Book Title: Prakrit Praveshika 1
Author(s): Prabhudas Bechardas Parekh, Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 5
________________ ૧૦ રોજની બોલાતી ભાષામાંના પ્રચલિત શબ્દો યાદ રાખવામાં પરિશ્રમ ન પડે એ સ્વાભાવિક છે. આગળ ઉપર સંસ્કૃત-તભવ શબ્દો સમજાવવા માટે પણ જેમ બને તેમ ગુજરાતી ભાષામાં વપરાતા સરળ અને પ્રસિદ્ધ સંસ્કૃત શબ્દો ઉપરથી પ્રાકૃત સ્વરૂપ બનાવવાનું શીખવી, ખાસ પ્રસિદ્ધ જેવા સંસ્કૃત શબ્દો આપીને જ અક્ષર પરિવર્તનના નિયમો આપી પ્રાકૃત ભાષામાં રૂપાંતર સમજાવવા આગળ વધવામાં આવ્યું છે. આ જાતની ગોઠવણથી ગુજરાતી ભાષા-ભાષીને પ્રાકૃત શીખવાની ઘણી મુશ્કેલી ઓછી થવાનો ખાસ સંભવ છે. રૂપો અને પ્રયોગો જેમ બને તેમ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. પ્રાકૃત ભાષાનાં રૂપો વિકલ્પબહુલ હોવાથી તેનો તાગ મેળવવાને વિદ્યાર્થી ગભરાય છે. તેથી તે વિસ્તારથી આપવામાં આવ્યા છે. જેમ બને તેમ તેમાં અસ્પષ્ટતા કે સંદિગ્ધતા ન રહેવા પામે અને ચોકસાઈ વધારે કેળવાય તે તરફ ખાસ લક્ષ્ય આપવામાં આવ્યું છે. ભાષા પરિચયનાં વાક્યો અને પરીક્ષા - વાક્યો જેમ બને તેમ પ્રાચીન સાહિત્યમાંથી પસંદ કરવામાં આવ્યા છે, એ વિદ્વાનો સ્પષ્ટ જોઈ શકશે. છતાં પ્રાથમિક પાઠોમાં બન્ને પ્રકારનાં વાક્યો સ્વયં બનાવીને મૂકવા પડ્યા છે, કારણ કે પ્રાથમિક પાઠોની શરતો પૂરી પાડે તેવા સરળ વાક્યો પ્રાચીન સાહિત્યમાંથી મળવા લગભગ દુર્લભ હતા. તેમાં થોડા ઘણા ફેરફાર કર્યા વિના તેનો ઉપયોગ લગભગ અશક્ય જેવો હતો. આગળ ઉપર પ્રાચીન સાહિત્યની નાની નાની વાર્તાઓ અને રોચક પ્રસંગો સળંગ આપવામાં આવ્યા છે. સંસ્કૃત - શિક્ષિકાની શૈલી અનુસાર બન્ને પ્રકારનાં વાક્યો થોડાં આપવાથી પ્રાથમિક અભ્યાસીની બુદ્ધિ જેવી જોઈએ તેમ કસોટીએ ચડતી નથી, કારણ કે પાઠમાં આપવામાં આવેલા પ્રયોગો અને વિષયોનું પુનરાવર્તન અલ્પ થતું હોવાથી વિષય કાચો અને અસ્પષ્ટ રહી જવા સંભવ રહે છે. એ અનુભવ ઉપરથી સંસ્કૃત માર્ગોપદેશિકાની શૈલી અનુસાર વાકયોની સંખ્યા વધારે પ્રમાણમાં આપવામાં આવી છે. વળી દક્ષિણા મૂર્તિ વાળા પ્રથમ અને દ્વિતીય સંસ્કૃત પુસ્તકની પેઠે માત્ર ભાષાપરિચય આપનારાં વાક્યો આપવા જતાં ભાષાનું બંધારણ સમજવાની ઇચ્છા વિદ્યાર્થીનાં દિલમાં જાગ્રત થાય છે, છતાં તે અપૂર્ણ જ રહી જાય છે. એટલે ભાષાપરિચયનાં વાક્યો પછી તરત જ તેનું પૃથક્કરણ કરનારા નિયમો, રૂપો, અને શબ્દકોષ તેની વિવેચનારૂપે આપવામાં આવ્યા છે. જેથી કરીને પરસ્પર બન્ને વિભાગોના - ભાષા અને બંધારણના જ્ઞાનમાં બુદ્ધિ, ચોક્કસાઈ, સ્પષ્ટતા અને વિશદતા અનાયાસે જ કેળવાશે. પ્રાચીન કાળમાં પ્રાથમિક અભ્યાસીઓ શબ્દ રૂપાવલી તથા ધાતુ રૂપાવલી અને કોઈક નાનો શબ્દકોષ મોઢે કરી લઈ સાહિત્યમાં પ્રવેશ કરતા હતા. વળી પ્રાકૃત ભાષાના વિકલ્પબહુલ રૂપો વિષે સંશય ન રહે માટે જેટલા થઈ શકતા હોય, તે સઘળા દાખલારૂપ એક એક શબ્દનાં રૂપોની, સ્પષ્ટીકરણ માટે અને મુખ-પાઠ કરવા માટે વિસ્તારથી રૂપાવલી આપવામાં આવી છે. તેને લીધે પુસ્તકનું કદ વધી જવાની અગવડ ક્ષમ્ય ગણી લેવી પડી છે. પ્રાથમિક અભ્યાસીઓને વ્યાકરણશાસ્ત્રની સામાન્ય | D:\mishralsadhu\prakrta.pm5/3rd proof

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 219