Book Title: Ratnasanchay Prakaranam Author(s): Harshnidhansuri Publisher: Sheth Chaturbhuj Tejpal Hubli View full book textPage 5
________________ (5) જૈન શાસ્ત્રોમાં એટલા બધા સુવિસ્તૃત વિષયે પ્રસિદ્ધ છે તેથી માત્ર જે જે કાળે જે જે વિષયની ગાથાઓ જાણવામાં આવી તે તે કાળે તે તે ગાથાનો સંગ્રહ કરી અમુક અનુક્રમ ગોઠવ્યો હોય અને તેમાં પણ અનુપગપણે અમુક ફેરફાર રહી ગયો હોય તેને પાછો યથાયોગ્ય સ્થાને ગોઠવવાને સમય કે વિચાર ન રહ્યા હેય એમ પણ કવચિત ધારી શકાય છે. જેમકે–અરિહંતના પ્રભાવનો વિષય 11 મા થી ર૩ મા વિષયોની અંદર રાખવા યોગ્ય હતો તેને બદલે 5 મે વિષય રાખ્યો છે તે અસ્થાને કહી શકાય, એવા અનેક સ્થળો જોવામાં આવવાથી એમ ધારી શકાય છે કે કર્તાએ તેવી અનુક્રમની અપેક્ષાને મુખ્ય ગણી નથી, માત્ર વિષયેના ઉપયોગીપણાને જ મુખ્ય સ્થાન આપ્યું છે અને તે જ ગ્ય માની શકાય છે. ' આ ગ્રંથમાં કર્તાએ પ૭ પ્રાકત ગાથાઓ ભિન્ન ભિન્ન ગ્રંથમાંથી ઉદ્ધરી છે અને છેલ્લી બે ગાથા પ્રશસ્તિ તરિકે પોતાની કરેલી છે, તથા પ૧ મી ગાથા ખાસ જરૂરીયાત હોવાથી છપાવતી વખતે કર્મગ્રંથમાંથી લઇને નાંખી છે. તેથી કુલ 550 ગાથાઓ આ ગ્રંથમાં થઈ છે. તેમાં પ્રશસ્તિના વિષય સહિત ગણતાં કુલ 336 વિષયો આવ્યા છે, તે સર્વ વિષયો ધર્માભિલાષીઓને અત્યંત હિતકર છે. આ સર્વ ગાથાઓ કયા કયા ગ્રંથમાંથી ' ઉદ્ધરી છે? તે બાબત કર્તાએ કાંઈ પણ જણાવ્યું નથી. અમને છપાવતી વખતે તે જણાવવાની જરૂર લાગી હતી, પરંતુ તેટલો પ્રયાસ બની શક્યો નથી, કેમકે અનેક ગ્રંથોના વાચક અને તીવ્ર ‘ઉપયોગવાળા મુનિ મહારાજ જ તેવો પ્રયાસ કરી શકે તેમ છે, આ ગ્રંથે અતિ ઉપયોગી હેવાથી તેને છપાવવાના મૂળ પ્રેરક શ્રી હબલી ધારવાડ જીલ્લાના નિવાસી શેઠ ચતુર્ભુજભાઈ તેજપાળ” છે, તેમની પ્રેરણાથી જ આ ગ્રંથ છપાવ્યું છે. આ ગ્રંથની લખેલી પ્રતોમાં મૂળ ગાથા અને તેનાપર જૂની રૂઢિ પ્રમાણે ટર્બો પૂરેલો હતો તેની ત્રણ પ્રતો મળી શકી હતી. તે ત્રણે ઘણું અશુદ્ધ હતી, તો પણ કઈ કઈ ઠેકાણે પ્રત્યંતર તરીકેPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 250