Book Title: Rushabh Jinraj Muz Aaj din Aatam Bhalo
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
Dossesses
VOGOVORION
येन जन्तुना भगवन्तं प्रति एको नमस्कारोऽपि विशुद्धश्रद्धया विहितः, सोऽवश्यं सम्यग्दृष्टिः, स च देवेष्वेव उत्पद्यते। ‘सम्मदिट्ठी जीवो विमाणवज्जं न बंधए आउं' इति वचनात्। यदि च कदाचित् पूर्वबद्धायुष्कतादिहेतुना भवपारम्पर्येण वा नरेषु तिर्यक्षु वाऽसावुत्पत्तिमासादयति तदापि भगवन्नमस्कास्प्रभावादेव न दुःखभाजनं भूयो भजते (મતિ).” - જિનપ્રભસૂરિકૃત ઉવ.ગા.૩ની ટીકા
ટીકાર્ય :- “તુષ્ય પાનો?” અહિ પ્રણામ એકવચન કહેલ છે તેથી જણાય છે કે (પરમાત્માને કરેલો) એક નમસ્કાર પણ ઘણા ફળને આપનાર છે તો પછી ઘણા નમસ્કારો કર્યા હોય તેનું શું કહેવું? તેનુ અત્યંત ળ મળે છે.
જે પ્રાણીએ વિશુદ્ધશ્રદ્ધાથી પ્રભુ પ્રત્યે એક નમસ્કાર પણ કરેલ છે તે અવશ્ય સમ્યગ્દષ્ટિ છે અને તે દેવગતિમાં જ ઉત્પન્ન થાય છે કેમ કે “સમ્યગ્દષ્ટિ જીવ (મનુષ્ય) વૈમાનિક દેવલોક સિવાય બીજુ આયુષ્ય
બાંધતો નથી ' એવુ શાસ્ત્રવચન છે. પૂર્વે આયુષ્ય બંધાઈ ગયેલુ હોય વગેરે કારણે અથવા ભવપરંપરાએ કદાચ મનુષ્ય કે તિર્યંચોમાં ઉત્પન્ન થાય તો પણ પરમાત્માને કરેલા નમસ્કારના પ્રભાવથી તે વારંવાર દુઃખનું ભાજન થતો નથી. દિગંબરાચાર્ય વાદિરાજસૂરિ પણ આ જ વાત બતાવે છે કે પ્રભુ તમે જગતના સર્વજીવોના નિનિમિત્તક બંધુ છો. વળી સમસ્ત જગતમાં તમારો કોઈ પ્રતિકાર ન કરી શકે તેવી શક્તિ છે એટલે પ્રભુ! તમે અજેય છો વળી મારા મનરુપી શય્યા, જે ભક્તિના પ્રકાશથી ઉજ્જવળ છે તેમાં તમે રહેલાં છો, આનો અર્થ એ થયો કે ભક્તિ દ્વારા ભગવાન હૃદયમાં વસેલા છો. હવે મારા મનમાં ઉત્પન્ન થયેલા કલેશોના સમૂહને આપ કેવી રીતે સહન કરી શકશો? અર્થાત્ સઘળા કુલેશોનો તમે શીધ્ર નાશ કરી નાખશો, એમ મારી દેઢ શ્રદ્ધા છે. પ્રભુ મનમાં આવ્યા પછી ક્લેશો મનમાં રહી શકતા નથી. ચંદનના વનમાં એક
પSem
(૧૧૭)
ર
Sense.
(૧૧૮)
.
OG GR
I GION
GSSSSSSSSSSSS મોરના ટહુકારથી ચંદન વૃક્ષોને વીંટળાયેલા બધા જ સર્પો તુરંત જ ભાગી જાય છે. તેમ જ ભાવપૂર્વક જિનભક્તિના એક ટહુકાથી હૃદયમાં રહેલા બધા જ સંક્લેશો નાશ પામે છે. અર્થાત અંતરમાં રહેલા કામ, ક્રોધ, માન, મદ, માયા, લોભ, રાગ-દ્વેષ, મત્સર વગેરે સર્વ દુષ્ટ ભાવો નાશ પામી જાય છે.
અહિં ઉપાધ્યાયજી મહારાજ પ્રભુને પ્રાર્થના કરે છે કે અનંતગુણો રૂપી રત્નો આપના ખજાનામાં પડ્યા છે, એક ગુણ મને આપવામાં શું વિચાર કરો છો ? અથવા એક ગુણ મને આપવામાં આપને શું તકલીફ છે ? આપ એક ગુણ આપશો તો પણ મારું કામ થઈ જશે ! લાખ રુપિયા કોઈની પાસેથી ઉછીના લઈ વ્યાપાર શરુ કરનાર હોંશિયાર વ્યાપારી જેમ લાખ રૂપિયામાંથી કરોડો અને અબજો રૂપિયા એકત્રિત કરે છે એમ આપ મને એક ગુણ આપશો તો તેમાંથી હું આપની જ કૃપાથી અનંતાગુણો ઉત્પન્ન કરી લઈશ.
એ પુરુષાર્થ પ્રભુ મારે કરવાનો છે. પણ એક ગુણા મને આપીને શરુઆત આપે કરવાની છે તમારા ખજાનામાં અનંતગુણો રુપી રત્નો પડ્યા છે તો પછી એક ગુણ આપવામાં શું ઓછું થઈ જવાનું છે ? સમુદ્રમાં હજારો રત્નો હોય છે તેમાંથી એક રત્ન આપવામાં સમુદ્રમાં કંઈ ઓછુ થતુ નથી, અને જેને એક રત્ન મળે તે સમૃદ્ધ થઈ જાય છે, એટલું જ નહિ પણ તે સમૃદ્ધિથી એ આત્મા પરાર્થ કરીને લોકોના પણ દુઃખોના નાશ કરે છે. એ રીતે પ્રભુ! આપ મને એક ગુણ આપશો તો હું અત્યંતર રીતે સમૃદ્ધ થઈ જઈશ એના દ્વારા અનેક ગુણોનું અર્જન કરીશ અને મારા તે ગુણો માત્ર મારા સ્વાર્થ માટે નહિ બને પણ પરમાર્થમાં પણ નિમિત્તભૂત થશે. એ ગુણો દ્વારા હું અનેકને પ્રભુ ! તમારુ શાસન પમાડી સમૃદ્ધ કરીશ. જીવો પર પણ ઉપકાર થશે. ગુણ વિના મારુ જીવના માત્ર દોષોથી જ ભરેલુ હશે તો મારાથી શું પરાર્થ
wek beklo (116)
Dekor
ass
) (૧૨)