Book Title: Rushabh Jinraj Muz Aaj din Aatam Bhalo
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
=
=
=
=
=
થવાનો ? પરાર્થ કરવાનું લોકની આપદાઓનો નાશા કરવાનું જો કોઈ પણ શ્રેષ્ઠ સાધન હોય તો આત્મશુદ્ધિ છે, આત્મામાં ગુણોનો વાસ છે. માટે પ્રભુ મારા પર કૃપા કરો આપના ગુણરૂપી ખજાનામાંથી મને એકાદ પણ શ્રેષ્ઠ ગુણનું દાન કરો આપનો ઉપકાર હું કદિ પણ ભુલીશ નહી. ગંગ સમ રંગ તુજ કીર્તિ કલ્લોલિની
રવિ થકી અધિક તપ તેજ થાજે, શ્રીનયવિજય વિબુધ સેવક હું આપનો
જસ કહે અબ મોહે બહુ નિવા.. III શબ્દાર્થ : પ્રભુ ! તમારી કીર્તિ ગંગાના ઉછળતા પાણીના જેવી નિર્મળ છે. તપનું તેજ સૂર્યથી પણ અધિક શોભે છે. વાચકવર નયવિજય ગુરુનો શિષ્ય હું આપનો સેવક છું. યશોવિજય કહે છે પ્રભુ, હવે મને બહુ નિવાજો...
વિશેષાર્થ : આ છેલ્લી કડીમાં પ્રભુની વિશેષતા
બતાવી છેલ્લે પ્રભુને ઉપાધ્યાયજી મ. પોતાના માટે પ્રાર્થના કરે છે.
જો કે આજે ગંગા નદી દૂષિત થઈ ગઈ છે. એટલે પૂર્વકાળની અપેક્ષાએ આ વાત સમજવાની, હિમાલયના ગિરિશૃંગમાં થઈ વહેતી આવતી ગંગા નદી ભારતમાં વહી રહી છે. એમાં ઉછળતા મોજા (કલ્લોલ) કેવા નિર્મળ અને સુંદર દેખાય છે.આની ઉપમા આપીને પૂ. ઉપાધ્યાયજી જણાવે છે કે પરમાત્માની કીર્તિના મોજા પણ નિર્મળ છે વળી સમસ્ત ત્રણ લોકમાં વ્યાપ્ત છે. ઉર્ધ્વલોકમાં બાર દેવલોકના વૈમાનિક ઈન્દ્રો દેવો, અનુત્તર દેવો નવરૈવેયકના દેવો એ સર્વેમાં તમારી કીતિ ફ્લાયેલી છે. અનુત્તરવાસી અને નવરૈવેયકના દેવો ત્યાં બેઠા-બેઠા પણ આપના ગુણ ગાઈ રહ્યા છે. બાર દેવલોકના દેવો પણ સ્વયં દેવલોકમાં આપના ગુણ ગાય છે. ચારે બાજુ સમ્યદૃષ્ટિ કે સમ્યકત્વાભિમુખ દેવો આપના ગુણ ગાતા કે આપના યશોગાન કરતા ધરાતા જ નથી. વળી તેઓ દોડી દોડીને
. . (૧૨૨) Sep 1 .
૫
ews (૧૨૧) Leuse
WONOGI
SONGS DOGS
=
==
આપના સમવસરણમાં આવી આવીને આપના ગુણ ગાય છે. ઈન્દ્રો વગેરે આપની ખૂબ સુંદર વર્ણોમાં ભાવવાહી સ્તુતિ કરે છે. એ જ રીતે નીચે અધોલોકમાં ભવનપતિદેવોના ભવનોમાં પણ પરમાત્માની કીર્તિ ફ્લાયેલી છે. ત્યાં પણ ઈન્દ્રાદિ દેવો પરમાત્માના યશને, પ્રભાવને લાવી રહ્યા છે. આજે પણ નાગનિકાયના ઈન્દ્ર ધરણેન્દ્ર પાર્શ્વનાથ પ્રભુના ઉપકારથી પોતે સર્પમાંથી ઈન્દ્ર બન્યા છે એટલે તેમની પ્રભુભક્તિ એટલી બધી છે કે પાર્શ્વનાથ પ્રભુના નામ-સ્તોત્રાદિનું સ્મરણ કરનારને સહાય કરે છે, અનિષ્ટોને દૂર કરે છે અને ઈષ્ટ સંપાદન કરે છે. લોકપ્રકાશ ગ્રંથમાં પૂ, ઉપાધ્યાયજી વિનયવિજયજી મહારાજાએ પણ ધરણેન્દ્રનો પ્રભાવ બતાવવા જણાવ્યું છે.
“श्रीपार्श्वस्तोत्रमंत्राख्यास्मरणात्तुष्टमानसः अद्यापि शमयन् कष्टमिष्टानि वितरत्यसौ।।"
શ્રી પાર્શ્વનાથ પ્રભુના સ્તોત્ર, મંત્ર તથા નામના સ્મરણથી તુષ્ટમનવાળા આ (ધરણેન્દ્ર) આજે પણ
કષ્ટોને શાંત કરે છે. તેમજ ઈષ્ટ પ્રાપ્તિ કરી આપે છે.
આપણે જાણીએ છીએ કે પૂ. ભદ્રબાહુસ્વામીએ ઉવસગ્ગહરની ૬ ગાથા કરેલી, તેની છેલ્લી ગાથાના સ્મરણથી ધરણેન્દ્ર આવી દુ:ખનું નિવારણ કરતા પછી વારંવાર સામાન્ય ક્ષુદ્ર કારણોએ પણ ધરણેન્દ્રને આવવુ પતું હોવાથી તેની વિનંતીથી છેલ્લી ગાથા ભંડારી દેવામાં આવી, પણ પાંચ ગાથા યાદ કરનારને પણ ધરણેન્દ્ર પોતાના સ્થાને રહ્યા પણ સહાય કરે છે.
આમ દેવાધિદેવ અરિહંત પરમાત્માનો પ્રભાવ યશકીર્તિ નીચે અધોલોકમાં પણ પ્રસરેલ છે. વળી પાંચ મહાવિદેહક્ષેત્રમાં ચક્રવતિઓ, વાસુદેવો, બળદેવો, માંડલિક રાજાઓ, અમાત્યો, શ્રેષ્ઠીઓ, સાર્થવાહો તથા સામાન્યજનો પણ દેવાધિદેવના ગુણ ગાઈ રહ્યા છે. પાંચ ભરતક્ષેત્રમાં તથા પાંચ ઐરવતક્ષેત્રમાં પણ જીવો પ્રભુના ગુણ ગાય છે. મોટા મોટા વિદ્યાધરેન્દ્રો પણ અરિહંતને પૂજી રહ્યા છે. વ્યંતરનિકાય અને જ્યોતિષ
2019 (૧૨૩)
- Seeds (૧૨૪). G
e
.