Book Title: Samadhi Sopan
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 545
________________ ૧૪૦ (૨૭) વવાણિયા, વૈશાખ વદ ૦)), ૧૫૬ યથાર્થ જોઈએ તે શરીર એ જ વેદનાની મૂર્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારાએ વેદના જ વેદે છે. કવચિત્ શાતા અને પ્રાયે અશાતા જ વેદે છે. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ સમ્યગ્દષ્ટિવાનને જણાય છે. શારીરિક અશાતાનું મુખ્યપણું સ્થૂળદષ્ટિવાનને પણ જણાય છે. જે વેદના પૂર્વે સુદઢ બંધથી જીવે બંધન કરી છે, તે વેદના ઉદયસંપ્રાપ્ત થતાં ઇંદ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ રિકવાને સમર્થ નથી. તેને ઉદય જીવે વેદ જ જોઈએ. અજ્ઞાનદષ્ટિ જીવે ખેદથી વેદે તે પણ કંઈ તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી. સત્યરષ્ટિવાન છો શાંતભાવે વેદે તે તેથી તે વેદના વધી જતી નથી, પણ નવીન બંધને હેતુ થતી નથી. પૂર્વની બળવાન નિર્જરા થાય છે. આત્માથીને એ જ કર્તવ્ય છે. હ શરીર નથી, પણ તેથી ભિન્ન એ જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વકર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી, માટે મારે ખેદ કર્તવ્ય જ નથી એમ આત્માથીનું અનુપ્રેક્ષણ હેય છે.

Loading...

Page Navigation
1 ... 543 544 545 546 547 548 549 550