Book Title: Samadhi Sopan
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 519
________________ ૧૧૪ પહેલું સમક્તિ બીજા સમકિતનું કારણ છે. બીજું સમકિત ત્રીજા સમકિતનું કારણ છે. ત્રણે સમકિત વીતરાગ પુરુષે માન્ય કર્યા છે. ત્રણે સમકિત ઉપાસવા ગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે; ભક્તિ કરવા ગ્ય છે. કેવળજ્ઞાન ઊપજવાના છેલ્લા સમય સુધી સત્પરુષનાં વચનનું અવલંબન વીતરાગે કહ્યું છે. અર્થાત્ બારમા ક્ષીણમેહગુણસ્થાનક પર્યત શ્રુતજ્ઞાનથી આત્માના અનુભવને નિર્મળ કરતાં કરતાં તે નિર્મળતા સંપૂર્ણતા પામ્યું “કેવળજ્ઞાન” ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થવાના પ્રથમ સમય સુધી સત્પરુષે ઉપદેશેલ માર્ગ આધારભૂત છે; એમ કહ્યું છે તે નિઃસંદેહ સત્ય છે. (૭૭૧) વવાણિયા, ચૈત્ર સુદ ૫, ૧૯૫૩ તે ત્રણે સમકિતમાંથી ગમે તે સમક્તિ પામ્યાથી જીવ વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ પામે. જઘન્ય તે ભવે પણ મેક્ષ થાય; અને જે તે સમકિત વમે, તે વધારેમાં વધારે અર્ધ પુદ્ગલ-પરાવર્તનકાળ સુધી સંસાર પરિભ્રમણ કરીને પણ મોક્ષ પામે. સમતિ પામ્યા પછી વધારેમાં વધારે અર્ધ પુદ્ગલપરાવર્તન સંસાર હોય. ક્ષેપશમ સમક્તિ અથવા ઉપશમ સમકિત હય, તે તે જીવ રમી શકે; પણ ક્ષાયિક સમકિત હોય તે તે માય નહીં; ક્ષાયિક સમકિતી જીવ તે જ ભવે મોક્ષ પામે, વધારે ભવ કરે તે ત્રણ ભવ કરે, અને કેઈ એક જીવની અપેક્ષાએ

Loading...

Page Navigation
1 ... 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550