Book Title: Samadhi Sopan
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 535
________________ ૧૩૦ (૮૪૩) વસો, પ્રથમ આસો સુદ ૬, બુધ, ૧૯૫૪ શ્રીમત વીતરાગ ભગવતેએ નિશ્ચિતાર્થ કરેલે એ અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્દભુત, સર્વ દુઃખને નિ:સંશય આત્યંતિક ક્ષય કરનાર, પરમ અમૃત સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તે, ત્રિકાળ જયવંત વર્તે. તે શ્રીમત અનંતચતુષ્ટયસ્થિત ભગવતને અને તે જયવંત ધર્મને આશ્રય સદૈવ કર્તવ્ય છે. જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્ય પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવાં અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી. ચિત્તમાં દેહાદિ ભયને વિક્ષેપ પણ કરે એગ્ય નથી. દેહાદિ સંબંધી જે પુરુષો હર્ષવિષાદ કરતા નથી તે પુરુષે પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજે. એ જ દષ્ટિ કર્તવ્ય છે. હું ધર્મ પામ્યું નથી, ધર્મ કેમ પામીશ? એ આદિ ખેદ નહીં કરતાં વીતરાગ પુરુષને ધર્મ જે દેહાદિ સંબંધીથી હર્ષવિષાદવૃત્તિ દૂર કરી આત્મા અસંગ-શુદ્ધચૈતન્યસ્વરૂપ છે, એવી વૃત્તિને નિશ્ચય અને આશ્રય ગ્રહણ

Loading...

Page Navigation
1 ... 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550