિથી ભિન્ન અને સ્વરૂપમર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામધારા છે તેને આત્યંતિક વિયેગ કરવાને સન્માર્ગ ગ્રહણ કરી, પરમ શુદ્ધ ચૈતન્યસ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કમેગથી સકલંક પરિણામ દર્શાવે છે તેથી ઉપરામ થઈ, જેમ ઉપશમિત થવાય, તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યેગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે._ તે સન્માર્ગને ગષતા, પ્રતીત કરવા ઈચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઇચ્છતા એવા આત્માથી જનને પરમ વીતરાગસ્વરૂપ દેવ, સ્વરૂપનૈષ્ઠિક નિઃસ્પૃહ નિગ્રંથરૂપ ગુરુ, પરમ દયામૂળ ધર્મવ્યવહાર અને પરમશાંતરસરહસ્યવાક્યમય સશાસ્ત્ર, સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી પરમ ભક્તિ વડે ઉપાસવા ગ્ય છે; જે આત્માના કલ્યાણનાં પરમ કારણે છે. भीसण नरयगईए, तिरियगईए कुदेवमणुयगईए । पत्तोसि तिव्व दुःखं, भावहि जिणभावणा जीव ॥ ભયંકર નરકગતિમાં, તિર્યંચગતિમાં અને માઠી દેવ તથા મનુષ્ય ગતિમાં હે જીવ! તું તીવ્ર દુઃખને પાયે, માટે હવે તે જિનભાવના (જિન ભગવાન જે પરમશાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમશાંતસ્વરૂપ ચિંતવના) ભાવ-ચિંતવ (કે જેથી તેવાં અનંત દુઃખને આત્યંતિક વિયેગ થઈ પરમ અવ્યાબાધ સુખસંપત્તિ સંપ્રાપ્ત થાય). શાંતિઃ શાંતિઃ શાંતિઃ

Loading...

Page Navigation
1 ... 540 541 542 543 544 545 546 547 548 549 550