Book Title: Ratnasanchay Prakaranam Author(s): Harshnidhansuri Publisher: Sheth Chaturbhuj Tejpal Hubli View full book textPage 3
________________ | પ્રસ્તાવના. આ ચતુર્ગતિરૂપ સંસારમાં પર્યટન કરતા જીવને મહા વિશ્રાંતિનું સ્થાન મુક્તિરૂપી પાંચમી ગતિ જ કહેલી છે. તે ગતિને પામેલા છો અનંત કાળ સુધી એકાંત અનંત સુખમાં (આનંદમાં) મગ્ન રહે છે. ત્યાંથી અનંતકાળે પણ તેમને ફરીને સંસારમાં આવવાનું હેતું નથી. આવી પંચમગતિ મેળવવાને મુખ્ય ઉપાય જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ છે. આ ત્રણ અસાધારણ રત્નો ઉપાર્જન કરવાના અનેક ઉપાય તીર્થકર ગણથરાદિક મહાત્માઓએ બતાવેલા છે, તેમાં મુખ્યત્વે કરીને દ્રવ્યાનુયોગ, ગણિતાનુયેગ, ચરણકરણાનુગ અને ચરિતાનુયોગ આ ચાર અનુયોગ બહાળા વિસ્તારમાં તે તે શાસ્ત્રોને વિષે સુપ્રસિદ્ધ છે. વળી તે તે શા એટલા બધા મોટા પ્રમાણમાં છે કે તેમને પૂર્વાચાર્યોએ અતિ સંક્ષિપ્ત કર્યા છતાં તેમના માત્ર વિષયને યાદ કરતાં જ આયુષ્ય સમાપ્તિને પામે, તેટલા તે સુવિસ્તૃત છતાં પરોપકારી મહાત્માઓ અધુનાતન અપાયુષી મનુષ્યને માટે તેમાંથી પણ અતિ સંક્ષિપ્ત સાર કાઢીને ભવ્ય છે ઉપકાર કરવા ચૂક્યા નથી. આવા મુષ્ટિજ્ઞાનના વિષયો આવા સાંસારિક પ્રવૃત્તિમય કાળમાં ઘણા જીના ઉપકારક થાય તે નિર્વિવાદ છે. જૈન શાસનમાં આવા અનેક ગ્રંથે હેવાને સંભવ છે. તેમને આ એક ગ્રંથ ઉપલબ્ધ થતાં તેને પ્રકાશિત કરવામાં આવ્યો છે.. સમુદ્રમાં અસંખ્ય રને અનેક પ્રકારના હોય છે, તે સર્વ તેના એગ્ય ગ્રાહક અને પાત્રને આશ્રીને ઉપયોગી છે તથા પિતPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 250