Book Title: Rushimandal Vrutti Uttararddh
Author(s): Shubhvardhansuri, Harishankar Kalidas Shastri
Publisher: Jain Vidyashala

View full book text
Previous | Next

Page 4
________________ આ પ્રસ્તાવના. આજથી લગભગ ૨૪ વર્ષ પૂર્વે શ્રી રષિમંડળવૃત્તિના પૂર્વાર્ધનું ભાષાંતર કરાવી અહે પ્રકાશિત કર્યું હતું. પૂર્વાર્ધ પ્રગટ થયા બાદ અનેક માગણીઓ ઉત્તરાર્ધ માટે થઈ હતી, અને અમ્હારી પ્રબળ ઈચ્છા હતી કે, વાંચકોના કરકમલમાં એ પુસ્તકને ઉત્તરાર્ધ વિભાગ જલદી ઉપસ્થિત કરે; પરન્તુ જગમાં ઘણે સ્થળે જોવાય છે તેમ ઈચ્છાઓ અને સંગેના વિરોધથી, અહે પણ ન બચી શકયા. છતાં વર્ષો પછીથી પણ અહારા ધર્મપ્રેમી, કથા રસિક, સજજને સમક્ષ, અસ્વારી ભાવનાઓના સાફલ્ય રૂ૫ આ ઉત્તરાર્ધનું ભાષાંતર લઈ ઉપસ્થિત થઈએ છીએ. અને શાસનદેવ પ્રતિ પ્રાથીએ છીએ કે, પૂર્વાધ કરતાં પણ ઉત્તરાર્ધમાં અહને વિશેષ સફલતા પ્રાપ્ત થાય, અહારી સફલતા એટલે કેઈ સજજન એમ ન માની બેસે કે-“અહુને આ પુસ્તક પ્રકાશનમાં આર્થિક વિશેષ લાભ હે, એમ અહે ઈચ્છીએ છીએ. પરન્તુ જનસમૂહ આ પુસ્તક વાંચી આત્મિક માર્ગમાં ગતિ કરે અને ધર્મમાં સુસ્થિત બને તથા પોતાના પૂર્વભૂત મહાત્માઓનાં અદભૂત ચરિત્ર વાંચી, હેમને સત્યાકારે ઓળખે એજ અહારી ભાવના અને એમાંજ અમ્હારી સફલતા ! ઋષિમંડળવૃત્તિને ઉત્તરાર્ધ વિભાગ વધુ માટે હોવાથી ઉત્તરાર્ધમાંનું પાંડવચરિત્ર અખ્ત પૂર્વાર્ધમાં આપી ગયા છીએ એટલે એ ચરિત્ર આ ગ્રંથમાં દાખલ કરવામાં આવ્યું નથી; આથી આ ગ્રંથ શ્રી કેશિ ગણધરની કથાથી શરૂ થાય છે. આ ઉત્તરાર્ધમાં ચરિત્ર અને કથાઓ મળી ૭૦ ની સંખ્યામાં આપવામાં આવ્યાં છે; જે એટલાં બધાં રસિક છે કે એક ચરિત્ર યા કથા પૂર્ણ થતાં તત્કાળ બીજું ચરિત્ર વાંચવાની ઈચ્છા રોકી શકાતી નથી. - વિદ્યાશાળા તરફથી “પુસ્તક પ્રકાશન વિભાગ” ઘણા વખતથી ખેલવામાં આવ્યા છે એ વિભાગમાંથી અત્યાર સુધીમાં અનેક ઉપયોગી ગ્રંથ પ્રકાશમાં લાવી શક્યા છીએ. આ પુસ્તક પણ તેજ પુસ્તક પ્રકાશન વિભાગને આભારી છે. દરેક સમાજના અસ્તિત્વને આધાર હેના સાહિત્યની વિપૂલતા અને પ્રાચિન તીર્થોની સંરક્ષણતા ઉપર અવલંબી રહ્યો છે. જે સમાજમાં સાહિત્ય સમૃદ્ધિવાનું નથી, તે સમાજ કાં તો અમૂક વર્ષો પૂર્વે જ ઉત્પન્ન થયો હોવો જોઈએ અથવા હેનું જીવન, મરણ નજદીક પહોંચ્યું હોવું જોઈએ. આપણે જોઈ શક્યા છીએ કે આપણું જન સાહિત્ય એટલું બધું સમૃદ્ધ છે કે કેઈપણ વિદ્વાનથી એ માટે આશ્ચર્ય પ્રગટ કર્યા સિવાય રહી શકાય તેમ નથી. પાશ્ચાત્ય વિદ્વાનો કે જેઓ જૈન સાહિત્યની અજ્ઞાનતાને લીધે એમ કહેતા કે, The Jain have got no literature of 3 their own and so they have no right to alive. “જેને પાસે પોતાનું સ્વતંત્ર સાહિત્ય નથી અને અને તેથી તેમને જીવવાને હક્ક નથી” તેજ વિદ્વાને આજે ખુલ્લા શબ્દોમાં જૈન સાહિત્યની અને હેની વિપૂલતાની તારીફ કરી રહ્યા

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 404