Book Title: Rushabh Jinraj Muz Aaj din Aatam Bhalo
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 19
________________ = = = = = આનંદ, કરોડ્ઝતિપણા કરતા અબજપતિપણામાં વિશેષ આનંદ, તેથી પ્રધાનપદમાં વધુ આનંદ તેથી વડાપ્રધાનપદમાં વધુ આનંદ. મનુષ્યપણામાં સામાન્ય રાજા કરતા બળદેવ વાસુદેવપણામાં (ત્રણ ખંજ્ઞા અધિપતિપણામાં) વિશેષ આનંદ, તેના કરતાં ચક્રવર્તીપણામાં અધિક સુખ, તેથી દેવલોકમાં દેવપણામાં વધુ સુખ, સામાન્ય દેવપણાની પ્રાપ્તિ કરતા ઈન્દ્રપણામાં વિશેષ સુખ. ઈન્દ્રોમાં પણ ભવનપતિ-વ્યંતર-જ્યોતિષના ઈન્દ્રપણા કરતા વૈમાનિક ઈન્દ્રપણામાં વિશેષ આનંદ, તેમાં પણ ઉપર ઉપરના દેવલોકની પ્રાપ્તિમાં વિશેષ આનંદ, એમ સૌથી વધુ સુખનો અનુભવ અનુત્તરવાસી દેવના ભવની પ્રાપ્તિમાં આવે છે. ભૌતિક સુખની આ ટોચ છે. આનાથી વધારે ભૌતિક સુખ ક્યાંય નથી. વિચારો જેમ જેમ (વધુ મૂલ્યવાન) વધુને વધુ ઉચ્ચ વસ્તુ કે સ્થાનની પ્રાપ્તિ થાય તેમ સુખનો અનુભવ વિશેષ થાય છે. વધુ ઉચ્ચ સુખનો અનુભવ થાય છે...આ એક નિયમ થઈ ગયો. આ જગતની બધી જ મૂલ્યવાન વસ્તુ કરતા પણ અત્યંત શ્રેષ્ઠ હોય તો અરિહંત પરમાત્મા છે તો સૌથી શ્રેષ્ઠ એવા અરિહંત પરમાત્માની પ્રાપ્તિનો આનંદ કે સુખ કેટલુ બધુ હોય ? તેવી જ રીતે ગુરુની પ્રાપ્તિનો પણ આનંદ કે સુખ વિશિષ્ટ કોટીનું હોય છે. કુમારપાળ મહારાજા પણ પરમાત્માની સ્તુતિમાં છેલ્લે ઉપસંહારમાં આ બે વસ્તુની સર્વ શ્રેષ્ઠતા બતાવે છે. "प्राप्तस्त्वं बहुभिः शुभैस्त्रिजगतः चूडामणिर्देवता, निर्वाणप्रतिभूरसावपि गुरुः श्रीहेमचन्द्रप्रभुः। तन्नातः परमस्ति वस्तु किमपीह स्वामिन्यदभ्यर्थये, किन्तु त्वद्वचनादर प्रतिभवं स्तादवर्धमानो मम।।" અનુવાદ : પામ્યો છું બહુ પુણ્યથી પ્રભુ તને, મૈલોક્યના નાથને, . . (૭૪) News UDK DK (93) KOKON OGG YGYON OG GR I GION હેમાચાર્ય સમાન સાક્ષી શિવના, નેતા મળ્યા છે મને; એથી ઉત્તમ વસ્તુ કાંઈ ન ગણું, જેની કરું માંગણી, માંગુ આદર વૃદ્ધિ તો ય તુજમાં, એ હાર્દની લાગણી. ત્રણ જગતના ચૂડામણિ એવા તમે ખૂબ પુણ્યથી મળ્યા છો, મોક્ષ માર્ગના સાર્થવાહ એવા હેમચંદ્રસૂરિ મહારાજા પણ મળ્યા. આ વિશ્વમાં આનાથી વધુ શ્રેષ્ઠ વસ્તુ જ નથી કે જેની હું માંગણી કરુ.... મને જે મળેલ છે તેનાથી વધુ મુલ્યવાન વસ્તુ જ આ જગતમાં ન હોય તો પછી શેની યાચના કરવાની હોય ? અર્થાત આપણને મળેલા દેવ-ગુરુથી આ જગતમાં કોઈ જ વધુ મૂલ્યવાન વસ્તુ નથી. છેવટે છેલ્લી પંક્તિમાં આ બે વસ્તુની જ વિશેષપણે માંગણી કરતા પરમાત્માને પ્રાર્થના કરે છે કે તમારા પર તથા તમારા વચન પરનો આદર વધતો જાય એમ કરજો. SubsN® (૭૫) ગse તાત્પર્ય એ છે કે આજે દેવગુરુ મળ્યા પણ દેવગુરુ પ્રત્યેનો ઉત્કૃષ્ટ આદરભાવ જેવો જોઈએ તેવો દયમાં જાગ્યો નથી. આપણે આપણા મન જોડે આ. મોટી સ્ટ્રગલ (વિવાદ) કરવી જોઈએ. હે મન ! આ જગતમાં જેમ જેમ મૂલ્યવાન વસ્તુ દેખાય છે તેમ તેમ તેના પર તારુ આકર્ષણ તારો રાગ વધતો જાય છે. તો પછી આ જગતના સર્વથી અધિક મૂલ્યવાન સર્વથી વધુ શ્રેષ્ઠ જેનાથી બીજી ચશ્ચિાતી વસ્તુ જ જગતમાં નથી એવા દેવ-ગુરુ પ્રત્યે ઉત્કૃષ્ટ રાગ કેમ નથી થતો ? આપણી આ મોટી સમસ્યા છે એટલે છેવટે અહિ પ્રભુ પાસે એ જ માંગ્યું કે, “આપના પર અને આપના વચન પર મારો રાગ વધતો જાય એમ પ્રભુ કરો.' પ્રભુ મળ્યા છો પણ આદર-બહુમાન રાગ જે અત્યંત જોઈએ તેવો નથી. તેથી તમે સામાન્યપણે મળ્યા છો. હવે ખૂબ આદર વધે એટલે તમે વિશિષ્ટરુપે મળ્યા ગણાશો. Dee s® (૭૬) :

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34