Book Title: Prakrit Praveshika 1
Author(s): Prabhudas Bechardas Parekh, Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 8
________________ પ્રભુદાસભાઈનો માતૃસ્પર્શ સંસ્કૃતભાષામાં પ્રવેશ કરવા માટે પહેલાં ભાંડારકરની બુક ભણવાનો રિવાજ હતો. હવે હેમસંસ્કૃતપ્રણી પ્રચારમાં આગળ છે. પ્રાકૃતભાષામાં પ્રવેશ કરવા માટે પ્રવિજ્ઞાનપીડમાતા આજે સર્વસ્વીકૃત છે. તેની પૂર્વે કોઈ પ્રાકૃત માટેની બુક હતી ? આ પ્રશ્નનો જવાબ છે. હા. બુક હતી, એથી મહત્ત્વની વાત એ છે કે પ્રાકૃતની એ બુકની ૨ચના શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખે કરી હતી. પ્રભુદાસભાઈનું નામ પડે એટલે શાસન માટેની તીવ્ર ધગશ, સાંપ્રતયુગના વિકટ પ્રશ્નો અને ભવિષ્યની એંધાણી સાથે સતત લખતા રહેલા સૂક્ષ્મ તત્ત્વચિંતકની પ્રતિમા નજર સમક્ષ આવે. તેમણે પ્રાકૃતભાષાનું પાયાનું વ્યાકરણ લખ્યું છે તે વાતની જાણ કોઈને નથી. આ પુસ્તક નામે પ્રાકૃત પ્રશિક્ષા એમનેમ હાથમાં લીધું હતું. થોડા પાનાં ફેરવીને બંધ કર્યું. ટાઇટલ પર નામ હતું પ્રભુદાસભાઈનું. મારા હાથમાં રહેલી એ બુક પાછી મૂકી દેવાનો હવે સવાલ જ નહોતો. એ બુક બે-ત્રણ જાણતલ વિદ્વાનોને બતાવી. અભિપ્રાય એવો મળ્યો કે - પ્રાકૃવિજ્ઞાન પાઠમાતા છે માટે આની ઉપયોગિતા છે નહીં. મને થયું કે પ્રભુદાસભાઈનું કામ છે માટે એને વજન તો મળવું જ જોઈએ. પ્રાસ્તવિક વાંચ્યું. આ બુક માટે ખુદ પ્રભુદાસભાઈને પણ સંતોષ હોય તેવું લાગ્યું નહી. પ્રભુદાસભાઈ પોતે લખે છે– રહી ગયેલી ખામીઓ હવે તો બીજી આવૃત્તિમાં જ સુધારી શકાશે. કારણ કે આવા ગ્રંથો પાછળની આવૃત્તિમાં જ બરોબર સુધારી શકાય છે, અને સુધારી શકાયા છે. તેમ જ અધ્યાપકો અને અભ્યાસીઓ તરફથી જુદી જુદી સૂચનાઓની પણ આવશ્યકતા રહે છે. તે મળ્યા પછી ઘણા સુધારા વધારા કરવા પડે છે. આટલી ફરિયાદ કર્યા પછી પ્રભુદાસભાઈ પોતાની આ કૃતિ વિશે એકદમ સ્પષ્ટ અભિપ્રાય આપે છે : એટલે પ્રથમદર્શને તો આ ગ્રંથને એક કાચો ખરડો ગણવામાં આવશે, તો પણ ચાલશે. પરંતુ બીજી, ત્રીજી આવૃત્તિમાં ચોક્કસ સ્વરૂપ ઘડાઈ જવા સંભવ છે. પ્રભુદાસભાઈનું આ પ્રાકૃતનું પ્રાથમિક વ્યાકરણ રચનારૌલીની દૃષ્ટિએ એકદમ સુંદર છે. તેમને પોતાની રચેલી આ પ્રવેશિકામાં ખામીઓ જણાય છે તે એમની નમ્રતા છે, નિખાલસતા છે કે જાગ્રતા છે ? આ સવાલ સાથે પાઠો પર નજર ફેરવી. બુકના પહેલા પાઠનાં મથાળે લખ્યું હતું. પઢમં પારણમ્. પ્રાકૃતભાષા માટેનો અહોભાવ પ્રભુદાસભાઈનાં અંતરમાં છે પરંતુ પ્રાકૃતભાષાની જ ભૂલ થઈ છે. હૈમપ્રાકૃતધ્યાન ના પ્રથમપાદનું ત્રેવીસમું સૂત્ર જણાવે છે તેમ મોડનુસ્વાર: / એની વૃત્તિમાં લખ્યું છે. બન્યમવરસ્થાનુસ્વારો મવતિ | પદને અંતે રહેલા ૬ ને સ્થાને અનુસ્વાર થાય છે. આ પ્રવેશિકાના પિસ્તાળીસમા પાઠમાં ખુદ પ્રભુદાસભાઈ લખે છે કે પદને અન્ને, ૬ નો નિત્ય અને સ્વર પર

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 219