Book Title: Rushabh Jinraj Muz Aaj din Aatam Bhalo
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 16
________________ = = = = = = = = = = = સંસારના સ્વરૂપનું ચિંતન કરતા જ મને ગભરામણ થઈ જાય છે. સ્વામી ! દેવાધિદેવ પ્રભુ ! આપના ચરણોમાં વારંવાર નમસ્કાર કરીને હું મારા દયથી વિનંતી કરું , મને આ ભયંકર સંસારસમુદ્રથી તારો, ભવથી પાર ઉતારો, જે મુક્તિમાં આપે સ્થાન પ્રાપ્ત કર્યું છે, ત્યાં મને પણ સ્થાન આપો. પ્રભુ મારા ગુણોદોષોને જોશો નહિ, કેમકે હું દોષો અને દુર્ગુણોથી ભરેલો જ છું. ફરી ફરીને કુમારપાળ મહારાજાની આ સ્તુતિથી આપને વિનંતી કરું છે. "भवजलनिधिमध्यान्नाथ ! निस्तार्य कार्यः, शिवनगरकुटुम्बी निर्गुणोऽपि त्वयाऽहं । न हि गुणमगुणं वा संश्रितानां महान्तो, निरुपमकरुणार्द्राः सर्वथा चिन्तयन्ति ।।" અર્થ : ભવસમુદ્રમાંથી તારીને નિર્ગુણ એવા પણ મને હે નાથ ! શિવનગરનો આપનો કુટુંબી બનાવજો. નિરુપમ કરુણાથી આદ્રહૃદયવાળા મહાન પુરુષો આશ્રિતોના ગુણ કે દોષને સર્વથા વિચારતા નથી. ૨૫ . (૬૧) Sep પ્રભુ ! સંસારમાં એક પિતા પણ પુત્રના ગુણ કે દોષને વિચાર્યા વિના તેને ઊંચે લાવવા પ્રયત્ન કરે છે. તિર્યંચો પણ પોતાના બચ્ચાને કંઈ પણ વિચાર્યા વિના પાળે છે, પોષે છે. તો આપ પણ મારા ગુણદોષને વિચાર્યા વિના જ મને આપની સાથે શિવનગરમાં (મોક્ષમાં) સ્થાન આપો ! અથવા આપ એમ કહેતા હોવ કે દોષોનો કે કર્મોનો નાશ કર્યા વિના મુક્તિમાં સ્થાન આપી શકાતુ નથી તો મારી વિનંતી છે કે મારા દોષોનું કે કર્મોનું પણ પ્રભુ આપ જ નિવારણ કરો.... કેમ કે અમારા સર્વ કર્મક્ષયમાં પણ હેતુ પ્રભુ ! તમે જ છો. "निमील्य नेत्रे मनसः स्थिरत्वं, વિથાય યાજ્ઞિન દિત્તના त्वमेव तावन्न परोऽस्ति देवो, निःशेषकर्मक्षयहेतुरत्र ।।" -કુમારપાળ મહારાજા Sછે (૬૨) www. = = = = = = ss SS SS SS અર્થ : આંખો મીંચીને મનને સ્થિર કરીને પ્રભુ જ્યાં હું કંઈક વિચાર કરું , ત્યાં મારા સર્વ કર્મક્ષયના હેતુભૂત પ્રભુ ! તમે જ જણાવ છો. બીજા કોઈ જણાતા નથી. છેલ્લે પ્રભુ આપને એક પ્રાર્થના છે, દોષોનો નાશ કરીને કે કર્મોનો નાશ કરીને જે રીતે થાય તે રીતે પણ આપ મને સંસારમાંથી તારો અને મુક્તિના અનંત સુખમાં હાલતો કરી દો, પ્રાણપ્યારા હે પ્રભુ ! બસ, તારા દાસની આટલી વિનંતી અવશ્ય સ્વીકારી કૃતાર્થ કરજે. અધિક તારી ભક્તિ વસી ગઈ છે. તેની (ભક્તિ) સાથે બળવાન પ્રતિબંધ ઊભો થાય છે. પ્રભુ ! ચમકનો પાષાણ (લોહચુંબક) જેમ લોઢાને ખેંચે છે તેમ તમારો ભક્તિરાગ મુક્તિને અવશ્ય ખેંચી લાવશે. વિશેષાર્થ : આગલી ગાથામાં ‘ભવજલધિ તારો” ની માંગણી કરી ભવજવલધિ તારો નો અર્થ જ મોક્ષ આપો એમ થયો. અન્યત્ર પણ પૂ. ઉપાધ્યાયજી મહારાજે પ્રભુને વિનંતી કરી છે, “મુક્તિ સુખ આપો આપ પદ થાપો' અહિ ઉપાધ્યાયજી મહારાજ વળી નવી વાત કરે છે. ઉપાધ્યાયજી મ. કહે છે કે “પ્રભુ મુક્તિની ઈચ્છા હજી એટલી તીવ થતી નથી, પરંતુ એક વાતા નક્કી છે કે તમારી ભક્તિ મારા મનમાં અત્યંત વિશેષ પણે વસેલી છે. તમારી ભક્તિ મારા આત્માના પ્રદેશ પ્રદેશ વ્યાપ્ત છે. મને તમારી ભક્તિ જોડે પ્રતિબંધ (લગાવ) લાગ્યો છે. મને તમારી ભક્તિ વિના જરા પણ ચેન પડે તેમ નથી. Go Set (૬૪) આ e . મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જેહશું સબળ પ્રતિબંધ લાગો; ચમક પાષાણ જિન લોહને ખેચશે, મુક્તિને સહજ તુજ ભક્તિ રાગો llll..2ષભo શબ્દાર્થ :- પ્રભુ ! મારા મનમાં મુક્તિથી પણ પછ. . (૬૩) w w w

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34