Book Title: Rushimandal Vrutti Uttararddh
Author(s): Shubhvardhansuri, Harishankar Kalidas Shastri
Publisher: Jain Vidyashala

View full book text
Previous | Next

Page 5
________________ છે. જન સાહિત્યકારોએ સાહિત્યના કેઈપણ વિભાગને પડતું મૂક્યું નથી. વ્યાકરણ ન્યાય, ચમ્પ, સાહિત્ય, ગણિત, ઈતિહાસ, ભેગોલિક વિષય, જ્યોતિષ, વૈદક વિગેરે વિગેરે વિષયોના જૈન ગ્રંથ એટલા બધા રચાયા છે કે હેની તુલના અન્ય સમાજના સાહિત્ય સાથે કરવામાં આવે તે અવશ્ય સમાન કે ટિમાં તે ઠીક પરંતુ ઉત્તમ કોટમાં આવી શકે. કહેવાય છે કે, જેન સાહિત્ય અનેક આઘાતમાંથી પસાર થઈ ચુસ્યું છે. પહેલાં કેટલાક વિદ્વેષી જૈનેતર રાજાઓએ, પોતાની ધર્માધતાને વશ થઈ, એને, બાળી પણ મૂકયું હતું. કેટલાક ગ્રંથો ચોરાઈ પણ ગયા છે. વળી કેટલાક સાહિત્યની કિંમત ન સમજનાર મનુષ્યએ એ ગ્રંથે પરદેશીઓને વેચી દીધા છે, અને વધુમાં કેટલેક ઠેકાણે ઉધઈના કીડાઓથી પણ કેટલાક ગ્રંથો ખવાઈને મરણને શરણ થયા છે. આ બધા આઘાતમાંથી પસાર થતાં થતાં પણ આપણુ પાસે એટલું બધું સાહિત્ય બચ્યું છે કે, હેને માટે એ સાહિત્યકારોના વારસદારો (જેને) ગૌરવથી શીર ઉંચકી શકે છે. જૈન સાહિત્યના અવાંતર અનેક વિભાગ પાડવામાં આવ્યા છે. જેમ કે, ગણિ. તાનુગ, વિધિવાદાનુગ, કથાનુગ વિગેરે. ગણિતાનુગમાં પૃથ્વી, આકાશ, જીવ, અજીવ આદિની ગણત્રીની સંપૂર્ણ માહીતી આપવામાં આવી છે; વિધિવાદાનુએગમાં જન મુનિએ તથા જેન ગૃહસ્થ કેવા કેવા આચારેનું પાલન કરવું જોઈએ હેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. અને કથાનુયોગમાં વિધિવાદાનુગનાં પુસ્તકમાં વર્ણવેલા આચારે, એ મહાત્માઓએ કેવી રીતે પાલન કરી, પિતાનું આત્મશ્રેય સાધ્યું તે સ્કુટ રીતે દર્શાવવામાં આવ્યું છે. આ ઋષિમંડલવૃત્તિ પણ કથાનુયોગમાં જતું પુસ્તક છે. અસલ જે ચાર અનુગ કહેવાય છે તે આ છે – ૧ દ્રવ્યાનુયેગ, ૨ ગણિતાનુગ. ૩ ચરણ કરણનુગ ને ૪ કથાનુગ. આજે આપણે ઘણે સ્થળેથી સાંભળીએ છીએ કે આપણું ઉગતા યુવાને યુવાવરથામાં પ્રવિષ્ટ થતાં પહેલાંથી બદચાલના બની જાય છે, હેનું કારણ, હેમને આપવામાં આવતું કુત્સિત વાંચન છે. આજ કાલ લોકેમાં વાર્તાને શેખ વધતે જાય છે અને બિભત્સ શબ્દ તથા ભાવાવાળી વેલાને પ્રચાર વધતો જાય છે. એવા સમયે આવાં કથાનકે પ્રકાશમાં લાવવાથી વિશેષ લાભ થવાની સંભાવના છે. વાંચન એ એક પ્રકારનો ખોરાક છે. જહેમ શરીરને આહારની આવશ્યકતા અનિવાર્ય છે તેમ માનસિક પરિશ્રમ પછી વાંચનની આવશ્યકતા અનિવાર્ય છે. શરીરમાં મેલે અસ્વચ્છ આહાર જાય તે તે શરીરને બગાડે છે. તેવી જ રીતે મનના ખોરાક રૂપ વાંચન જે મેલું હોય તે તે મનની નિર્મળતામાં વિઘાતક નીવડે છે. ( જેનોને કથાનુગ વિભાગ સર્વોત્કૃષ્ટ ગણાય છે. આનું કારણ એ છે કે એની કોઈપણ કથા યા ચરિત્ર એવું નથી કે જેથી વાંચકના હદય ઉપર ખરાબ અસર કરે. ઉપરાન્ત વિશેષતા એ છે કે, એ સાહિત્ય કથાના બહાને ધર્મને ઉપદેશ આપી રહ્યું છે. વાંચકની ધર્મશ્રદ્ધાને તે સચોટ કરે છે. આથી આ ગ્રંથ આજની પરિક

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 404