Book Title: Rushabh Jinraj Muz Aaj din Aatam Bhalo
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 28
________________ = = = = = ભાવદયાનું કારણ તેમનું વિશિષ્ટ કોટિનું તથાભવ્યત્વ હોય છે. તેમનું ભવ્યત્વ (મોક્ષમાં જવાની પાત્રતાને ભવ્યત્વ કહેવાય છે) જ એવુ વિશિષ્ટ કોટિનું હોય છે કે છેલ્લા ત્રીજા ભવે વિશ્વના સર્વ જીવો પ્રત્યે અતિ વિશિષ્ટ કોટિની ભાવદયાનું ચિંતવન થાય છે. ચિંતવન માત્ર થાય છે તેવું નથી પણ તેને લગતી શક્ય પ્રવૃત્તિ પણ થાય છે અને આના જ કારણે તીર્થકર નામકર્મ નિકાચિત થાય છે. ઉપદેશપદમાં સ્પષ્ટ કહ્યું છે “સત્ર ચિન્તાવિત્ર્ય તથા ભવ્યત્વમેવ દેતુ” આ વિશિષ્ટ કોટિની ચિંતા (જીવો પ્રત્યેની ભાવદયા)માં તથાભવ્યત્વ જ કારણ છે. પરમાત્માની કરુણાની જેમ પરમાત્માનો વૈરાગ્ય ગૃહસ્થપણામાં કે છદ્મસ્થપણામાં ગજબનો હતો. ચક્રવર્તાિપણામાં કે દેવલોકમાં કે ઈન્દ્રપણામાં પ્રભુનો વૈરાગ્ય જાજ્વલ્યમાન હતો. દેવલોકમાં દિવ્ય ભોગોમાં Sou. .૧ (૧૦૯) use. . તેઓ સદા ઉદાસીનપણે રહેતા. દેવલોકમાં પણ અન્ય દેવોને પ્રતિબોધ કરતા, તીર્થકરોના કલ્યાણકોમાં ભાગ લેતા. નંદીશ્વર દ્વીપ આદીમાં યાત્રાર્થે જઈ જિનભક્તિ મહોત્સવ કરતા, વિહરમાન દેવાધિદેવના સમવસરણમાં જઈને વાણીનું પાન કરતા, વિહારાદિમાં તેઓની સુખશાતા પુછતા, દિવ્યભોગોમાં તેઓને આનંદ નથી આવતો પણ પરમાત્માની ભક્તિ વગેરે આ બધા યોગોમાં અત્યંત આનંદથી પ્રવૃત્ત થતા અને બીજાને પણ પ્રવૃત્ત કરતા આનંદ આવતો. છેલ્લા ભવમાં પ્રભુ બાળપણથી જ વૈરાગી રહેતા. ઈન્દ્રો દેવો વગેરે કરોડોની સંખ્યામાં એકત્રિત થઈ પ્રભુના મેરુ પર્વત પર અભિષેક વગેરે કરતા ત્યારે પણ પ્રભુને જરા પણ ઉત્કર્ષ થતો નહિ. સંસારમાં પાણિગ્રહણ પણ નિકાચિત કર્મોના ઉદયને કારણે જ કરવા પત્તા અને સંસારના ભોગમાં પણ એવો અનાસક્તિભાવ અને વૈરાગ્ય રહેતો કે તેમાં પણ તેઓ Sep. , (૧૧૦) WONOG નિકાચિત કર્મની નિર્જરા કરતાં (આ દાખલો બીજાઓએ લઈ શકાય નહી.) દીક્ષા લીધા પછી કેવળજ્ઞાન સુધી છદ્મસ્થપણામાં પણ પ્રભુમાં ઉચ્ચ કોટિનો વૈરાગ્ય રહેતો. તેઓ ઉચ ચારિત્રની સાધના કરતા હોય છે. ભારંડ પક્ષીના જેમ અપ્રમત્ત ચારિત્ર પાળતા તેઓ દ્રવ્ય ક્ષેત્ર-કાળ અને ભાવના પ્રતિબંધથી રહિત વિચરતા.... પરમાત્મામાં આ ઉપરાંત પણ ક્ષમા, નિરહંકાર, નિ:સ્પૃહતા, સંયમનો રંગ, પરિષહ-ઉપસર્ગમાં સ્થિરતા, અંતર્મુખતા વગેરે અગણિત ગુણો હતા. પ્રભુ ગુણોના ભંડાર હતા. આ તો છદ્મસ્થપણાના ગુણોની વાત થઈ. કેવળજ્ઞાન થતા તો સર્વગુણ સંપૂર્ણપણે પ્રગટ થઈ જાય છે. કેમકે ગુણોના આવારક મોહનીય કર્મનો દશમા ગુણસ્થાનકના અંતે સંપૂર્ણ નાશ થઈ ગયો હોય છે. બારમા ગુણસ્થાનકે પ્રભુ વીતરાગદશાને પ્રાપ્ત કરે છે તુરત જ બાકીના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય આ ત્રણ કર્મો ક્ષય થતા જ તેરમાં ગુણસ્થાનકે પ્રભુ કેવળજ્ઞાની અને કેવળદર્શની બને છે. કેવળજ્ઞાન અને કેવળદર્શન એટલે જગતના. સર્વ પદાર્થોની ત્રણે કાળની અવસ્થાને જાણવાની અને જોવાની. જેમ આરિસામાં સામે રહેલ વસ્તુનું પ્રતિબિંબ પડે છે તેમ પરમાત્માના નિર્મળ આત્મામાં ત્રિકાલિક જગતનું પ્રતિબિંબ પડે છે. હવે પ્રભુને કોઈ પણ વસ્તુનું અજ્ઞાન નથી ત્રણે કાળના સર્વ દ્રવ્યોના સર્વ ભાવોનો પ્રભુને પ્રતિસમય સાક્ષાત્કાર છે. પૂ. કલિકાલસર્વજ્ઞા પ્રભુની સ્તુતિમાં ““જ્ઞાનવત્તાકિસાન્તનતં તુવે'' કહેવા દ્વારા આ જ વાતનું સૂચન કરે છે. જેમના નિર્મળ એવા કેવલજ્ઞાનરુપી આરિસામાં જગત સંક્રાન્તા થાય છે તેવા પ્રભુની સ્તવના કરું છુ. ત્રણે કાળનું એક પણ શેય (જ્ઞાનનો વિષય) એવો નથી કે પ્રભુના જ્ઞાનમાં ન હોય. તીર્થકર ભગવંતોને વીતરાગતા પછી કેવલજ્ઞાન SubsN® (૧૧૧) ગse SubsN® (૧૧૨)

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34