Book Title: Rushabh Jinraj Muz Aaj din Aatam Bhalo Author(s): Hemchandrasuri Acharya Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust View full book textPage 7
________________ == = = = = = VOGOVORION ઉપરના દેલવાડાના જંગલોમાં ગયા. ત્યાં વનસ્પતિઓ વગેરે એકઠી કરી આમ્નાય મુજબ અનેક પ્રક્રિયાઓ કરી સુવર્ણસિદ્ધિ માટેનું દ્રવ્ય તૈયાર થયું. આ દ્રવ્યના. સ્પર્શથી લોખંડ સુવર્ણ થવા માંડ્યું પેથડ્ઝાએ સાતસાંઢણી પર સમાય તેટલા લોખંનું સુવર્ણ બનાવ્યું. ખુશ થઈ ગયા. કોને આનંદ ન થાય ? સાત સાંઢણી સોનાના ભારથી લદાઈ ગઈ. માંડ્વગઢ તરફ પ્રયાણ કર્યું. પ્રારંભમાં થોડું આગળ જતાં દેલવાડાના વિમલશાનું ભવ્ય મંદિર આવ્યું. મંદિરને ઓળંગીને શ્રાવક શી રીતે જઈ શકે? પેથશાએ બહાર સાંઢણીઓને ઉભી રાખી વિમલવસહી ચૈત્યમાં નિસીહીપૂર્વક પ્રવેશ કર્યો.. ભાવવિભોર થઈ પ્રભુના દર્શન કર્યા. ભાવપૂર્વક સ્તુતિ બોલવા લાગ્યા. आदिमं पृथिवीनाथ-मादिमं निष्परिग्रहम् । आदिमं तीर्थनाथं च, ऋषभस्वामिनं स्तुमः ।। સ્તુતિ બોલતા પેથશા અત્યંત ભાવવિભોર થઈ પ્રભુને યાદ કરે છે. આદિમ પૃથિવીનાથે આદિમાં નિષ્પરિગ્રહમ્. પ્રભુ આપ આ અવસર્પિણીમાં પ્રથમ પૃથ્વીના નાથ થયા, એટલું જ નહિ પ્રથમ અપરિગ્રહી થયા અર્થાત્ પ્રથમ સાધુ થયા. સમસ્ત ભરતક્ષેત્ર પૃથ્વીના સામ્રાજ્યને પ્રભુ આપે ક્ષણમાત્રમાં પગની રજની જેમ છોડી દીધુ. પેથશા મામિ નિષ્પરિપ્રદમ વાળી પંક્તિ વારંવાર બોલે છે અને તેનાથી આત્માને ખૂબ ભાવિત કરે છે. આગળ પણ હજી વિચારે છે. ખરેખર આપે ખૂબ જ પરાક્રમ કર્યુ, હું આપનો ભક્ત હોવા છતા છોડવાની વાત નથી, મેં તો વધારવાની વાત કરી, અરે પરિગ્રહના ભાર નીચે હું એટલો દબાઈ ગયો છું કે પ્રભુ ! તમે જે છોડ્યું તેની પાછળ હું પાગલ થયો. આ સુવર્ણના ગંજ એકઠા કરવા માટે મેં કેટકેટલો આરંભ સમારંભ કર્યો ! કેટલીય વનસ્પતિઓને બાળી નાંખી. સજીવ એવી વનસ્પતિઓને કાય છે (૨૫) ડા, કાજી (૨૬) , બાળવામાં એ જીવોને કેટલી પીડા ઉપજાવી. સાથે પૃથ્વીકાય, અગ્નિકાય, વાયુકાય, ત્રસકાય વગેરે છ કાયના જીવોનો કેટલો બધો સંહાર ? ક્યાં છ કાયના સર્વજીવોની રક્ષાનો આપનો માર્ગ ? અને ક્યાં છ કાયની ઘોર હિસાની મારી પાપ પ્રવૃત્તિ... ક્યાં સંપૂર્ણ નિષ્પરિગ્રહી આપ અને સંપૂર્ણ નિષ્પરિગ્રહપણાનો આપનો માર્ગ ? અને પરિગ્રહના ભાર તળે દબાઈ ગયેલ હું ક્યાં ? મારું શું થશે ? આ પાપોથી મારો ક્યારે છુટકારો થશે ? પેથશાની આંખમાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યા. ધરતીકંપથી તૂટેલ મોટા મકાનના કાટમાળ તાલે દબાયેલા મનુષ્ય કરતાં પણ પરિગ્રહના ભારથી દબાયેલ મનુષ્યની સ્થિતિ ભયંકર છે. મકાનના કાટમાળ તળે દબાયેલ માણસ કદાચ કાટમાલ ખસેના જીવતો પણ નીકળી શકે છે અથવા કદાચ એકાદવાર મૃત્યુને પામે છે પણ પરિગ્રહના ભાર તળે દટાયેલ મનુષ્ય પણ આધ્યાત્મિક જગતમાં મડદા જેવો છે. ભવાંતરમાં અનેક મરણો તેના નક્કી થાય છે. છ ખંના પરિગહને છેલ્લે સુધી વળગી રહેનારા ચક્રવતિઓ નરકગામી બને છે. પરિગ્રહના ભાર નીચે દબાયેલ મમ્મણ સ્વજીવનમાં ન કોઈને આપી શક્યો, ન ભોગવી શક્યો. મરીને સાતમી નરકમાં ગયો. સોનામહોરની મૂર્છાવાળો ઉંદર, કુમારપાળે સોનામહોર આઘીપાછી કરતા માથુ પટકીને મરી ગયો. પૂર્વભવના દાટેલા પરિગ્રહ પર સર્પાદિ થઈને ઉત્પન્ન થયાના સેંકડો દ્રષ્ટાંતો શાસ્ત્રોમાં છે. એક રત્નનો પરિગ્રહ સ્થાપનાજીમાં રાખી તેના પરની મૂર્છા સાથે મૃત્યુ પામી સેંકડો સાથ્વીના ગુરુણી મહત્તરા ગિરોડીના ભવમાં ગયા. સદભાગ્યે કેવલજ્ઞાની . (૨૭) . s (૨૮ )Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34