Book Title: Ratnasanchay Prakaranam
Author(s): Harshnidhansuri
Publisher: Sheth Chaturbhuj Tejpal Hubli

View full book text
Previous | Next

Page 6
________________ કામ લાગી હતી. આ ગ્રંથનું ગુજરાતી ભાષાંતર શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના શાસ્ત્રી જેઠાલાલ હરિભાઈ” પાસે કરાવ્યું છે. તેમાં શબ્દાર્થ અને તે ઉપર અમુક અમુક ઠેકાણે વિશેષાર્થ લખતાં તેમણે પોતાનો જૈનશાસ્ત્રનો અનુભવ પણ બતાવી આપે છે. ત્યારપછી મેં પોતે વાંચી જઈ તેમાં મારાથી બની શકે તેટલો સુધારે વધારે કર્યો છે. તે ઉપરાંત આ ગ્રંથની તૈયાર થયેલી પ્રેસકાપી હુબલી મોકલતાં શેઠ ચતુર્ભુજભાઈના ધર્મમિત્ર ગાંગજીભાઈ રવજી કે જેઓ જૈનશાસ્ત્રના સારા અનુભવી છે તેમણે પણ લક્ષપૂર્વક વાંચીને કેટલીક સૂચનાઓ કરી હતી તે ઉપર ઘટતું ધ્યાન આપવામાં આવ્યું છે. મળેલી ત્રણે પ્રતા પ્રાય: અશુદ્ધ હતી, તેમાં બનતા પ્રયાસે શુદ્ધિ કરી છે, છતાં કોઈ ઠેકાણે અશુદ્ધિ રહી ગઈ હોય તો તે વિદ્વાનોએ શુદ્ધ કરી અમને જણાવવા કૃપા કરવી, આ ગ્રંથ રચાયાને સંવત મળી શકશે નથી, તો પણ મળેલી પ્રતમાંથી એક પ્રતના અંતમાં આ પ્રમાણે લખ્યું છે - __इति श्री रत्नसंचयग्रन्थ सूत्रटबार्थतो संपूर्णति भद्रं. संवत 1833 वर्षे शाके 1698 प्रवर्तमानेઈત્યાદિ. બીજી પ્રતમાં– इति श्री रत्नसंचयग्रन्थ सिधान्तसारोद्धारे टबासूत्र संपूर्ण ॥श्री सूर्यपुरे संवत 1806 वर्षे कार्तिकमासे ઈત્યાદિ ત્રીજી પ્રતમાં સંવત લખે નથી. આ પ્રમાણે પ્રત લખ્યાને સંવત જોવામાં આવ્યો છે. તેથી ત્યારે અગાઉ આ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યાનું સમજી શકાય છે, આ ગ્રંથમાં આવેલા કુલ 336 વિષયની અનુક્રમણિકા આપેલી છે. ઉપરાંત કેઈ કઈ ખાસ વિષય ઉપર વિસ્તરાર્થ અને કથા વિગેરે લખવામાં આવ્યા છે. તેવા ર૭ વિષય છે તે પણ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 250