Book Title: Samadhi Sopan
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 541
________________ ૧૩૬ જીવે ભાગવી છે, અને જો હજી તેનાં કારણેાના નાશ કરવામાં ન આવે તે ભોગવવી પડે એ સુનિશ્ચિત છે, એમ જાણી વિચારવાન ઉત્તમ પુરુષ તે અંતરદાહરૂપ શાતા અને ખાહ્વાયંતર સંક્લેશઅગ્નિરૂપે પ્રજ્વલિત એવી અશાતાના આત્યંતિક વિયેાગ કરવાના માર્ગ ગવેષવા તત્પર થયા, અને તે સન્માર્ગ ગવેષી, પ્રતીત કરી, તેને યથાયાગ્યપણે આરાધી, અવ્યાબાધ સુખસ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમપદમાં લીન થયા. શાતા-અશાતાના ઉદ્ભય કે અનુભવ પ્રાપ્ત થવાનાં મૂળ કારણેાને ગવેષતા એવા તે મહત્ પુરુષોને એવી વિલક્ષણ સાનંદાશ્ચર્યક વૃત્તિ ઉદ્ભવતી કે શાતા કરતાં અશાતાના ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતું, ઉલ્લાસ પામતું, અને તે સમય કલ્યાણકારી અધિકપણે સમજાતા. કેટલાક કારણવિશેષને યોગે વ્યવહારદૃષ્ટિથી ગ્રહણ કરવા ચેાગ્ય ઔષધાદિ આત્મમર્યાદામાં રહી ગ્રહણ કરતા, પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધરૂપે ઉપાસતા. ઉપયોગ લક્ષણે સનાતનસ્ફુરિત એવા આત્માને દેહથી, તૈજસ અને કાર્યણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની ષ્ટિ સાધ્ય કરી, તે ચૈતન્યાત્મકસ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળા હેાવાથી અબંધદશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા-અશાતારૂપે અનુભવ વેદ્યા વિના રહેવાના નથી એમ નિશ્ચય કરી, જે શુભાશુભ પિરણામધારાની પિરણિત વડે તે શાતા-અશાતાના સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન

Loading...

Page Navigation
1 ... 539 540 541 542 543 544 545 546 547 548 549 550