________________
૧૯
પાઠ ભૂતકાળનાં વાક્યો બતાવે છે, પછી સોળમા પાઠમાં એ અંગેના નિયમો અને શબ્દો અને વિશેષ નિયમો અને રૂપો આવે છે. નામપદનાં રૂપો માટે સત્તરમાથી માંડીને એકવીશમા પાઠ સુધી સીધાં વાક્યો જ રજૂ થયાં છે. પછી બાવીસમા પાઠમાં પ્રત્યયો અને નિયમો સમજાવ્યા છે. વ્યાકરણ શાસ્રની ભાષામાં કહીએ તો – પ્રવેશિકામાં પહેલાં ઉદાહરણ મૂકાય છે પછી સૂત્ર આવે છે.
પાઠમાળામાંની પદ્ધતિ તદ્દન જુદી છે. પાઠમાળામાં પહેલા નિયમ આવે છે, પછી સાધનિકા પછી શબ્દો અને છેક પછી વાક્યો. ઘણી વખત પહેલા શબ્દો અને પછી નિયમો એવું પણ બને છે. પણ વાક્યો તો છેવટે જ આવે છે. પાઠમાળાનો ચૌદમો પાઠ ભૂતકાળ સમજાવે છે. તેમાં પહેલાં નિયમ છે. પછી સાનિકા. પછી વિશેષ નિયમો અને વિશેષ સાનિકા. પછી શબ્દો અને છેક છેલ્લે વાક્યો છે. નામપદમાં રૂપોના નિયમ માટે પાઠમાળામાં પાઠ સાતમો – પ્રથમા અને દ્વિતીયા વિભક્તિ માટે છે - તેમાં પહેલાં નિયમો અને પછી રૂપો અને પછી શબ્દો છે. પ્રવેશિકામાં ત્રેવીસમો પાઠ પહેલી ચાર વિભક્તિ માટે છે અને સત્તરમાથી એકવીસમા પાઠ સુધીમાં ચાર વિભક્તિનાં વાક્યો આવી ચૂક્યાં છે. આ જ રીતે સત્ત્તાવીસમો પાઠ પાંચમી, છઠ્ઠી, સાતમી વિભક્તિ અને સંબોધન માટે છે. અને ચોવીસમા, પચીસમા અને છવ્વીસમા પાઠમાં આ પાંચમી, છઠ્ઠી, સાતમી વિભક્તિ અને સંબોધનનાં વાક્યો આવી ચૂક્યા છે. આમ પ્રવેશિકા કરતાં પાઠમાળાનો ક્રમ જુદો છે. વ્યાકરણ શાસ્રની ભાષામાં કહીએ તો પાઠમાળામાં પ્રથમ સૂત્ર આવે છે પછી
ઉદાહરણ મૂકાય છે.
પ્રભુદાસભાઈએ આ અંગે પ્રાસ્તાવિકમાં ખુલાસો પણ કર્યો
છે
એટલે ભાષા પરિચયનાં વાક્યો પછી તુરત જ તેનું પૃથક્કરણ કરનારા નિયમો, રૂપો અને શબ્દકોષ તેની વિવેચનારૂપે આપવામાં આવ્યા છે. જેથી કરીને પરસ્પર બન્ને વિભાગોના—ભાષા અને બંધારણ-નાં જ્ઞાનમાં બુદ્ધિ, ચોક્કસાઈ, સ્પષ્ટતા અને વિશદતા અનાયાસે જ કેળવાશે.
પાઠમાળામાં વિષયવસ્તુની સ્પષ્ટતા માટે સતત ટિપ્પણીઓ યોજાઈ છે. પ્રવેશિકામાં ટિપ્પણીઓનું સ્થાન નહિવત્ છે. નિયમ સંકલનાની દૃષ્ટિએ જોઈએ તો–
+
+
+
૨૦
+
પાઠમાળામાં છંદવિચાર નથી અને અજિતશાંતિસ્તોત્ર પણ નથી.
પ્રવેશિકામાં ૪૧૬ પાનાં છે. પાઠમાળામાં ૪૬૮ પાનાં છે. એકંદરે પાઠમાળામાં સરળતા વધુ છે તેથી તે પ્રચારમાં આગળ નીકળી ગઈ. પ્રાકૃતપ્રવેશિકા લગભગ ભૂલાઈ ગઈ. પ્રભુદાસભાઈની આ પ્રવેશિકા આજે નવેસરથી સંપાદિત થઈ
+
પ્રવેશિકાના જે પાઠોમાં નિયમો છે તે લંબાણ ધરાવે છે. સત્યાવીસમા પાઠમાં સમાસ, સંધિ અને સંખ્યાવાચક શબ્દો વિશે સમજૂતી અને નિયમોએ પૂરાં આઠ પાનાં રોક્યાં છે. પાઠમાળામાં સમાસ અને સંખ્યાવાચકના જુદા પાઠો છે. પ્રવેશિકામાં છંદવિચાર છે. અજિતશાંતિસ્તોત્ર, પરિશિષ્ટમાં છે.
D:\mishra\sachu\prakrta.pm5/3rd proof