Book Title: Rushabh Jinraj Muz Aaj din Aatam Bhalo
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 22
________________ == = = = = = કે સાધુને દ્રવ્યસ્તવ એ કરવાનો નિષેધ છે પણ કરાવણ અને અનુમતિ (કે અનુમોદન) નો નિષેધ નથી, સંમત છે, તેથી સાધુઓ દ્રવ્યસ્તવ પોતે ન કરવા છતા શ્રાવકોને તે માટે ઉપદેશ આપી કરાવે છે. વળી ગૃહસ્થ કરેલા દ્રવ્યસ્તવની (પૂજા, આંગી, ચેત્યનિર્માણ, જીર્ણોદ્ધાર, પ્રતિમાનિર્માણ વગેરેની) મુનિઓ અનુમોદના પણ કરે. અહિ આમ ભક્તિનો અત્યંત મહિમા પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાએ આ ગાથામાં પ્રદર્શિત કર્યો. હવે આગળ પ્રભુ ભક્તિમાં લીન એવા શરીર, જીભ અને હૃદયને પણ ધન્ય બતાવવા માટે માવે છે. ધન્ય તે કાય જેણે પાય તુજ પ્રણમિયા, તુજ થણે જેહ ધન્ય ધન્ય જિલ્લા; ધન્ય તે હૃદય જેણે તુજ સદા સમરતા, ધન્ય તે રાત ને ધન્ય દિહા..IIoll 28ષભo શબ્દાર્થ : હે પ્રભુ ! તમારા ચરણકમળમાં જેણે પ્રણામ કર્યા છે તે કાયા પણ ધન્ય છે. તારી સ્તવના કરી છે તે જીભ પણ ધન્ય બની ગઈ અને તારુ સ્મરણ કરી રહેલ દય પણ ધન્ય છે, વળી જે સમયે તારુ સ્મરણ કર્યુ તે દિવસો કે રાત્રિઓ પણ ધન્ય છે. વિશેષાર્થ : અનાદિ અનંત કાળથી જીવ કાયાઓને ધારણ કરતો આવ્યો છે. આજ સુધીમાં અનંતી કાયા જીવે ગ્રહણ કરી છે. અનંતી કાયા જીવે છોડી છે. કાયાઓ ગ્રહણ કરવાનું અને મૂકવાનું આ ચક્ર અનાદિકાળથી ચાલુ છે. દેવલોકમાં દિવ્ય-કાયાઓને પણ જીવે ધારણ કરી અને તે પણ છોડી. કાયાની મૂચ્છ પણ જીવને એવી છે કે દરેક ભવમાં (નરક સિવાય) જીવને કાયા ન છૂટકે છોધ્વી પડી છે. આવી અનંતી કાયાઓ લીધી ને મૂકી પણ એ બધી જ કાયાઓ નકામી ગઈ છે. એક પણ કાયા સફળ નથી થઈ, કારણ કે આ કાયાઓથી પ્રભુની ભક્તિ થઈ ૫ ewછે (૮૫) Leuse ૧૫ ૮૬) ૧ ew Ossess - OG GR I GION નથી અને તેના જ કારણે સંસારના પર્યટનો, ભયંકર દુ:ખો ચાલુ રહ્યા છે. લ્યાણમંદિરમાં પાર્શ્વપ્રભુની સ્તવના કરતા જણાવ્યુ છે કે... “નૂનં ર મદત્તનરાવૃતિનો નેન, પૂર્વ વિમો ! સર વનવિસ્તોડક્ષિા मर्माविधो विधुरयन्ति हि मामनर्थाः, प्रोद्यत्प्रबन्धगतयः कथमन्यथैते।।" હે નાથ ! મોહના અંધકારથી આવૃત એવી આ આંખો હોવાથી મેં પૂર્વે એકવાર પણ આપને જોયા નથી. અન્યથા મર્મને ભેદી નાખે તેવા તીવ્ર ગતિવાળા અનર્થો મને કેમ પીડી રહ્યા છે ? પૂર્વભવોમાં શરીરોને ધારણ કર્યા પણ પ્રભુના દર્શન કર્યા નહિ. કાયાથી પરમાત્મભક્તિ થઈ નથી. તેથી તે કાયા નકામી ગઈ પણ મારુ આ જીવન સળ થયુ મારી કાયા ધન્ય બની ગઈ કેમકે આ મનુષ્યભવની કાયાથી પ્રભુ તને પ્રણામ થયા. તમારા st . . (૮૭) Sep ચરણકમળમાં આ કાયા નમી માટે જ આ કાયા ધન્ય બની ગઈ છે. અરે ! માત્ર મારી જ નહીં પણ જે જીવોએ તમને કાયાથી પ્રણામ કર્યા, વંદન કર્યા, નમસ્કાર કર્યા, તે કાયાઓ પણ ધન્ય બની ગઈ છે તે કાયાઓ પવિત્ર બની ગઈ. હવે જિહાની વાત વિચારીએ. આજ સુધી જીભે બે કામ કર્યા છે. (૧) રસના આસ્વાદનનું (૨) બોલવાનું આ બંને કાર્યો દ્વારા જીભે આત્માને મલિન કર્યો છે. રસાસ્વાદમાં લીન બનેલ જિહાએ ક્યારેક ઘોર કર્મ બંધાવી જીવને છેક નરક સુધી મોકલ્યો છે. એમ કહેવાય છે કે માછલાઓને ખાવાનો રસ ઘણો હોય છે. અને અન્ય માછલાઓનું ભક્ષણ કરતા તે મત્સ્યો નરકાદિમાં જાય છે. બીજાની વાત શું કરીએ ? કંડરિક મુનિ જેને ચારિત્ર લઈ હજાર વર્ષ તપ કર્યો પણ તપથી કાયા કૃશ થઈ, તેનો ઉપચાર કરવા ભાઈ પુંડરિક રાજાએ પોતાના રાજ્યમાં રાખી ઉત્તમ દ્રવ્યોથી તેમના DK DK (CC) kokoel

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34