Book Title: Prakrit Praveshika 1
Author(s): Prabhudas Bechardas Parekh, Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 6
________________ ૧૧ ૧૨ પરિભાષાઓ અને નિયમોનો જોઈએ તેવો પરિચય અસંભવિત માની લઈ પ્રસંગે પ્રસંગે તે વિષે પણ કૌસમાં સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. તથા ક્વચિત્ તે તે વિષય શીખવવાની પદ્ધતિસૂચક સંક્ષિપ્ત સૂચનાઓ પણ કરવામાં આવી છે. સમાસ અને કૃદન્ત જેવા બહુ જ ઉપયોગમાં આવતા વિષયો ઘણા જ વહેલા આપવામાં આવ્યા છે, પરંતુ તે એવી રીતે સરળતાથી આપ્યા છે, કે વિદ્યાર્થીને કઠણ પડવા સંભવ નથી. સરળતા ખાતર કેટલાક પ્રથમ આવી ગયેલા વિષયોનો સંબંધ સમજાવીને આગળ ઉપર તેમાં વિસ્તાર કરવામાં આવ્યો હોય છે. આવી પુનરુક્તિઓ સરળતા ખાતર જ કરવામાં આવી હોય છે. પ્રાકૃતભાષામાં અક્ષર-પરિવર્તનનો વિષય કઠણ, વિસ્તૃત અને ગૂંચવણ ભરેલો છે. પ્રાચીનવ્યાકરણોમાં તેના ઘણા બારીક બારીક નિયમો છે. જો કે તે સઘળા અહીં આપી ન શકાય તો પણ ઉપયોગી તો આપવા જ જોઈએ, તે આપવા જતાં પણ બહુ જ વિસ્તાર થઈ જવાનો સંભવ હતો. એટલે તેની સામાન્ય ભૂમિકાઓ અને સમગ્ર એકીકરણ મગજમાં ઠસાવીને પછી તેનું ઉચિત પૃથક્કરણ કરવામાં આવ્યું છે. દાખલા તરીકે - અક્ષર પરિવર્તનના કુલ પ્રકારો એક પાઠમાં બતાવ્યા છે, અને પછી દરેક પ્રકારનું વિવેચન જુદા જુદા પાકોમાં ટૂંકામાં છતાં સ્પષ્ટ રીતે આપવામાં આવેલ છે. જેમ બને તેમ નિયમો થોડા અને વિષયનો સંગ્રહ વધારે થાય તેવી કાળજી રાખવામાં આવી છે. તે, સંસ્કૃત સ્વરોના પ્રાકૃત સ્વરપરિવર્તન વિષેના નિયમો જોવાથી સ્પષ્ટ સમજાશે. તે જ પ્રમાણે અક્ષર પરિવર્તનના દરેક પ્રકારો વિષે છે. આગળ તેના પણ ઉપયોગી અપવાદો કોષનાં રૂપમાં આપવામાં આવેલ છે. તેથી અભ્યાસીઓ અક્ષર પરિવર્તન જેવા વિષયનું એકીકરણ તથા પૃથક્કરણ ઉચિત પ્રમાણમાં જોઈ શકશે. સંખ્યા વાચક શબ્દો વિસ્તારથી આપવામાં આવ્યા છે. સર્વ નામનાં રૂપાંતરોની ભિન્નતા માટે એક જાતનો ક્રમ ઠરાવી એકીકરણ અને સમાન ધોરણ એવી રીતે ગોઠવવામાં આવેલ છે, કે જેથી કરીને તેની સાધનિકો અને રૂપોની વિવિધતામાં વગર હરકતે વિદ્યાર્થી પદ્ધતિસર પ્રવેશ કરી શકે – એટલે કે જેમ બને તેમ તેની કઠિનતાને હળવી કરવામાં આવી છે. ધાતુઓ અને પ્રયોગો વિષે પણ એવી જ રીતે સંક્ષેપમાં છતાં સર્વતોમુખ પરિચય આપવા પ્રયત્ન કર્યો છે. ઉપયોગી અવ્યયો અને તદ્ધિત પ્રત્યયો પણ છોડવામાં આવ્યા નથી. છેવટે આર્ષ પ્રયોગો, બહુલના પ્રયોગો, દેશ્ય પ્રયોગો તથા બીજી પ્રાકૃત ભાષાને લગતી વિવિધતાઓ, જાતિનું ધોરણ વગેરે પરચૂરણ વિષયો ટૂંકમાં આપવામાં આવ્યા છે. પ્રાકૃત છંદોનો પરિચય અને નિયમો આપવાનું પણ જતું કરવામાં આવ્યું નથી. છંદ:શાસ્ત્ર પ્રસિદ્ધ આઠ ગણો સહેલાઈથી યાદ રહી શકે માટે લક્ષ્ય-લક્ષણ સૂચક ટૂંકું ચક્ર શોધી કાઢવામાં આવ્યું છે.* પરિશિષ્ટમાં પ્રાકૃતભાષાનાં ગદ્ય-પદ્ય મય જુદી જુદી જાતના નમૂનાઓ આપવામાં આવ્યા છે. તેમાંના કઠિન શબ્દો અને પ્રયોગોનું એક સંક્ષિપ્ત ટિપ્પણ પણ સાથે જોડવામાં આવ્યું છે. છેવટે ગુજરાતી ભાષામાં પરિચિત હોય તેવા દેશ્ય શબ્દોનો થોડો કોષ અને સંસ્કૃત ધાતુઓના પ્રાકૃત આદેશાંતરો આપવામાં આવ્યા છે. કરા. બળવંતરાય ઠાકોરનું પદ ૧૯૮૯ના ચિત્રના “કુમાર”માં યમાતારાજભાનસલગા - આ પ્રમાણે હમણાં પ્રસિદ્ધ થયું છે. D:\mishra sadhu\prakrta.pm5/3rd proof

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 219