Book Title: Rushabh Jinraj Muz Aaj din Aatam Bhalo
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 11
________________ = = = = = હવે પ્રભુનું મહત્ત્વ બતાવે છે. સાથે સાથે ઇતરદેવની પણ સ્થિતિ પ્રગટ કરે છે. પ્રભુ કનકમણિ એટલે સોનું અને રત્નોના પુંજ સ્વરૂપે છે, સર્વજ્ઞ દેવાધિદેવ વીતરાગ એવા પરમાત્માની સમક્ષ અન્ય રાગી દેવો તો તૃણથી પણ લઘુ જણાય છે. ક્યાં વીતરાગી. એવા દેવાધિદેવ, ક્યાં રાગી દ્વેષી એવા ઈતરદેવો. સંગમદેવ મહાવીર પ્રભુને પ્રતિકૂળ ઉપસર્ગો કરીને ચલાયમાન ન કરી શક્યો એટલે અનુકૂળ ઉપસર્ગો કરવા દેવ-દેવીઓની વિગુર્વણા કરી દેવાંગનાઓના નાચ-ગાન-સંગીત વગેરેની વિક્ર્વણા કરે છે. ધ્યાનમગ્ન પ્રભુની દષ્ટિ જરા પણ ઊંચી થતી નથી. આ પ્રભુનો કામ જય છે. જ્યારે ઈતર દર્શનોમાં દેવોના રાગદ્વેષ પૂર્વકના વિવિધ પ્રસંગો વર્ણવ્યા છે. પ્રભુ દેવાધિદેવ વીતરાગ છે, સર્વજ્ઞ છે. ઈંદ્રો વગેરે દેવોથી પૂજાયેલા છે. સમવસરણમાં બેસી વિશ્વના ૧ . (૪૧) . . . યથાસ્થિત સ્વરુપને પ્રગટ કરનારા છે. વિશ્વના જીવોને સંસારમાં જીવની નિરાધાર દશા, ચાર ગતિમાં અને ચોર્યાશી લાખ યોનિમાં પરિભ્રમણ, તેના કારણો, તેમાંથી છુટવાના ઉપાયો વગેરે બતાવી જગતના જીવો. પર પ્રભુએ અનુપમ મહાન ઉપકાર કર્યો છે. જીવોને સંસારમાંથી તારવા ચતુર્વિધ સંઘરૂપી તીર્થની સ્થાપના કરી જીવો પર જબરદસ્ત ઉપકાર કર્યો છે. પ્રભુનું રૂપ પણ ઈંદ્રોથી અનંતગુણ છે. પ્રભુનું બળ પણ ઈંદ્રોથી અનંતગુણ છે. તેમનું સ્વરુપ અલૌકિક છે. અનંતાનંત ગુણના માલિક પ્રભુના ગુણો ગણી શકાય તેમ નથી. કલ્પસૂત્રની ટીકામાં વિનયવિજય મ. પ્રભુના સ્વરૂપનું વર્ણન કરતા જણાવે છે. यदि त्रिलोकी गणनापरा स्यात्, तस्याः समाप्तिर्यदि नायुषः स्यात् । पारेपरायं गणितं यदि स्यात्, गणेयनिःशेषगुणोऽपि स स्यात् ।। કાજી (૪૨) , = = = = = = ©©©©©©©©©©©©S જો ત્રણ લોક (ના જીવો) પ્રભુના ગુણ ગણવા તત્પર થાય. તેમના આયુષ્યની સમાપ્તિ જ ન થાય. ગણિત પણ પરાર્થથી પણ આગળ ચાલે તો તેમના સર્વ ગુણો ગણી શકાય. આ બધુ જેમ અશક્ય છે. લોકના આયુષ્યની સમાપ્તિ ન થાય તેવું બનવાનું નથી. એ જ રીતે પ્રભુના ગુણ-ગણ ગણી શકાય એ શક્ય જ નથી. છદ્મસ્થ તો પ્રભુના ગુણ ગણી ન શકે, વર્ણવી. પણ ન શકે, પણ કેવલજ્ઞાનીને સંપૂર્ણ જ્ઞાન હોવાથી પ્રભુના ગુણોને જાણી તો શકે, પણ તેઓ પણ તેને વર્ણવી ન શકે કેમકે સામાન્ય કેવલજ્ઞાનીને (તીર્થકર સિવાયના) પ્રભુના ગુણોનું સંપૂર્ણ વર્ણન કરી શકાય તેવી વાણીનો અતિશય હોતો નથી. માટે તીર્થકર દેવના યથાર્થ સ્વરૂપને એક માત્ર તીર્થકર દેવો જ વર્ણવી શકે. આ વાત મહાનિશીથ સૂત્રમાં બતાવી છે. વળી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે, ता सयलदेव-दाणव-गह-रिक्ख-सुरिंद-चंदमादिणं । तित्थयरे पूज्जयरे ते च्चिय पावं पणासंति ।। સઘળા દેવ-દાનવ-ગ્રહ-નક્ષત્ર, સુરેન્દ્ર, ચંદ્ર આદિ બધાને તીર્થકરો અતિશય પૂજ્ય છે. પૂજ્યતર છે આવા તીર્થકરો જ આપણા સર્વ પાપનો નાશ કરે છે. વળી કહ્યું છેजं तिहुयणं पि सयलं एगीहोउणमुब्भेगदिसं भागे गुणाहिओम्हं तिथ्थयरे परमपूज्जेत्ति ।। ते च्चिय अच्चे वंदे पूए आराहे गइ मइ सरण्णे य। जम्हा तम्हा ते चेव भावओ णमह धम्मतित्थयरे।। એક બાજુ સકલ ત્રણ ભુવનને એકત્ર કરીને રાખીએ તો પણ પરમપૂજ્ય એવા તીર્થકર તેનાથી અધિક થાય છે. ગુણાધિક થાય છે. માટે તે તીર્થકર જ અર્થ્ય, વંદ્ય, પૂજ્ય, આરાધ્ય, ગતિ–મતિ અને શરણ્ય છે. માટે તે જ ધર્મતીર્થકરને ભાવથી નમસ્કાર કરો. NOMBRO (83) OR OR SOM 1 . 0 (૪૪) રા .

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34