Book Title: Rushabh Jinraj Muz Aaj din Aatam Bhalo
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 14
________________ = = = = = = = = = = = પ્રભુ આપ અભયના દાતાર છો, આપના નામનું પણ ભાવથી સ્મરણ કરે તેના ઉપરોક્ત સાતે ભયો નાશ પામે છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રભુ સર્વજ્ઞા છે. સર્વદર્શી છે. તેમના વચનો સંપૂર્ણ સત્ય છે. જગતના જીવોના દુ:ખના દાવાનળને શાંત કરનારા છે. દેવાધિદેવે કેવલજ્ઞાન થતા દેશના આપી, તેમની દેશનાથી વૈરાગ્યવાસિત થયેલ કંઈક જીવોએ સંયમ સ્વીકાર્યું, બીજા અન્ય સત્ત્વશક્તિવાળા જીવોએ શ્રાવકધર્મ સ્વીકાર્યો. આમ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારુપ ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. તેમાં મુખ્ય મુનિમાં જે ગણધરપદને પાત્રા હતા તેમને ભગવાને ત્રિપદી આપી. ત્રણ પદ “પ્રશ્નઃ વા વિનાને વા થુફ વા” આ ત્રણ પદના આધારે બીજ બુદ્ધિના ધણી એવા તેમને દ્વાદશાંગી એટલે આચારાંગ, સૂત્રકૃતાંગ આદિ બાર અંગની રચના કરી બારમાં દ્રષ્ટિવાદ અંગમાં ચૌદપૂર્વનો પણ સમાવેશ થયો. ગણધર ભગવંતોની આ દ્વાદશાંગીની રચનાને પ્રભુએ અનુજ્ઞા આપી, તેમના પર વાસક્ષેપ નાંખી ગણધરપદ પર સ્થાપન કર્યા. આ દ્વાદશાંગી તથા તેના આધારે અન્ય શાસ્ત્રો રચાયા. આ બધુ પ્રભુવચન છે. કાળબળે આનો હાસ થયો. આજે અતિ અલ્પ પ્રમાણમાં શાસ્ત્રો રહ્યા છે. મોટા ભાગનો વિચ્છેદ થયો, આમ છતાં પણ “ભાંગ્યું ભાંગ્યુ ભરૂચ' એ ન્યાયે હાલ જે થોડા ઘણા શાસ્ત્રો બચ્યા છે, એ પણ ઘણા મહાન છે. વળી આ શાસ્ત્રો બધા સુંદર તત્વોથી ભરેલા છે. સમસ્ત લોકના સ્વરૂપને બતાવનારા છે. આ શાસ્ત્રો એટલે પ્રભુના વચનો છે.આ પ્રભુના વચનના વાંચનપઠન-અવગાહન-ચિતન-અનુપ્રેક્ષા કરતા મહાત્માઓ અત્યંત આનંદ અનુભવે છે. તેમના હૃદયમાં આનંદનો સાગર ઉછળે છે. બધા સંક્લેશો ભયો, દુઃખો વિલીન થઈ જાય છે માત્ર સાધુઓ જ નહીં પણ સાધુઓના કાજી (૫૩) ૧૫ (૫૪) ૧ ew = = = = = = GOGORO મુખેથી આ વચનોનું શ્રવણ કરતાં શ્રાવક-શ્રાવિકાઓ પણ અત્યંત આનંદ અનુભવે છે. ચિતં ક્લેશ અને દુઃખોથી મુક્ત થાય છે માટે જ પરમાત્માની ભક્તિ કરતા બહુશ્રુત એવા ઉપાધ્યાયજીના મુખમાંથી ઉગાર નીકળી પડે છે. “તુજ વચન રાગ સુખસાગરે ઝીલતો, કર્મભર ભ્રમ થકી હું ન બીહું.” પ્રભુ તમારા વચન રાગના સુખસાગરમાં લીના બનેલો હું હવે કર્મના જૂથથી વ્હીતો નથી. આપણે પણ ઉપાધ્યાયજી મહારાજના જેવા જ ભાવથી પ્રભુની સ્તવના કરવા પ્રયત્ન કરીએ. કોડી છે દાસ વિભુ તાહરે ભલભલા, માહરે દેવ તું એક પ્યારો; પતિતપાવન સમો જગત ઉદ્ધારક, મહેર કરી મોહે ભવજલધિ તારો.IIul 2ષભ૦ શબ્દાર્થ : ભગવંત ! આપની સેવામાં કરોડો દાસ છે પણ માહરે તો તું એક જ પ્યારો (અતિ વાહલો) દેવ છે. હે પતિતપાવન ! વિશ્વના ઉદ્ધારક સ્વામી ! મહેરબાની કરી મને ભવ જલધિથી તારો.. પાર ઉતારો.. વિશેષાર્થ : અહિ હવે પ્રભુના ઐશ્વર્યનું વર્ણન કરતા ઉપાધ્યાયજી મ.સા.ના મુખમાંથી સ્વાભાવિક ઉદ્ગારો નીકળી જાય છે. પ્રભુ તમારે ભલભલા કોટિ કે કરોડો દાસ છે. ભલ ભલા એટલે મહા ઐશ્વર્યના ધારક, અસંખ્ય દેવોના અધિપતિ એવા ઈંદ્રો-દેવો વગેરે પ્રભુ આપના દાસ છે, સેવક છે. કેટલી બધી શક્તિના ધણી ઈન્દ્રો અને દેવો છે. આખા જંબુદ્વીપ કે અનેક દ્વીપ-સમુદ્ર ને ઉંધા કરી છત્રરુપ કરી શકે, અસંખ્ય દ્વીપ સમુદ્રો ભરાઈ જાય તેટલા રૂપો વિકુર્તી ભરી શકે, ક્ષણવારમાં અસંખ્ય યોજન જઈ શકે, મનમાં ચિંતવતાની સાથે કાર્યસિદ્ધ કરી શકે, અપૂર્વ બળને ધારણ કરનારા, અભુતરૂપને ધારણ કરનારા, સર્વોચ્ચ કોટિના ભૌતિક ભોગોને રાજswા (૫૫) www. SubsN® (૫૬) SS


Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34