Book Title: Samadhi Sopan
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 536
________________ ૧૩૧ કરી તે જ વૃત્તિનું બળ રાખવું, અને મંદ વૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષની દશાનું સ્મરણ કરવું, તે અદ્ભુત ચરિત્ર પર દૃષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારકારક તથા કલ્યાણ સ્વરૂપ છે. નિવિકલ્પ. (૮૫૬) ૮૯ ઈડર, માર્ગ0 વદ ૪, શનિ, ૧૯૫૫ છે નમઃ જિજ્ઞાસાબળ, વિચારબળ, વૈરાગ્યબળ, ધ્યાનબળ અને જ્ઞાનબળા વર્ધમાન થવાને અર્થે આત્માથી જીવને તથારૂપ જ્ઞાની પુરુષને સમાગમ વિશેષ કરી ઉપાસવા યોગ્ય છે. તેમાં પણ વર્તમાનકાળના જીવોને તે બળની દઢ છાપ પડી જવાને અર્થે ઘણું અંતરાયે જોવામાં આવે છે, જેથી તથારૂપ શુદ્ધ જિજ્ઞાસુવૃત્તિએ દીર્ધકાળ પર્યત સત્સમાગમ ઉપાસવાની આવશ્યકતા રહે છે. સત્સમાગમના અભાવે વીતરાગધ્રુત, પરમશાંતરસપ્રતિપાદક વીતરાગવચનની અનુપ્રેક્ષા વારંવાર કર્તવ્ય છે. ચિત્તસ્થર્ય માટે તે પરમ ઔષધ છે. (૮૬૬) શ્રી વવાણિયા, ચૈત્ર સુદ ૫, ૧૯૫૫ દ્રવ્યાનુગ પરમ ગંભીર અને સૂક્ષમ છે, નિર્ચોથ પ્રવચનનું રહસ્ય છે, શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે. શુક્લ ધ્યાનથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયેગની પ્રાપ્તિ થાય છે.

Loading...

Page Navigation
1 ... 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550