Book Title: Rushabh Jinraj Muz Aaj din Aatam Bhalo
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
ચાર પદ થઈ કુલ પાંચ પરમેષ્ઠીની સ્થાપના થયા પછી વિદિશામાં રહેલા ચાર પદોના પ્રથમ બે પદના ધ્યાન દ્વારા સર્વ પાપોનો નાશ થઈ રહ્યો છે એમ જાણવાનું છે અને છેલ્લા બે પદો દ્વારા શ્રેષ્ઠ મંગલનું ઘ્યાન આપણા હૃદયમાં સ્થાપન થઈ જાય છે.
હૃદયમાં આ રીતે સ્થાપનાપૂર્વક નવકારના જાપ અને ધ્યાનનું ઘણું જ મહાન ફ્ળ મળે છે. અહીં નવકારના ઠેકાણે નવપદજીના ધ્યાનમાં પાંચ પદ તો સરખા જ રહે છે, બાકીના ચાર પદ “પી મો હંસળસ્ત્ર'' વગેરેની સ્થાપના થાય છે “ટી મો ૐસામ્સ'' દ્વારા ક્ષાયિકાદિ ત્રણ સમ્યક્ત્વની હૃદયમાં સ્થાપના થાય છે. ‘હંસળ'' એટલે સમ્યક્ત્વ એટલું જ નહીં ગુણ અને ગુણીના અભેદ દ્વારા શ્રેણિક મહારાજા કૃષ્ણ મહારાજા વગેરે શાયિક સમ્યગ્દષ્ટિ જીવો સુલસા રેવતી વગેરે નિર્મળ સમ્યક્ત્વધારી અનેક સમ્યગ્દષ્ટિ શ્રાવક-શ્રાવિકાઓ, અરે ! અસંખ્ય ઈન્દ્રાદિ
04 Ne (૯૭) LL Ne
GNANT
''
તપ, સિદ્ધિતપ, શ્રેણિતપ, વરસીતપ, માસક્ષપણાદિ તપો તેમજ તે તપને કરનાર સર્વે તપસ્વીઓ આપણા હૃદયમાં પધારે છે. આ તો બાહ્ય તપ અને તેમાં પણ એક અણસણની જ ગણત્રી કરી. પણ બીજા પણ ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ, સંલીનતા વગેર બાહ્યતપ, પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, કાઉસગ્ગ એમ છ અત્યંતર તપોની તથા તે તે તપ કરનાર પુન્યાત્માઓની આપણા આત્મામાં સ્થાપના થાય છે.
આ તો સ્થૂલ દૃષ્ટિથી માત્ર વર્તમાનકાળની વાત કરી ઉક્ત ચાર પદોના ધ્યાન દ્વારા ત્રણે કાળના સર્વ સમ્યગ્દષ્ટિ જીવો, સમ્વજ્ઞાની જીવો સંયમી આત્માઓં તપસ્વી આત્માઓ આપણા હૃદયકમળમાં કે તે દ્વારા આત્મામાં પ્રવેશે છે અને આપણે ન્યાલ થઈ જઈએ છીએ.
આમ હૃદય એ આપણા આત્માનું કેટલુ મહાન (૯૯) LL N
ock C
સમ્યગ્દષ્ટિ દેવો, અસંખ્ય સમ્યગ્દષ્ટિ નારકીઓ સંખ્યાતા સમ્યગ્દષ્ટિ મનુષ્યો વગેરેની સ્થાપના હૃદયકમળમાં થાય છે. તેવી જ રીતે નમો નાળસ્સ'' પદ દ્વારા કેવળજ્ઞાન, મન:પર્યવજ્ઞાનાદિ પાંચે જ્ઞાન તથા કૈવલજ્ઞાનીઓ ગણધરો, પૂર્વધરો, બહુશ્રુત આચાર્યો, જ્ઞાની એવા શ્રાવક-શ્રાવિકાઓની પણ હૃદયમાં સ્થાપના થાય છે. “નમો વારિત્ત'' દ્વારા સામાયિક-છેદોપસ્થાપનીય, પરિહાર-વિશુદ્ધિ, સૂક્ષ્મ-સંપરાય, યશાખ્યાત આમ પાંચે પ્રકારના ચારિત્રની હૃદયકમળમાં સ્થાપના થાય છે. એટલું જ નહિ ઉંચસંયમી મહાત્માઓ વગેરે સર્વ સાધુઓની સ્થાપના થાય છે.
‘‘નમો તવસ્ત’’દ્વારા બાહ્ય અત્યંતર બાર પ્રકારનો તથા અવાંતરભેદ ગણતા અનેક પ્રકારના એવા તપની અને તપસ્વી મહાત્માઓની સ્થાપના થાય છે. આજે મહાવિદેહ્સત્રમાં ૮ મહિનાના ઉપવાસ કરનાર મહાત્માઓ કે શ્રાવક-શ્રાવિકાઓ પણ છે, ઉપરાંત ગુણરત્નસંવત્સર-
LNAL NO (૯૮) LL NO
G
'બા'
સ્થાન છે. ઉપર ક્યા મુજબ હૃદયમાં આ મહાન પવિત્ર તત્ત્વો અને ઉત્તમ આત્માઓને સ્થાપન કરી તેમનું સ્મરણ, જાપ, ધ્યાન વગેરે કરીને આપણે આત્માને ગુણોથી ભરી દઈ શકીએ છીએ અને દોષોનો નાશ કરી શકીએ છીએ. પુણ્યના પુંજને પ્રાપ્ત કરી શકીએ અને પાપના પુંજોનો નાશ કરી શકીએ છીએ.
હવે અહીં સ્તવનની પંક્તિનો અર્થ વિચારીએ. મહોપાધ્યાયજીના પ્રભુની આગળ ઉદ્ગાર નીકળી પડે છે- પ્રભુ ! જે હૃદયમાં તમારુ સદા સ્મરણ થાય છે એ અમારુ હૃદય પણ ધન્ય બની જાય છે.
આથી એક વિશેષ વાત કરી કે પ્રભુનું સ્મરણ હૃદયથી કરો. હૃદયના ભાવથી કરો. શૂન્ય હૃદયથી થતુ પ્રભુ સ્મરણ વિશેષ લાભદાયી નહીં બને. પરમાત્માની થથી ભક્તિ થાય તે ભાવભક્તિ ગણાય છે. હૃદય-શૂન્યભક્તિ એ દ્રવ્યભક્તિ કહેવાય છે. પ્રભુનું હૃદય થકી થતું સ્મરણ અત્યંત મહત્ત્વનું છે.
OL NOOL NO (૧૦૦)
04