Book Title: Prarthana Author(s): Atmanandji Maharaj Publisher: Sadguru Bhakti Swadhyay Mandal Ahmedabad View full book textPage 2
________________ l પરમ શ્રદ્ધેય સંત શ્રી આત્માનંદજી જન્મ : તા. ૨-૧૨-૧૯૩૧,અમદાવાદ મુકામે Riquer : M.B.B.S., M.R.C.P., D.T.M.&H.(ENGLAND) જીવનના મહત્વના પ્રસંગો બાળપણમાં જ એકાત-ચિંતન, યોગાભ્યાસ, ભજન કીર્તન-સત્સંગ અને આધ્યાત્મિક વાંચનના સંસ્કારવાળા મેડીકલ કૉલેજના આ વિધાર્થીને ઈ.સ.૧૫૪માં કુંદકુંદાચાર્યના ત્રણ રત્નો અને ઈ.સ.૧૯૫૦માં શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત ગ્રંથનો સુયોગ પ્રાપ્ત થયો અને ગીતા-ઉપનિષદ અને સંત સાહિત્યથી સસંસ્કારીત બનેલું તેમનું ચિત્ત જૈન ધર્મની સૂક્ષ્મતા અને વૈજ્ઞાનિકતાથી પ્રભાવિત થયું. ઈ.સ.૧૯૫૪ થી સાત વર્ષ સુધી તેઓએ મુખ્યપણે અધ્યાત્મપ્રધાન જૈન શાસ્ત્રોનું ઊંડું અવગાહન કર્યું. ફેબ્રુઆરી ૧૯૬૯માં અસ્વસ્થ તબિયત દરમિયાન, ગહન ચિંતન-મનનનાં પરિપાકરૂપે તેમના જીવનમાં આત્મજ્ઞાન ઉદય પામ્યું. પૂજ્ય શ્રી સહજાનંદજીવર્ણી મહારાજ પાસેથી ૧૯૭૬માં સંયમને ગ્રહણ કરીને, ઈ.સ.૧૯૮૪માં ગિરનાર મુકામે પૂજય મુનિશ્રી સમંતભદ્ર મહારાજની આજ્ઞાથી આત્માનંદજી નામ ધારણ કર્યું. ઈ.સ.૧૯૮૪, ૧૯૮૦ અને ૧૯૯૦માં વિદેશ યાત્રાઓ દ્વારા ત્યાંની ભારતીય જનતામાં સાંસ્કૃતિક-આધ્યાત્મિક ચેતનાનો સંચાર કર્યો અને ૧૯૯૩માં શિકાગોની વિશ્વ-ધર્મપરિષદમાં ભારતીય સંસ્કૃતિ, જેન અધ્યાત્મસાધના અને શ્રીમદ્ રાજચંદ્રજીના તત્ત્વજ્ઞાનને સચોટ રીતે રજૂ કરીને તેઓશ્રીએ વિદેશની દશ ધર્મયાત્રાઓ તથા ભારતની લગભગ પાંચસો નાની મોટી ધર્મયાત્રાઓ દ્વારા ધર્મપ્રચારના ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપ્યું. ઈ.સ.૧૯૯૮માં ધર્મ પ્રભાવનાના હેતુ અર્થે યુ.કે. અને યુ.એસ.એ.ની એક ધર્મયાત્રા મુમુક્ષુઓના લાભાર્થે કરી. તેઓશ્રીએ સરસ્વતી માતાની સાધનાના ફળરૂપે સમાજને અનેક ગ્રંથો ભેટ ધર્યા છે અને સમાજના વિશાળ વર્ગને સંસ્કારી, આધ્યાત્મિક, અધિકૃત અને ઉપયોગી પાથેય પુરું પાડયું છે. પરમ શ્રદ્ધેય સંત શ્રી આત્માનંદજી નાં શુભાશીર્વાદથી તા.૧૨-૧૨-૧૯૯૯ નાં શુભ દિને સદ્ગુરુપ્રાસાદનો મંગળ પ્રારંભ મીઠાખળી છ રસ્તા પાસે, લાયન્સ હૉલ સામે, અમદાવાદ ખાતે થયો. For Private & Personal use only wwwijainelibraryPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 152