Book Title: Rushabh Jinraj Muz Aaj din Aatam Bhalo
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 27
________________ ess S SS SS SS છે. અરે ! પ્રભુ પોતાના પર અપકાર કરનાર ઉપર પણ સામો ઉપકાર કરે છે, જુઓ એક રાત્રિમાં ભયંકર વીસ ઉપસર્ગો કરનારા અને છ મહિના સુધી ભગવંતને નિર્દોષ આહાર પણ પ્રાપ્ત ન કરવા દેનાર તથા અન્ય ઉપસર્ગો કરનાર સંગમદેવ જ્યારે પાછો સ્વર્ગમાં ગયો ત્યારે દેવાધિદેવ વીર પરમાત્માની આંખમાંથી કરુણાના આંસુ નીકળી ગયા. મરુભૂતિના ભવથી માંડી પ્રત્યેક ભવમાં પ્રભુના પ્રાણ લેનાર કમઠને પ્રભુએ સમ્યકત્વ આપ્યું. પાર્શ્વનાથ પ્રભુ પ્રથમ ભવે મરુભૂતિ પુરોહિતપુત્ર છે. મોટા ભાઈ કમઠે માથા પર પથ્થરનો પ્રહાર કરી મારી નાંખ્યા. બીજા ભવમાં સર્પ થયેલા તેણે પ્રભુના જીવ હાથીને ડંખ દઈ મારી નાખ્યા હાથીપણામાં સમાધિપૂર્વક મૃત્યુ પામી દેવલોકમાં જઈ વિદ્યાધર રાજવી થયા, ચારિત્ર લીધુ, જંગલમાં કાઉસગ્ગધ્યાને રહ્યા. ત્યાં સર્પનો (કમઠનો) જીવ નરકાદિમાં રખડી પુનઃ સર્પ થઈ આવ્યો પ્રભુને ડંખ દઈ હણી નાંખ્યા. સમાધિપૂર્વક કાળધર્મ પામી દેવલોકમાં જઈ પુનઃ વિદ્યાઘર રાજા થયા. ચારિત્ર લઈ જંગલમાં કાઉસગ્ગ ધ્યાને રહેલા પ્રભુના જીવ વિદ્યાધર મુનિને નરકાદિમાં ભમીને ભીલ થયેલ કમઠના જીવે બાણ મારી મારી નાખ્યા. સમાધિપૂર્વક કાળધર્મ પામી દેવલોકમાં જઈ પ્રભુ સુવર્ણબાહુ ચક્રવર્તિ થયા. છ ખંડનું સામ્રાજ્ય છોડી ચારિત્ર લીધુ. જંગલમાં કાઉસગ્ગ ધ્યાને રહેલા ચક્રવતિમુનિને નરકાદિમાં ભમીને સિહં થયેલ કમઠના જીવે ઉપસર્ગો કર્યા. પટકી પાડ્યા. તેમના લોહી પીધા. પ્રાણ લીધા. દરેક ભવમાં પ્રતિપક્ષી ઉપસર્ગો વખતે પ્રભુના જીવે સામા જીવની એક માત્ર કરુણા જ ચિતવી કર્મને બાંધતા એ જીવની બિચારાની શું દશા થશે ? એ વિચારથી વ્યથિત થયા. ચક્રવર્તિ મુનિ કાળધર્મ પામી દેવલોકમાં જઈ છેલ્લા દશમાં ભવે પાર્શ્વનાથ પ્રભુ તરીકે કાય (૧૦૫) ડા, , , , (૧૦૬) ૧ ૧e. = = = = = = ss SS SS SS પ્રસિદ્ધ ત્રેવીસમાં તીર્થકર થયા. સિંહનો જીવ નરકમાં જઈ ભવોમાં ભટકી મનુષ્ય થઈ કમઠ તાપસ થયો. અજ્ઞાન તપ તપીને કાળધર્મ પામી દેવલોકમાં અસુરનિકાયમાં મેઘમાળી દેવ થયો. ચારિત્ર લીધેલ પરમાત્મા પર મરણાંત ઉપસર્ગો કર્યા. સામાન્ય માણસ મૃત્યુ પામે તેવા ઘોર ઉપસર્ગો કરી છેલ્લે ઘનઘોર આકાશ વિજળીના ભયંકર તાંડ્યો. અને મુશળધાર વર્ષોમાં પ્રભુને ગળા સુધી ડુબાડી દીધા. ધરણેન્દ્ર આવીને માથા પર છત્ર ધર્યુ. ઉપસર્ગ દૂર કર્યો પ્રભુની રક્ષા કરી અને અવધિજ્ઞાનથી ઉપસર્ગ કરનાર મેઘમાળીને જાણી ખૂબ ઠપકો આપ્યો. ભયભીત થયેલ મેઘમાળી દેવ પ્રભુના શરણે ગયો. જરા પણ ક્રોધ નહિ, વિષાદ નહિ, પણ અત્યંત કરુણાસભર પ્રભુની મુદ્રા જોઈ. જાણે પ્રભુ પોતાની મુખમુદ્રાથી કહી રહ્યા હતા “કમઠ ! તું ઠેકાણે આવી ગયો. તે વેરને દૂર કર્યું સારુ થયુ, ભયંકર કર્મબંધથી તું અટકી ગયો. !” પરમાત્માની પ્રસન્નમુદ્રા કરુણાસભર દૃષ્ટિ જોઈ પોતાના પાપનું પશ્ચાતાપ કરતા કમઠ સમ્યગ્દર્શન પામી ગયો. - પાર્થ પ્રભુએ છેક મરુભૂતિના ભવથી પાંચ વાર પ્રાણોનો નાશ કરનાર અને છેલ્લા ભવમાં પણ દિવ્ય શક્તિથી પ્રાણાંત ઉપસર્ગ કરનાર ભયંકર અપરાધી એવા પણ કમઠને સમક્તિ આપ્યું આ છે દેવાધિદેવ અરિહંત પરમાત્માઓની અનુપમ અવર્ણનીય અનંત કરુણા . આ કરુણા જગતના જીવ માત્ર પર છે. એમાં કાંઈ ભેદભાવ હોતા નથી. સંસારની નિર્ગુણતાનું ચિંતન કરતા તીર્થંકર દેવો આ જગતના સર્વ જીવો પણ આ અસાર સંસારથી છુટી જન્મ - મરણના ચક્રને હંમેશા માટે ભેદી અનંત સુખ પામે તેનું પણ સાથે ચિંતન કરતા હોય છે. પ્રભુની જગતના જીવો પરની વિશિષ્ટ કરુણા NOMBRO (109) KORON - See O (૧૦૮). George

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34