Book Title: Samadhi Sopan
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 524
________________ ૧૧૯ . કેઈને અર્થે વિકલ્પ નહીં આણતાં અસંગપણું જ રાખશે. જેમ જેમ સપુરુષનાં વચન તેમને પ્રતીતિમાં આવશે, જેમ જેમ આજ્ઞાથી અસ્થિમિંજા રંગાશે, તેમ તેમ તે તે જીવ આત્મકલ્યાણને સુગમપણે પામશે, એમ નિ:સંદેહતા છે. ખરા અંતઃકરણે વિશેષ સત્સમાગમના આશ્રયથી જીવને ઉત્કૃષ્ટ દશા પણ ઘણા થોડા વખતમાં પ્રાપ્ત થાય છે. વ્યવહાર અથવા પરમાર્થ સંબંધી કોઈ પણ જીવ વિષેની વૃત્તિ હોય તે ઉપશાંત કરી કેવળ અસંગ ઉપગે અથવા પરમપુરુષની ઉપર કહી છે તે દશાના અવલંબને આત્મસ્થિતિ કરવી એમ વિજ્ઞાપના છે, કેમ કે બીજે કઈ પણ વિકલ્પ રાખવા જેવું નથી. જે કોઈ સાચા અંતઃકરણે સપુરુષનાં વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે એમાં કંઈ સંશય નથી, અને શરીરનિર્વાહાદિ વ્યવહાર સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે પ્રાપ્ત થવા ગ્ય છે, એટલે તે વિષે પણ કંઈ વિકલ્પ રાખવા ગ્ય નથી. જે વિકલ્પ તમે ઘણું કરીને શમાવ્યો છે, તે પણ નિશ્ચયના બળવાનપણાને અર્થે દર્શાવ્યું છે. સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગદશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે. આત્મા શુદ્ધ ચૈતન્ય, જન્મજરામરણરહિત અસંગ સ્વરૂપ છે; એમાં સર્વ જ્ઞાન સમાય છે, તેની પ્રતીતિમાં સર્વ સમ્યકદર્શન સમાય છે; આત્માને અસંગસ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યકચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગદશા છે.

Loading...

Page Navigation
1 ... 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550