Book Title: Rushabh Jinraj Muz Aaj din Aatam Bhalo Author(s): Hemchandrasuri Acharya Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust View full book textPage 9
________________ ess S SS SS SS મુજ મહિરાણમાંહી ભાણ તુજ દરિસણે, ક્ષીણ થયો કુમતિ અંધાર જુઠો..llરા અષભo શબ્દાર્થ : હે નાથ ! તમારા દર્શનથી મારે આજે કલ્પવૃક્ષ ળ્યો છે. મારા આંગણે અમૃતનો મેઘ વરસ્યો. મને કામઘટ મળ્યો. ભાવસૂર્ય એવા હે પ્રભુ ! મારા અંતરમાં આપના દર્શનથી કુમતિ એટલે દુર્બુદ્ધિનો અંધકાર નાશ પામી ગયો છે. સબદ્ધિનો પ્રકાશ પ્રગટ થઈ ગયો છે. વિશેષાર્થ : કલ્પવૃક્ષના ફળવાથી સઘળી ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત થાય છે. કામઘટ એવો ઘટ છે જેનાથી કામ એટલે ઈચ્છા, સર્વ ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે, ઈચ્છિત વસ્તુની તુરંત જ પ્રાપ્તિ થાય છે. પરમાત્મા ! આપના દર્શનનો જ એવો પ્રભાવ છે કે જેથી સઘળી ઈષ્ટવસ્તુઓની પ્રાપ્તિ થાય છે, અનિષ્ટ દૂર થાય છે. એટલે મારે તો આપના દર્શનથી આજે કલ્પવૃક્ષ ફળ્યો છે કામઘટ જ જાણે મળી ગયો છે એટલું જ નહિં મારા હૃદયના આંગણે અમૃતના મેઘની વર્ષા થઈ છે. ૨૧ હજાર વર્ષનો અવસર્પિણીનો છબ્બે આરો અને ૨૧ હજાર વર્ષનો ૧લ્લો આરો (ઉત્સર્પિણીનો) કુલ ૪૨ હજાર વર્ષ સુધી આ ભરતક્ષેત્રની પૃથ્વી વર્ષા રહિત હોય છે. સૂર્યના ભયંકર તાપથી તપેલી હોય છે. વનસ્પતિ સંપૂર્ણ અદ્રશ્ય થઈ ગયેલ હોય છે. પૃથ્વી અંગારા જેવી થઈ ગઈ હોય છે. આ બંને આરા પૂર્ણ થતા ઉત્સપિણીના બીજા આરાનો પ્રારંભ થતા જ પુષ્પરાવર્ત મેઘ વરસે છે. બીજા મેઘો પણ વરસે છે. શુષ્ક પૃથ્વી નવપલ્લવિત થાય છે. વૃક્ષો, વનસ્પતિથી સુશોભિત બને છે. લોક પણ આનંદવિભોર થઈ જાય છે. બસ પરમાત્માના દર્શનથી મારી આત્મભૂમિમાં અમૃતના મેઘ વરસે છે. અનાદિ અનંતકાળથી વિષયકષાયના રાગ-દ્વેષના પરિણામથી તથા હિસાદિ ૨૫ . (૩૩) . w om ૨૫ . (૩૪) w w w. ss SS SS SS પાપપ્રવૃત્તિના, મિથ્યાત્વાદિ દોષોના તાપથી તપેલ મારા આત્મક્ષેત્રમાં પ્રભુના દર્શનથી એવા શુભભાવોના મેઘ વરસવા માંડ્યા છે કે જેનાથી મારા વિષય-કષાયોના તાપો શાંત થાય છે. રાગદ્વેષના દાવાનળો બુઝાઈ જાય છે. પાપપ્રવૃત્તિઓની તૃષ્ણાઓ દૂર થાય છે. મિથ્યાવાદિ દોષો ટળે છે અને ગુણોના અંકુરા પ્રગટ થાય છે. મારો આત્મા પણ દોષોના નાશ અને ગુણોની પ્રાપ્તિથી આનંદવિભોર બને છે. હજી પ્રભુના દર્શનથી અજ્ઞાના ટળવાની મહત્ત્વની વાત કવિ રજૂ કરે છે. “મુજ મહિરાણમાંહી ભાણ તુજ દરિસણે ક્ષય ગયો કુમતિ અંધાર જૂઠો...” સૂર્ય પશ્ચિમમાં અસ્ત થતા પૃથ્વી પર સર્વત્ર અંધકાર પ્રસરી જાય છે. આખી રાત અંધકાર પ્રસરેલો રહે છે, ઘોર અંધકારમાં કશું દેખાતું નથી. માણસા અથડાય છે. કૂટાય છે. આ જગતમાં અનાદિકાળથી અજ્ઞાનનો (દુર્બુદ્ધિનો) અંધકાર પથરાયેલો છે. આના કારણે જીવોને સાચો રસ્તો મળતો નથી. ચારે ગતિમાં જીવ ભટકાય છે, અથડાય છે, કૂટાય છે અનેક પ્રકારના ઘોરાતિઘોર દુઃખો ભોગવે છે. પ્રભુ ! આપ દુર્બુદ્ધિરુપ અંધકારને દૂર કરી સમ્યજ્ઞાનના પ્રકાશને પાથરનાર સૂર્યસમાન છો, એટલે હે દેવાધિદેવ ! આપના દર્શનથી મારા હૃદયમાં કુમતિ (અજ્ઞાનતાનો) અંધકાર દૂર થયો છે. અને જ્ઞાનનો પ્રકાશ પ્રજ્વલિત થયો છે. કુમતિ-સુમતિ અથવા દુબુદ્ધિ-સબુદ્ધિ , મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી મતિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પાંચ ઈન્દ્રિયો અને મનથી થતા જ્ઞાનને મતિજ્ઞાન કહેવાય છે. શાસ્ત્રો કે શબ્દોના આલંબનથી. જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે શ્રુતજ્ઞાન છે. સમ્યગ્દષ્ટિના આ બંને જ્ઞાનો જ્ઞાન કહેવાય છે. SubsN® (૩૫) ગse Se NSS ) (૩૬) ૫ .Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34