Book Title: Rushabh Jinraj Muz Aaj din Aatam Bhalo
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 29
________________ VOGOVORION થતાની સાથે ઈન્દ્રોના સિંહાસન કંપાયમાન થાય છે. અવધિજ્ઞાનથી પ્રભુના કેવલજ્ઞાનને જાણીને ઈન્દ્રો આનંદપૂર્વક ઈન્દ્રસભામાં જ સિંહાસન પરથી ઊભા થઈ સાત-આઠ ગલા આગળ વધી નીચા નમી ભૂમિ પર મસ્તક લગાડી ત્રણ વાર પ્રણામ કરે છે, પછી જમણો પગ નીચે સ્થાપન કરી ડાબો પગ ઊંચો રાખી ભાવપૂર્વક શકસ્તવ (નમુત્થણ) સૂત્ર દ્વારા પરમાત્માની સ્તુતિ કરે છે. પુનઃ સિહાસનમાં બિરાજમાન થઈ સુઘોષા ઘંટા વગડાવી સમસ્ત દેવલોકમાં પરમાત્માના કેવલજ્ઞાનની વાત પ્રગટ કરાવીને ઈન્દ્ર વિમાન વિકુર્તી દેવો સાથે પરમાત્માના કેવળજ્ઞાન સ્થળે પહોંચે છે. પરમાત્માની સ્તવના કરે છે ચોસઠ ઈન્દ્રો આવે છે. કરોડો અબજો કે અસંખ્યાતા દેવો આવે છે. પરમાત્માની દેશના માટે એક યોજન લાંબા પહોળા સમવસરણની રચના કરે છે વચ્ચે સિંહાસન રચે છે. પ્રભુ સમવસરણમાં પૂર્વદિશા સન્મુખ બેસે છે, ત્રણે દિશામાં પ્રભુના પ્રતિબિંબની દેવો રચના કરે છે, “કોડિ દેવ મીલ Sou. .૧ (૧૧૩) . . . કર ન શકે, એક અંગુષ્ઠ રૂપ પ્રતિછંદ” કરોડો દેવો ભેગા થઈને જે પ્રભુના એક અંગુઠા જેટલું રૂપ પણ વિદુર્વી શકતા નથી તે જ દેવો અહીં ત્રણે દિશામાં સાક્ષાત્ પ્રભુના જેવા જ રૂપને વિદુર્વે છે, તેમાં પ્રભુનો જ પ્રભાવ છે. પરમાત્માના મસ્તકની પાછળ હજારો સૂર્યથી વધુ તેજસ્વી ભામંડલ, ઉપર ત્રણ છત્ર, પાછળ અશોકવૃક્ષ, આગળ ચામર વીંઝતા ઈન્દ્રો, આકાશમાં દેવભિ વગાતાં દેવો, દેવો દ્વારા પુષ્પની વૃષ્ટિ, દિવ્ય ધ્વનિ અને સોનાથી બનેલું અને રત્નોથી જડેલું સિંહાસન આ આઠ પ્રભુના પ્રાતિહાર્ય છે. "अशोकवृक्षः सुरपुष्पवृष्टिर्दिव्यध्वनिश्चामरमासनं च। भामण्डलं दुन्दुभिरातपत्रं सत्प्रातिहार्याणि जिनेश्वराणाम्।।" અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, સિંહાસન, ભામંડલ, દુંદુભિ, આતપત્ર (છત્ર) જિનેશ્વર ભગવંતોના પ્રાતિહાર્ય છે. અષ્ટ પ્રાતિહાર્ય યુક્ત પ્રભુ સિહાસન પર બેસી પ .પ . ૧ (૧૧૪) . = = = = = = OG GR I GION દેશનાના ધોધ વરસાવે છે જેમાં લીન બની અનેક ભવ્ય જીવો પ્રતિબોધ પામે છે. પરમાત્મા તેઓને ચારિત્ર આપી સાધુ-સાધ્વી બનાવે છે. કેટલાય જીવો શ્રાવક શ્રાવિકા બને છે, કેટલાય સમ્યકત્વ પામે છે, વિશિષ્ટ યોગ્યતાવાળા મુનીઓને (ગણધરોને) પ્રભુ ત્રિપદી આપે છે જેના આધારે તેઓ દ્વાદશાંગીની રચના કરે છે. આમ અહિ મૃતધર્મની અને ચારિત્રધર્મની શરુઆત થાય છે. ચતુર્વિધ સંઘની સ્થાપના થાય છે. શાસનની પરંપરા આગળ વધે છે, શાસનની સ્થાપના એ જ પ્રભુનો સૌથી મોટો જગત પર ઉપકાર છે. શાસનથી સંસાર સાગર તરાય છે માટે શાસનને તીર્થ પણ કહેવાય છે અને પ્રભુ શાસનના સ્થાપક હોવાથી તીર્થકર કહેવાય છે. આમ જીવો પ્રત્યે પ્રભુની કરુણા અનંત છે. આમ પ્રભુના ગુણો અનંત છે. આમ પ્રભુનો પ્રભાવ પણ અનંતો છે. નામસ્મરણ કરવા માત્રથી જીવોના વિપ્નો નાશ પામે છે. દુર્ગતિઓ Sess (૧૧૫) ડાબews . અટકી જાય છે. સદ્ગતિ અને પરંપરાએ મુક્તિ પણ નિકટ થઈ જાય છે. જીવનની અંતિમક્ષણે પણ પરમાત્માને યાદ કરતા જે જીવો પરલોકમાં પ્રયાણ કરે છે તેઓ અવશ્ય સગતિને પામે છે. ઉવસગ્ગહરી સ્તોત્રની ત્રીજી ગાથામાં ભદ્રબાહુસ્વામીએ સ્પષ્ટ કહ્યું છે કે... “चिट्ठउ दूरे मंतो तुज्झ पणामो वि बहुफलो होइ। नरतिरिएसु वि जीवा पावंति न दक्खदोगच्चं।।" પ્રભુ ! મંત્ર (બીજી ગાથામાં “વિસદર ત્રિા'' મંત્રની વાત કરી છે) દૂર રહો, તમને કરેલો પ્રણામ પણ બહુ ળવાળો છે. મનુષ્ય-તિર્યય જીવો પણ દુઃખ અને દુર્ગતિને પામતા નથી. આ ગાથાની ટીકામાં પૂ. જિનસુંદરસૂરિ મહારાજાએ ખૂબ વિસ્તાર કર્યો છે,. "टीका :- प्रणाम इत्येकवचनं च ज्ञापयति यदेकोऽपि नमस्कारो बहुफलो भवति, किं पुनस्ते बहुशः प्रयुक्ताः । - Go (૧૧૬). See


Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34