Book Title: Pravachana Ratnakar 06
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 9
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates આ ગ્રંથમાળામાં ક્રમશઃ આદિથી અંત સુધીનાં પૂરાં પ્રવચનોને સમજવાનો કાયમી અને સર્વકાલિક લાભ મળી રહે તે હેતુથી પૂજ્ય ગુરુદેવશ્રીની અધ્યાત્મરસઝરતી અમૃતમયી વાણીના સ્વાધ્યાય દ્વારા નિરંતર મુમુક્ષુ જીવોને આત્મહિતની પ્રેરણા મળતી રહેશે, તેવો આશય પણ આ પ્રકાશનનું પ્રેરકબળ છે. વળી આ પંચમકાળના પ્રવાહમાં ક્રમશઃ જીવોનો ક્ષયોપશમ મંદતર થતો જાય છે તેથી પરમાગમમાં રહેલા સૂક્ષ્મ અને ગંભીર રહસ્યો સ્વય સમજવાં ઘણાં જ કઠિન છે. આ પરિસ્થિતિમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ સાદી અને સરળ ભાષામાં સ્પષ્ટ કરેલાં પવચનો લેખબદ્ધ કરીને પુસ્તકારૂઢ કરવામાં આવે તો ભાવી પેઢીને પણ શ્રી સમયસાર પરમાગમનાં અ રહસ્યો સમજવામાં સરળતાપૂર્વક સહાયરૂપ બની રહેશે અને તે રીતે જિનોક્ત તત્ત્વજ્ઞાન અને તેની સ્વાધ્યાયપરંપરા તેના યથાર્થ સ્વરૂપમાં જળવાઈ રહેશે તેમ જ તે દ્વારા અનેક ભવ્યજીવોને પોતાનું આત્મકલ્યાણ સાધવામાં મહાન પ્રેરણા પ્રાપ્ત થશે તેવા વિચારના બળે પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રી સમયસાર ઉપરાંત બીજા પણ અનેક પરમાગમો ઉપર થયેલ પ્રવચનો પ્રકાશિત કરવાની ભાવના છે અને તે ભાવનાવશ આ ટ્રસ્ટની રચના થઈ છે. ઉપરોક્ત હેતુથી આ ટ્રસ્ટનો જન્મ થયો છે અને પૂજ્ય ગુરુદેવનાં હજારો પ્રવચનો પ્રસિદ્ધ કરવાનો જ મુખ્ય ઉદ્દેશ આ ટ્રસ્ટમાં રાખવામાં આવેલ છે. આ પ્રસંગે સ્વ. શ્રી સોગાનીજીનું એક વચન સાકાર થશે તેવું ભાસે છે. તેમણે કહ્યું છે. કે પૂજ્ય ગુરુદેવશ્રીથી ધર્મનો જે આ પાયો નંખાયો છે તે પંચમકાળના અંત સુધી રહેશે. તદુપરાંત પૂજ્ય બહેનશ્રીનાં વચનામૃત . ર૭ માં ઉલ્લેખ છે કે “તેમનો (પૂજ્ય ગુરુદેવશ્રીનો) મહિમા આજે તો ગવાય છે પરંતુ હજારો વર્ષ સુધી ગવાશે.” ખરેખર જ્ઞાનીઓના નિર્મળ શ્રુતજ્ઞાનમાં ભાવિપ્રસંગો કેવળજ્ઞાનવત્ પ્રતિભાસે છે, કારણ કે આ ટ્રસ્ટની યોજના પૂજ્ય ગુરુદેવશ્રીના પાંચ પરમાગમો ઉપર થયેલાં પ્રવચનો ઉપરાંત બીજા પણ અનેક શાસ્ત્રો ઉપર થયેલાં પ્રવચનો ક્રમશ: પ્રસિદ્ધ કરવાની ભાવના સમાહિત છે. એ રીતે હજારો પ્રવચનોનું સંકલન પ્રથમ સંસ્કરણમાં જ અનેક ગ્રંથોરૂપે પુસ્તકારૂઢ થશે અને તેવા પ્રત્યેક પુસ્તકોનું સંસ્કરણ (આવૃત્તિ) હજારોની સંખ્યામાં રહેશે. એ રીતે હિંદી અને ગુજરાતી ભાષામાં તાત્કાલિક પ્રકાશન થતાં પુસ્તકોની સંખ્યા લાખોમાં થવા જાય છે અને તેની પરંપરા ચાલે તો ઉપરોક્ત જ્ઞાનીઓનાં વચનો સિદ્ધ થવાનું પ્રત્યક્ષ જણાઈ આવે છે. કાર્યવાહી : શ્રી સમયસાર પરમાગમ ઉપરનાં પૂજ્ય ગુરુદેવશ્રીના અઢારમી વખતના થયેલ મંગળ પ્રવચનો તે સમયે ટેપરેકોર્ડર ઉપર અંકિત કરી લેવામાં આવ્યાં હતાં. આ ધ્વનિમુદ્રિત પ્રવચનો ટેપ ઉપરથી સાંભળીને ક્રમશ: લેખબદ્ધ કરવામાં આવ્યાં છે. એક જ ટેપને વારંવાર સાંભળીને લેખન કરવામાં આવેલ છે. તેમ છતાં તેમાં કાંઈ ત્રુટિ રહી જવા ન પામે તે હેતુથી લખનાર સિવાય તપાસનારે ફરીથી સઘળાં પ્રવચનો ટેપ ઉપરથી સાંભળીને તેની ચકાસણી કરેલ છે. આ પ્રમાણે તૈયાર થયેલાં પ્રવચનોના યથાયોગ્ય સુસંગત ફકરા પાડી તેને ફરીથી ભાઈશ્રી રમણલાલ માણેકલાલ શાહે લિપિબદ્ધ કરી આપેલ છે. તથા લિપિબદ્ધ થયેલાં પ્રવચનોની પણ છેલ્લે વિદ્વાન ભાઈશ્રી ડો. ચંદુભાઈ દ્વારા પૂરતી ચકાસણી કરવામાં આવેલ છે. આ રીતે પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનોમાં વ્યક્ત થયેલ ભાવો સારી રીતે યથાસ્થિત જળવાઈ રહે તેની પૂરેપૂરી કાળજી લેવામાં આવી છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 461